નવરાત્રીમાં થયેલો પ્રેમ
નવરાત્રીમાં થયેલો પ્રેમ
ગુજરાતીઓને મનપસંદ તહેવાર એટલે નવરાત્રી. એક બે નહિ પણ સતત નવ દિવસ ની મોજ. માતાજીની આરાધના સાથે ગરબા નો આનંદ માણવા દરેક ગુજરાતી આતુર હોય જ છે. આવામાં એક કિસ્સો મારો છે. હમણાં થોડાક વર્ષોથી પાર્ટી પ્લોટ ના ગરબા નો ક્રેઝ વધ્યો છે. વધ્યો એટલે અતિશય વધ્યું છે. લોકો પાર્ટી પ્લોટ ની ટિકિટ લઈને ત્યાં ગરબે ઝૂમવા જાય છે.
પણ પાર્ટી પ્લોટ માં ગરબા રમવા કરતા તો લફંગાઓ વધારે આવતા હોય છે. છોકરીઓના ચેન ચડાવો કરવા માટે, એ લોકોને જરાય ખબર નથી હોતી કે શું કરી રહ્યા હોય છે. એમને તો બસ મજા આવે એટલે ટિકિટ લઈ લેવાની અને બીજાની બેન અને દીકરીઓ સાથે આવી હરકતો કરવાની. આજે હું વાત કરી રહ્યો છું એ 2024 ની છે.
હું એ જ વિચારમાં હતો કે આ વર્ષે એ જ વાતાવરણ હશે. ગયા વર્ષે હતું એવું. હું એ વિચારતો વિચારતો મેં ન્યુઝ કરી ટીવીમાં ગુજરાતી ન્યુઝ. ત્યારે આપણા મનની ગ્રહ મંત્રી કહી રહ્યા હતા કે આ વર્ષે નવરાત્રીમાં લુખ્ખા લફંગાઓ તેમજ રોમિયોની ખેર નથી. આ ન્યુઝ સાંભળી એટલે તરત ટીવી નું વોલ્યુમ મેં વધારે કર્યું. ગ ગૃહ મંત્રી બોલ્યા કે આ વખતે એવા લુખા લફંગાઓની ખેર નથી. કેમકે અમે She Team એક્ટિવ કરી છે. હું એ વિચારમાં પડી ગયો કે આ She Team શું છે વળી, ત્યાં જ ગૃહ મંત્રી સાહેબ એ ચોખવટ પાડી દીધી કે મહિલા પોલીસ ચણિયાચોળીના ડ્રેસમાં રહેશે અને ડ્યુટી નિભાવશે. સાથે સાથે ગરબા રમતા રમતા પણ એવા રોમિયોને સબક શીખવશે. મને મન થયું ઓહો ઓહો તો તો આ વખતે એવા તત્વો ઓછા પ્રમાણમાં જ દેખાશે.
નવરાત્રિની શરૂઆત થઈ એટલે પહેલા નોરતે હું ઘરે જ રહ્યો ક્યાંય ન ગયો પણ આ આપણો મોબાઇલ આપણને બધે જ લઈ જાય છે.
અમારા સીટી નું પેજ instagram માં એક્ટિવ હોય છે. ત્યાં એમની એક પોસ્ટ આવી કે She Team ની જોરદાર કામગીરી હવે રોમિયોની ખેર નથી.
એ વાત જોઈને થોડો આનંદ થયો. ભરત નવરાત્રી દિવસ ત્રીજો થયો કાકા ને છોકરા છોકરી સાથે પાર્ટી પ્લોટ માં જવાનું નક્કી થયું. હું તો એ જ બીકમાં હતો કે એ ભગવાન મને કોઈ ખોટી રીતે પકડી ન લે She Team વાળા કોઈ પણ.........
હું રોમિયો ટાઈપ નથી પણ કોઈ છોકરી તૈયાર થઈ ચણીયા ચોળીના ડ્રેસમાં તો મને એના વખાણ કરતા આવડે પણ આપણે એવા વિચારધારા નથી ચાલતા કે લફંગાઓ જે વિચારધારા લઇને પાર્ટી પ્લોટ માં આવતા હોય છે અને તારા જે ચેન ચડાવો કરતા હોય છે એવા બધા ને તો મને જરા પણ નથી ગમતા. મને સુંદરતા જોઈ છે તો એના વખાણ કરવા તેને જોવું તદન ગમે જ છે.
એક લેખકે મસ્ત વાત કહી છે કે,
સ્વર્ગની અપ્સરા પણ ઝાંખી પડે,
સ્વર્ગની અપ્સરા પણ ઝાંખી પડે,
જ્યારે ગુજરાતી છોકરી ચણિયાચોળી પહેરીને કરીને ગરબે ઘૂમે......
