દેશાભિમાન
દેશાભિમાન


"પણ પપ્પા મને ડિફેન્સમાં જ રસ છે"
"એટલે"..
"પપ્પા ડિફેન્સ..મિલેટરીમાં..સૈનિક થવું છે.."
"પણ દીકરા તું એકનો એક અને..."
"તો..તો શું થયું..પપ્પા.."
"ઓકે ઓકે..".
અને સમય જતાં વૈભવ મિલેટરીમાં જોઈન્ટ થઈ ગયો..બે વર્ષ પછી એ આવ્યો.
મમ્મી~પપ્પાનો હરખ માતો નહોતો..વૈભવ ખાસ્સી રજા લઈને આવ્યો હતો. સગાઈ થઈ અને થોડા દિવસમાં તો લગ્ન પણ લેવાઈ ગયાં.
....અને વૈભવ પાછો ફરજ પર...જતાં જતાં મમ્મી~પપ્પાના આશીર્વાદ..વિભા એની રાહ જોતી હતી એ વિભા પાસે ગયો..વિભા ઉદાસ નહોતી. એણે હસતે ચહેરે વૈભવને...
વિભા દૂર દૂર જતા વૈભવને જોતી રહી...
અને એક સમાચાર..શહાદત વૈભવની..કેટલાય આતંકીઓને ઠાર મારી એ શહીદ થયો.
મા નું આક્રંદ..પિતાની કોરી આંખો..અને વિભાની પ્રતીક્ષાભરી આંખો આજે સ્થિર...
સમય વિતતો ગયો.
"દીકરી તારી એકલતા અમને અકળાવે છે તું ધારે તો બીજા..." વૈભવના મમ્મી ~પપ્પા.
"મમ્મી~પપ્પા. આ તમે બોલો છો...ના એ કદી નહિ બને.."
"પણ દીકરા આમને આમ જિંદગી કેમ કરીને.."
"વિતશે... મમ્મી~પપ્પા જિંદગી વિતશે. તમારા ઘડપણની એકલતાનો મારે વિચાર નહિ કરવાનો..વૈભવના બલિદાન આગળ મારા બલિદાનની શી વિસાત..! અને હા પપ્પા હું ગામમાં જ સ્કૂલમાં નોકરી મેળવીશ...આ ગામનાં યુવાનો દેશ માટે સેવા કરે...સૈનિકો બને એ જ મારી પ્રાથમિકતા રહેશે.. "-વિભા..
ફોટા પાસે વૈભવના પપ્પા ગયા અને એટલું જ બોલ્યા.
"પ્રાઉડ ઓફ યુ માય સન.. માય ડોટર વિભા".