STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

પાનમાં પાન કયું મ્હોટું ?

પાનમાં પાન કયું મ્હોટું ?

1 min
894


પામે આદર માન, ગુણથી સહુકો સર્વદા.

એક સમે શાહે દરબારીઓને પુછ્યું કે, 'સૌથી મોટું પાન કઇ વનસ્પતીનું ગણવું ? શાહનો આ સવાલ સાંભળી કોઇ કેળનું તો કોઇ સાગનું તો કોઇ કમળનું પાન મોટું છે એમ કહેવા લાગ્યા, પરંતુ શાહે તે એકેની વાત કબુલ રાખી નહીં, છેવટે બીરબલને પૂછ્યું.

બીરબલે કહ્યું કે, 'સૌથી પાન નાગરવેલનું મોટું છે. કેમકે તે નામદાર સરખાના મુખ સુધી પહોંચે છે. માટેજ તેનેજ બધામાં મોટું સમજવું. બીજા પાન આકારમાં મહોટાં છે પણ અધીકારમાં મહોટાં નથી માટે શું કામના ?' આ જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થયો. અને બીરબલના ગુણ ગાઇ, બીરબલને રીઝવ્યો.

સાર - જેમાં ગુણ હોય તેજ મહોટામાં ગણાય.


Rate this content
Log in

Similar gujarati story from Classics