તમે પહોંચ્યા પાર્ટી પ્લોટ માં મોટાભાઈ ગયા ટિકિટ લેવા. હું તો આસપાસ જોતો હતો કે કોઈ લાગે છે She Teamના મેમ્બર જેવું તો શું આપણે થોડા બચીને રહી. કેમકે એક તો અપ્સરા કરતાં પણ વધારે સુંદર દેખાતા હોય એમાં પણ અમારી નજર ભૂલથી પડી જશે ને તો નરકનો દરવાજો ખુલશે. નજર ફેરવતા ફેરવતા ટિકિટ આવી ગઈ પછી.
શું એ હાલો....
ત્યાં ગેટ વાળો કહે છે કે ક્યાં તમારું ફેમિલી?
હું: ભાઈ I am not married
ગેટ વાળો: ભાઈ મેરેજ કર્યા પછી જ ફેમિલી બને?
મને કહે છે એકલા છો કે કોઈ છે સાથે તો પછી મેં મારું 11 જણાનું ગ્રુપ બતાવ્યું જેમાં છ છોકરી અને પાંચ છોકરા
ગેટ વાળો: લુક બ્રો ધીસ ઇસ ફેમિલી
હું: સોરી........
ચાલો હવે અંદર તો આવી ગયા એટલે હવે,
એ હાલો.................. મેં ગરબા ચાલુ કર્યા દોઢેક કલાક લાગી સતત રમતા રહ્યા પછી પછી હિંમત રહે ભલા માણસ. નીચે બેઠો પાણી બોટલ પીતો હતો ત્યાં એક છોકરી આવી.
એક્સક્યુઝ મી પ્લીઝ, જરા થોડું મને પાણી આપશો. જાણે સ્વર્ગમાંથી ઉતરીને તરત ગરબે રમવા આવી હોય એવું લાગતું હતું મને તેને જોઈને મને તો બે મિનિટ છે તો તેને જોવામાં જ રહ્યો. પછી મેં કીધું શું..?
એ બોલી બહુ તરસ લાગી છે થોડું પાણી આપશો? મેં કીધું આ લ્યો એક મિનિટ મારી પાસે ઠંડો શરબત પણ છે જો એ તો એ આપું. કોઈ નાના પાણી બસ છે. બોટલ આપી પાણી પીધું પછી બોલી થેન્ક્સ બહુ જ ગરબા રમાઈ ગયા હો હિંમત નથી હવે તો મેં સામે કીધું તો તમે ગુજરાતી ના હોઈ શકો..
એ કહે કેમ? તો મેં કીધું કે ગુજરાતી ક્યારેય ગરબા રમવાથી થાકતો જ નથી ક્યારેય પણ... તો એ કઈ સોરી એ વાત તો તારી સાચી છે એમ કહીને વહી ગઈ.
થોડીવાર મેં એને ગોતી આખરે મળી તો ગઈ પણ એની સૈયર સંગાથ ટેટુડો લેતી હતી. એની ડાબી બાજુ એક છોકરી હતી અને જમણી સાઈડ એક મીડિયમ ઉંમરનો છોકરો હતો. જેમના સાથે આવ્યો ને એનો તો કંઈક અલગ જ ટેટુડો લેતા હતા અને એ લોકો અપ્સરા સાથે સારો ટેટુડો લેતા હતા. આપણને મોંઘા તો નહીં પણ સાદા ટેટોડા લેતા આવડે હો. હું એ છોકરીની બાજુમાં જઈને થોડી જગ્યા બનાવી. ટેટુડો લેવાનું શરૂ કર્યું. 10 મિનિટ થઈ 15 મિનિટ થઈ ત્યાં છોકરાને શું થયું કે તે વયો ગયો................
હવે તો સ્વર્ગ થી આવેલી અપ્સરા ક્વીન મારી બાજુમાં ગરબો સોરી ટેટુડો લેતી હતી.
એટલો ખુશ થયો એટલો ખુશ થયો કે ટેટુ અને સ્ટેપ પણ ભુલાય ભુલાઈ જતા હતા. ત્યાં એ બોલી
: અલ્યા તું આ શું કરે છે? તને નથી આવડતું લાગતું?
મારી કોણી પતિને કહે છે જો પેલા આમ પગ મુકવાનો અને પછી આમ પણ પગ મુકવાનો સિમ્પલ જ છે, સાવ સિમ્પલ છે.
