ફેરિયો
ફેરિયો
એ દરરોજ સવારે ઘેર ઘેર અખબાર નાંખવા જાય. પેપર નાંખવાની એની રીત પણ અજબ..ચોથા માળ પર પણ એ પેપર નાંખે તો બેઠું બાલ્કનીમાં જ પડે..
એક દિવસ એ પેપર નાંખીને જતો હતો ત્યાં જ એક ભાઈએ એને રોકયો અને કહ્યું..,"એય છોકરા તારું નામ.!"
"રાહુલ"..જવાબ.
"પેપર નાંખવા સિવાય શું કરે છે?"
"ભણું છું ધો.દસ"
"હેં..ઓહ..તો તો બોર્ડની એક્ઝામ" ~એ ભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું..
"હા.. બોર્ડની એક્ઝામ...તો.."-રાહુલ..
"તો..તો..પણ..એમ નહીં ટ્યુશને જાય છે"
"ના,"..
"ઓકે.ઓકે..કંઈ નહીં પણ કંઈ કામ હોય તો કહેજે.."
"જી જરૂર..વડીલ આપનો આભાર"..
અને રાહુલે સાયકલ મારી મૂકી એને મન સવારનો સમય એકદમ કટોકટ..
જોતજોતામાં વર્ષ પૂરું થવા આવ્યું..અને એક્ઝામને દિવસે પણ રાહુલ બધે અખબાર નાંખતો હતો એની નોંધ પેલા એકમાત્ર વડીલે જ લીધી..
રાહુલ વેકેશનમાં ફુલટાઇમ જોબે પણ લાગી ગયો..અને સવારની ડ્યુટી તો ખરી જ..
રિઝલ્ટને દિવસે રાહુલે પેપર નાખ્યું.પેલા વડીલે કહ્યું..
"રાહુલ બેસ્ટ લક"
"જી"
એ વડીલને પગે લાગ્યો..
અને સીધો ઘેર જઈ સ્કૂલે ગયો..
એનું રિઝલ્ટ આવી ગયું..એ પાસ થયો ફર્સ્ટક્લાસ..
માં ને પગે લાગી પેલા વડીલ પાસે ગયો.
"વાહ રાહુલ..પ્રાઉડ ઓફ યુ..એકવાત કહું તારા ઝમીરને ઠેસ ન લાગે તો.."
"જી વડીલ..કહો કહો.."
"જો હવે તારે પેપર નાંખવાના નથી તારો ઇલેવન~ટવેલ્થનો ખર્ચો અને દર મહિને 5000 રુ હું આપીશ"
"પણ વડીલ..."
"દીકરા મારે પણ એક દીકરો છે એ ફોરેન છે અને પૈસાની કમી નથી.. દીકરો તારા જેવો જ મહેનતું છે અને મને પેનશન પણ મળે છે."
"વડીલ ઘરમાં બીજું કોઈ..!
"હા પત્ની છે એ ઓસ્ટ્રેલિયા...દીકરા પાસે ગઈ છે આવશે એટલે તારી જોડે મુલાકાત કરાવીશ.."
"જી જરૂર..મને મળવું ગમશે.."
"હા ગમશે જ અરે એણે તો આ બધું કર્યું છે"
"..શું..?"
"મેં તારી વાત કરી તો કહે,'તમે એ છોકરાને મળતા રહેજો અને રિઝલ્ટ આવે તે વખતે આ વાત કરજો ખર્ચની અને હા એને ખોટું ન લાગે એ રીતે.. અને આપણે ઢંઢેરો નથી પીટવાનો".
રાહુલ મનોમન બોલી ઉઠ્યો.."માં તે માં"
રાહુલ હવે ફુલટાઇમ વિદ્યાર્થી બની ગયો..ફેરિયો મટી ગયો એનું દુઃખ ખરું.