હવે એણે કોણ સમજાવે આવડતું તો બધું હતું પણ એ બાજુમાં આવી બધું ભુલાઈ ગયું છે એના સિવાય. ટ્રાય કરી બે ત્રણ વાર પણ એનો જાદુ એટલો થયો હતો કે સ્ટેપ બેસતા જ નથી ત્યાં એ બોલી
: તારો હાથ આપતો મને
ત્યારે હું અંદરથી
: ઓ હો હો વાહ વાહ વાહ વાહ કેટલો રાજી થયો કે ઓહો એ જિંદગી ના મિલેગી દોબારા
ઊંડો શ્વાસ લઈને હાથ આપ્યો એ બોલી મારા પગ સામું જો કેવી રીતે કરું છું એ એનો હાથ મારા હાથમાં હતો ત્યારે એક વાત યાદ આવી ગઈ
કે સ્ત્રી એક એવું ફૂલ છે.
સ્ત્રી એક ફૂલ છે, જે પોતાનું ખુશ્બુ બધે જ ફેલાવતી હોય છે,
શ્રી એક એવું ફૂલ છે જેને આપણે સ્પર્શી શકીએ છીએ એની સુગંધ લઈ શકીએ છીએ.
પણ
અમુક માણસોએ ફૂલને કા તોડવામાં કાં તો કુચરડવાના ઈરાદાદામાં હોય છે. જેમને સ્ત્રીની કાંઈ કદર જ નથી જેમ કે લુખ્ખા લફંગાઓ રોમિયોગીરી વાળા.........
હવે તો એ પણ મને બોલી કે તને સ્ટેપ આવડી ગયા હોય તો આપણે ટેટુડો લઇ સાથે, મેં કહ્યું હા આવડી ગયા. પછી બંને ટેટુડો ચાલુ કર્યો. રમ્યા રમ્યા ખુબ રમ્યા. હું તેને કોઈપણ રીતે ખુશ કરવા માંગતો હતો કેમકે મારા અંદર તેના પ્રત્યે પ્રેમની લાગણી જન્મ લેવા માંડી હતી. છેલ્લે સુધી બંને ઠેકડા મારિયા.........
ગાયક થોડો આરામ લીધો ત્યારે બંને હેઠા બેઠા ત્યાર પછી અપ્સરા બોલી કે તને ભૂખ લાગી છે? એ કયા મને તો બહુ જ લાગી છે તો મેં કીધું હાલો કંઈક નાસ્તો કરી આવી. અમે બંને ગયા કેન્ટીન ભેળ મળતી હતી. બે પ્લેટ બનાવવાની કીધી તો એ ના કહે એક જ તો મેં કંઈ પણ કીધા વગર એક જ કીધું. બનીને આપી તો એ બોલી હો ભાઈ એક ચમચી આપો તો એક્સ્ટ્રા. મેં કીધું કેમ તો મને જે આપણે બંને સાથે ખાય બીજી પ્લેટ નથી લેવી.
ત્યારે હું મારા મનમાં
ઓ મારા મલક ના મે ના રાણી પ્રેમના રસ્તા ઉપર થોડા ધીમા ધીમા હાલો ને જે વિચાર્યું નહોતું એવું થતું હતું.
અમે બંને એવી રીતે નાસ્તો કરી રહ્યા હતા કે જાણે કોઈ કપલ ગરબા રમીને આવીને સાથે જમતા હોય એવું. અમારા બંનેના કપડાં તો મેચિંગ હતા પણ અમારા બૈના વાઈબ મેચિંગ થાય એવું મને લાગતું હતું.
એક વિચાર હું પણ કરવા લાગ્યો કે ત્યાં એટલા બધા માણસો હતા તો પણ મારી પાસે જ પાણી કેમ માંગ્યું? પછી એમની સાથે ગરબા કરવા કે ટાણે ચારથી પાંચ વાર ટકરાયો તો પણ એ કાંઈ બોલીએ નહીં મારો હાથ પકડીને મને સ્ટેપ કીધા અડધી કલાક જેવું બાજુમાં જ રમ્યા અને પછી હવે નાસ્તોના ટાઈમે એક જ પ્લેટ ભેળ વીથ ટુ ચમચી.
ઓલા ભાઈ એ તો મમરાવાળી ભેળ કરીને આપી દીધી પણ મારા મનમાં એના પ્રત્યે લગાવની ભેળ બની રહી હતી એનું શું કરવું એમ થતું હતું કે હમણાં જઈને બધી વાત કહી દઉં..
થોડી હિંમત કરીને કીધું સાંભળતો
તો એ કહે બોલ
હું: નામ શું તારું?
: કિંજલ
હું: કિંજલ રહેવાનું રહેવાનું ક્યાં?
કિંજલ: હાઉસિંગ બોર્ડ
પછી એણે મને પૂછ્યું તું ક્યાં રહે છે નેમ શું છે અટક શું છે? કામ શું કરે છે જાણે એને મારા પ્રત્યે લાગણી હોય એવું મને વર્તાયુ...
ભેળ ની પ્લેટ પુરી થવા ઉપર હતી. તમે કીધું હજી લેવી છે તો એ કહે બસ આટલી જ.
કિંજલ ભેળવાળા ને કહે છે: કેટલા થયા કાકા?
તેના પર્સમાંથી કાઢે ત્યાં મેં આપી દીધા એમ કે ત્યાં લખેલું હતું ભેળ 30 રૂપિયા આવી રીતે, સાથે એક પાણીની બોટલ લીધી અડધું કિંજલ એ પીધુ તું અને અડધું મેં પીધું. હવે મારા મનમાં એક જ વસ્તુ પૂછવાની હતી. whatsapp નંબર અથવા તો મોબાઈલ નંબર, હજી હું જેવું બોલવા રહ્યો ત્યાં એના મોબાઈલ માંથી રિંગ વાગી. કિંજલ કોલ માં એમ કહેતી હતી Yes સર હા સર હમણાં આવું જ છું. હવે હું એ વિચારમાં હતો કે અત્યારે વળી એના કયા સર આવ્યા છે.
અમે બંને સાથે વાતો કરતા કરતા આવતા હતા. અત્યારે મારા કાકા ના છોકરા ની નજર મારા ઉપર અને કિંજલ પર પડી. અમે બંને વાતો કરતાં કરતાં આવતા હતા કિંજલ મને કહે રાજ હમણાં હું આવું મારે એક કામ આવી ગયું છે તો મેં કીધું મૂકી જાવ? ઇમરજન્સી હોય તો એ કહે ના ના હું જતી રહીશ અને થોડીવારમાં પાછી પણ આવતી રહીશ તો મેં એને એક જગ્યા આપી કે આ જગ્યાએ અમે ફેમિલી જોડે જ છીએ પછી તું સાથે આવીને જોઈન કરી લેજે.
કિંજલ તો જતી રહી પણ એની રાહ જોવામાં હું નીચે બેસી ગયો. ત્યારે મારા કાકા નો છોકરો મારી પાસે આવ્યો અને કહે કે રાજ...... આ શું છે બધું? એ કહે કોણ હતી એ છોકરી? તું ઓળખે છે એને ?
મેં કીધું નામ એનું કિંજલ છે હું ઓળખતો નથી. પણ હવે ઓળખવામાં વાર નહીં લાગે.........
તો મારા કાકા નો છોકરો કહે કે કેમ હવે વાર નહીં લાગે તો મેં કીધું એ હમણાં બારે ગઈ છે અંદર આવે એટલે એને હું મારી લાગણી વ્યક્ત કરું એના સામે ભલે એ પછી મને ના કહે એ વાતની ઉપાધિ નથી પણ હું એને કહીશ નહીં તો મને મનમાં વાત રહી જાય જશે તો ખોટું થશે.
તો મારા કાકા નો છોકરો કહે છે કે તારે એના દિલમાં જગ્યા લેવી છે સાચું ને તો મેં કીધું હા............
અને એ તને જેલમાં જગ્યા આપશે સાચું ને?
તો પહેલા તો મેં હા અને પછી અલ્યા એ ટોપા શું બોલે છે તું? જેલમાં કઈ રીતે જગ્યા આપશે?
ત્યારે મારા કાકા નો છોકરો મને કહે છે કે
અલ્યા ટોપા એ તું કિંજલ વિશે વાત કરે છે તો She ટીમની મેમ્બર છે અને એ અત્યારે પોલીસની ડ્યુટી ઉપર છે.
ત્યારે હું.......
હે હે હે હે હે હે હે હે હે હે હે હે હે હે હે હે હે હે હે હે હે હે
શું વાત કહે છે તું? અલ્યા મસ્તી નથી કરતો ને તને સમ છે હો ભાભીના મસ્તી જરાય નહીં. તો એ કે સાચે જ યાર અમે એને બહાર જોઈ પોલીસવાળાઓ સાથે વાત કરતા હતા. એ પણ સાંભળ્યું કે કિંજલ એમ કહેતી હતી કે હું સાથે બહાર આવું,
હું જેના પર આંગળી ચિંધુ ને એને તમે સાઈડમાં લઈ લેજો.
ત્યાં મારા મોતિયા મરી ગયા. આ શું થઈ ગયું ?
એક વ્યક્તિ ગમી એ પણ મને રોમિયો સમજે છે મન બહુ જ નિરાશ થયું હતાશ થયું.
એના ઉપરથી એક વાત યાદ આવી.
જેની ઝલક જેની પલક અને જેની મુસ્કાન ની મલક તમારા શરીરના રોમ રોમ માં સમાઈ ગઈ હોય.............
એ જ તમને રોમિયો સમજે ત્યારે મનને દિલ બહુ જ નિરાશ થાય છે
મને એ વાતથી ચિંતા ન હતી કે મને પોલીસવાળા બોલાવશે. જેલમાં નાખે કે ગમે તે કરે.
મને એક જ વાતનો અફસોસ હતો કે એ મને રોમિયો સમજી બેઠી છે એ વાત મને એટલી ચુબતી હતી કે શું કહું............
અત્યારના આ મોડર્ન જમાનામાં ઘણા બધા નવા નવા Words આવી ગયા છે.
1) Relationship: બન્ને એકબીજાને પ્રેમ કરે છે
2) Situationship: બંને એકબીજાની પરિસ્થિતિ જોઈને પ્રેમ કરે છે
3) Polyamras: આ નવીન આવ્યું છે. જેમાં તમે ઈચ્છા પડે ત્યાં સુધી રહી મન ભરાય જાય તો મુકીને જય પણ શકો અને એમાં તમારે જેટલા સાથે પ્રેમ કરવો હોય એટલા સાથે કરી શકો.
4) Ex: આ એક વ્યક્તિ છે જેની સાથે પહેલા તમે પ્રેમ માં હતા પ્રેમ કરતા કારણોસર જતા કે જતી રહે એની જગ્યાએ બીજું કોઈ આવે.........
આવા આ મોડર્ન જમાનામાં તેના પ્રત્યે મને એક કડી યાદ આવે છે, કૈલાસ ખેર ની.........
તુજે જીત જીત હારુ, એ પ્રાણ પ્રાણ વારુ......
ભાઈ એસ મેં નિહારુ, તેરી આરતી મેં ઉતારુ..........
પણ હવે એના મનમાં શું હોય કેમ જાણી શકું? હું એ વાત કેમ કરી શકું?
હવે મને એમ હતું કે એ અંદર આવશે મારી સામે નોર્મલ થઈને જ રહેશે બહાર જઈને તરત પોલીસને સોંપી દેશે. કાલની ખબરમાં આવશે...
મોરબીમાં ગરબા પાર્ટી પ્લોટ માં રોમિયો ને પકડતી She Team...............
જ્યારે કિંજલ એ મને કીધું કે હું બહાર જાઉં છું હમણાં પાછી આવી. ક્યારે મારું કલેજુ કપાતું હોય એવું મને મહેસુસ થતું હતું. મીના રાણી એટલા બધા મનમાં વસી ગયા હતા જેટલી એ જલ્દી આવે એવી રીતે ઈચ્છા હતી ને બધી જ ઈચ્છા મરી ગઈ હું તો નીચે બેસી ગયો.
કિંજલ આવી બહારથી મેં એને જે જગ્યાએ કીધી હતી તે જગ્યાએ આવીને એ મને શોધતી હતી. મેં કીધું કોને ગોતો છો? કેમકે હું નીચે બેઠો હતો એટલે. તો કિંજલ કહે તને જ કહું છું ચાલ ગરબામાં તો મેં કીધું ના મને ઈચ્છા નથી. અરે કેવી વાત કરે છે તું આવું કહે છે. તો મેં કીધું હા.
કિંજલ: શું થયું તને?
હું: કંઈ નહિ જસ્ટ અમથો બેઠો છું.
ત્યાં મારા કાકા નો છોકરો આવ્યો અને કિંજલ ને કહે છે કે મેડમ અમે ફેમિલીવારા જ છીએ આ મારું ફેમિલી રમે છે તમે ચાલો સાથે. કિંજલ ગરબા તો રમવા માંડી પણ એનું ધ્યાન 50% મારા ઉપર જ હતું કેમકે મેડમ કીધું એટલે કિંજલ ને એમ થયું કે She Team માં છું એ મને ખબર પડી ગઈ હશે.
થોડીવાર એ ગરબે ઘૂમી અને પછી મારીશ પાસે આવી અને બોલી રાજ ચાલતો મારી સાથે મને ભૂખ લાગી છે અતિશય. ભેળ ખાવી છે ચાલને ફટાફટ . તમે કહ્યું તમે રહો અહીંયા હું અહીંયા તમારા માટે લઈને આવું. તો કિંજલ એ ના પાડી ના એમ નહીં ત્યાં જ ચાલ. હતાશ થયેલો માણસ હું એની સાથે ધીરે ધીરે ચાલતો થયો.
હું: ભેળવાડા કાકા એક ભેળ બનાવજો ને,
કિંજલ: એમાં મીઠી ચટણી વધારે નાખજો
હું: તમને તો તીખું ભાવે છે ને?
કિંજલ: હા મને તીખુ ભાવે છે
હું: તો પણ મીઠું કેમ?
ભેળ આપી આત્મા કિંજલ બોલી એક ચમચી એક્સ્ટ્રા આપો ત્યારે મેં જ ના પાડી ના ના આપો.
હું: મારે નથી ખાવી ભેળ........
કિંજલ: અરે કા
કિંજલ અરે કા કહીને મારી સામે એક ધારું સતત જોવા લાગી એવું લાગતું હતું કે હમણાં આગ લાગશે અને એની આગમાં એ મને ભસ્મ કરી નાખશે.
કિંજલ: શું થયું છે તને હે? કેમ કંઈ બોલતો નથી? જ્યાંરની હું બહારથી આવી છું ત્યારથી તું કંઈક અલગ થઈને જ બેઠો છે. શું થયું છે? જે કે તને થયું છે શું?
કહેવું તો ઘણું બધું છે પણ કહેવામાં અચકાટ આવે છે,
રાહ પર ચાલવું છે તમારી સાથે પણ રોકાવટ આવે છે.
એક વાક્યમાં તમને સમજાવી દઉં જો તમે સમજદાર હશો તો સમજી જશો.
જેની ઝલક, જેની પલક અને જેની મુસ્કાનની મલક તમારા શરીરના રોમ રોમ માં સમાઈ ગઈ હોય...........
એ જ વ્યક્તિ તમને રોમિયો સમજે ત્યારે મન અને દિલ બહુ જ નિરાશ અને હતાશ થાય છે.
કિંજલ: એક મિનિટ મેં તને ક્યારે રોમિયો સમજ્યો? એ કહે તો મને પાગલ..........
કિંજલ: મેં તારી પાસેથી પાણી પીધા પછી જે પણ કર્યું એમાં હું પણ તારી સાથે જ હતી ને તો એમાંનું ક્યાં આવે છે? એ પણ મને પરાણે કોઈ વસ્તુ કરાવી હોત તો પણ વાત અલગ છે પણ હું તો બધી જ વસ્તુ માં તારી સાથે જ હતી.
હું મૌન થઈને ઉભો રહી ગયો..........
કિંજલ એ ભેળ પણ પૂરી ના ખાધી અડધીમાં જ કહે રાજ જો મેં તારા માટે જ મીઠી કરાવી છે પણ તું છો ને ખાતો નથી.....
ભેળ કચરા પેટીમાં નાખી દીધી અને બોલી ચાલ મારી સાથે બે ખુરશી ઉપર બેઠા.
કિંજલ: કંઈ કહેવા માંગે છે મને?.....
હું: ના મેડમ હું કઈ પણ કહેવા નથી માંગતો.
કિંજલ: મેડમ કોણ છે હે?
કિંજલ: તારા ચહેરા ઉપર ઘણું બધું લખેલું છે મારે એ વાંચવું નથી જ્યાં સુધી તું સામેથી નહીં કહે અત્યાર સુધી કે મને શું કહેવા માંગે છે પ્લીઝ.......
કિંજલ એ પ્લીસ કીધું ત્યારે મને થોડો ફેર પડ્યો અને
હું: એક કવિતા કહું છું એમાં સમજી જજો
પંખીની અવરજવર નથી શું કરી શકું?
પંખીની અવરજવર નથી શું કરી શકું?
હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું?
પંખીની અવરજવર નથી શું કરી શકું?
હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું?
જાણી ગયો છું તું છો She Team ની મેડમ
જાણી ગયો છું તું છો She Team ની મેડમ
તો પણ ઓછો નથી થતા આ લગાવનું શું કરી શકું?
શું કરી શકું?
શું કરી શકું?
કિંજલ: અરે પાગલ તને શું મારી માથે શિંગડા દેખાય છે? તેવી વાત કરે છે...... She Team માં હોય એટલે એવું થોડી હોય કે મારામાં લગાવ કે લાગણી હશે જ નહીં એમ.
હું: પણ અમારા મનમાં વિચારતો એમ જ હોય ને કે અમને રોમિયો સમજતા હશો તમે
કિંજલ: હવે તું મારા એક Question નો answer આપ
કિંજલ: બોલ કંઈ કહેવા માંગે છે. કે મને તારી ફીલિંગ સમજીશ
હું: કહેવું તો ઘણું છે પણ શું કરી શકું? હું છું સમજવામાં ભોળો માણસ શું કરી શકું?
હું: કિંજલ તને એક વાત કહું?
કિંજલ: એકની બે કે પણ તું કે મને શું કહે છે કે મને તું જલ્દી કે
હું: મને તારાથી સાચો પ્રેમ થઈ ગયો છે તું મારી પાસે પાણી લેવા આવી ત્યારથી મને એમ થયું કે આ એ જ છોકરી છે કે તેને જોઈને મને કઈ કઈ થતું હોય છે તારી પાસે આવવાની હિંમત નહોતી તો પણ હું હિંમત કરી કરીને નજીક આવતો રહ્યો કેમકે મને તારાથી પ્રેમની લાગણી છે પણ જ્યાંરનું મને She Team માં છો ની ખબર પડી છે ને ત્યારનું મને એક જ વાતનો ડર છે. મને તું જેલમાં નાખે એ વાતની ચિંતા નથી મને એ વાતનું દુઃખ હતું કે કિંજલ મને બહુ જ ગમી અતિશય ગમી એ જ મને રોમિયો સમજતી હશે. અને રોમિયો સમજવાનું કારણ પણ હતું કેમ કે હું થોડી થોડી વારે તારી નજીક આવવાનું કોશિશ કરતો હતો એટલે...........
કિંજલ કંઈપણ બોલી નહીં બસ ખાલી સાંભળતી જ રહી........
હું: કિંજલ મને પ્રેમ છે તારાથી બીજા વિચાર નથી જે રોમિયો લફંગાઓ ના હોય છે એવા.
હું: અત્યારે તું મને ના કહીશ તો પણ મને ફરક નહીં પડે કેમકે મેં દિલ થી તને પ્રેમ કર્યો છે અને એ પ્રેમની લાગણી તારી સામે વ્યક્ત કરી દીધી છે. તું મારી વાત મારો પ્રેમ સમજવું એ તારા ઉપર છે કોઈ પ્રકારની જબરજસ્તી નથી
કૈલાશ ખેરના એક ગીતમાં એક મસ્ત કડી એણે લખી છે......
(તુજે જીત જીત હારુ)
તારી લાગણીઓ સમજવી છે તારાથી જીત નથી કે સામે મને પણ પ્રેમ કરે એવી રીતે
( યે પ્રાણ પ્રાણ વારુ)
તારાથી લગાવ એટલો થયો છે તારી ખુશી માટે કંઈ પણ કરી શકું છું હું બસ તને ખુશ જોવા માંગુ છું ભલે તું મારી સાથે રહે કે ના રહે
( હાય ઐસે મેં નિહારુ)
તને ખુશ જોવું આ એક સપનું છે મારી આંખનું કે તું હંમેશા જ્યાં પણ રહે ખુશ રહે ભલે મારી સાથે હોય કે ના હોય
( તેરી આરતી ઉતારુ)
તું મારી લાઇફમાં ખરાબ ભગવાન સમાન થઈને આવી છો. હું હંમેશા આપણા પ્રેમની પૂજા કરતો રહીશ તું સાથે હોય કે ના હોય
હું: ભલે ને તારું ને મારું નામ રાધાકૃષ્ણ ની જેમ સાથે નહીં જોડાઈ પણ હું પ્રેમ શ્રીકૃષ્ણ જેવો કરીશ. કેમકે હું તને મારાથી અલગ માનતો જ નથી. તું સદેવો મારા મનમાં હોય જ છે તે માટે હું મારામાં તારો અનુભવ કરું છું.
( અને સાચે જ કહું છું કિંજલ હું તને બહુ જ પ્રેમ કરું છું)
કિંજલ એકદમ ચુપ થઈ ગઈ એ તો ખાલી મારી સામે એક તારું એક નજરે જોતી જ હતી અને અચાનક જ એની આંખમાંથી ટપ ટપ થઈને આંસુ શરૂ થઈ ગયા.
મેં કિંજલ નો હાથ પકડ્યો અને કીધું
હું : કિંજલ સોરી પ્લીઝ તને તો મારી એકેય વાત ખરાબ કે ખોટી લાગી હોય તો આઈ એમ વેરી વેરી સોરી પ્લીઝ તું રડીશ નહીં પ્લીઝ
હજી પણ કિંજલના આંખમાંથી આંસુ બંધ થતા ન હતા.
હું: સોરી મારાથી ભૂલ થઈ ગઈ હું બહુ જ વધારે બોલી ગયો
હું ખુરશીમાંથી ઊભો થયો ત્યાં કિંજલ એ મારા હાથ પકડીને કીધું બેસ
કિંજલ: મારા આંસુ છે ને કે ખુશીના આંસુ છે મને તારાથી પ્રેમની જ આશા હતી પણ મને એ નહોતી ખબર કે દરિયા જેટલો પ્રેમ છે તારામાં મારા પ્રત્યે પ્રેમ એટલો છે એ વાતથી મારું દિલ, મન, તન ભરાઈ ગયું છે. આજના કલયુગમાં કૃષ્ણ જેવો પ્રેમ કોણ કરી શકે? એ વાતથી હું ખુશ છું કે મેં જે પસંદ કર્યું એમાં હું ખરી ઉતરી છું આ એના આંસુ છે.
કિંજલ: આજના સમયમાં મેં કલ્ચર જોયા છે relationship break up અને આવું કેટલું બધું છે. એવામાં તે મને સાચા દિલથી પ્રેમ કર્યો તે માટે હું ખુદને ભાગ્યશાળી માનું છું.
એટલું કહીને કિંજલ મને ગળે ભેટી ગઈ જોરથી સામે હું પણ તેને પેટી ગયો
કિંજલ: I love you Raj, I love you so much..........
હું: I love you too Mari kinju, love you so much.....
આજુબાજુમાં ઉભેલા બધા જ માણસો અમારી જોતા હતા અને અમે બંને કોઈને નહોતા જોતા હતા.
હું: કિંજુ એ કિંજુ બધા આપણી સાથે જ જુએ છે કિંજુ.........
કિંજુ: બસ થોડી વાર, બસ થોડીવાર ગળે મળીને રહેવા દે....
સાથે સાથે કિંજલના આંખમાંથી આંસુ પણ હજી પણ ચાલુ હતા.
હું: કિંજુ હવે શું કામ રડે છે? હવે હું છું ને તારી સાથે ચાલ આપણે હવે ગરબા રમવા જઈએ..........
મારાથી અલગ થઈ અને ધીમેથી બોલી
કિંજલ: હા ચાલ જઈએ
હું: થોડીવાર રુક હું પાણીની બોટલ લઈને આવું? તારું મોઢું ધોઈ નાખી અને પછી જઈ
કિંજલ: પાણી નહિ તું તારા રૂમાલ થી મારું મોઢું સરખું કરી આપ મને
હું: મારા રૂમાલથી તારો મેકઅપ બગડી જશે
કિંજલ: અલ્યા ગાંડા મેં મેકઅપ કર્યો જ નથી શું જોવે છે તું છાનોમાનો મારું મોઢું સાફ કરને તારા રૂમાલથી
હવે તો મેડમજી કહે એમ કરવું પડે પછી શું રૂમાલથી આંસુ સરખા કર્યા
હું: ચાલ હવે ગરબા રમવા જઈએ
કિંજલ: હા ચાલ પણ મારી સાથે જ રમ નકર બારે જઈને પિટાઈ કરી નાખીશ જાજે
હું: હા મેડમજી
પછી બંને હાથમાં હાથ નાખીને મારુ ફેમિલી રમતી હતી ત્યાં આવ્યા મારા કાકા નો છોકરો તો બંને આંખો ફાટી જાય એવી રીતે જોતો હતો. અમે બંને આવ્યા ત્યારે બંને આવ્યા રમ્યા ઘણું એકબીજા સાથે ટેટુડો લીધો નવું નવું છે એને ગરબા આવડતા હતા એ મને કિંજલ એ શીખવાડ્યા અને બે કલાક સુધી સતત ગરબા કરતા જ રહીએ પછી મને એવું લાગ્યું કે એને તરસ લાગી છે તો હું એને લઈને કેન્ટીન સાઈડ ગયો ત્યાં કિંજલને પાણી પીવડાવ્યું પછી એકબીજાના નંબર આપ્યા અને બંને એક સાથે ઘણી બધી સેલ્ફી લીધી.
હવે ડીજે બંધ થાય એવું લાગતું હતું એટલે બધા હળવે હળવે નીકળવાની તૈયારી કરતા હતા
હું: કિંજલ હવે ક્યારે મળીશું આપણે?
કિંજલ: પરમ દિવસે પાટીદાર નવરાત્રીમાં મારી ડ્યુટી છે ત્યારે હું મારા મમ્મી પપ્પા સાથે લઈને આવીશ તું પણ તારા મમ્મી-પપ્પા ભૂલ્યા વગર સાથે લઈને આવજે જ હો તને કહું છું ભૂલતો નહીં મમ્મી પપ્પાને સાથે લઈને જ આવજે.
હું: ચાલો હવે ગેટ સાઈટ થઈ અને ત્યાંથી છૂટા પડી
બંને ગેટ સાઈટ ધીમે ધીમે ચાલતા હતા વચ્ચે આયોજકોએ સજાવટ એટલી મસ્ત કરી હતી બંને ત્યાં એકબીજા સાથે ઘણા બધા ફોટોસ પાડ્યા અને પછી ગેટ તરફ ચાલ્યા ધીમે ધીમે
ગેટ આવ્યો
કિંજલ: રાજ રાજ મને મારી લાઇફની બેસ્ટ ખુશી મળી છે હું ક્યારે પણ આટલી ખુશ નથી થઈ જે તે મને આજે ખુશી આપી છે ને તે
પ્રોમિસ કર અને તું મારો સાથ અને મારો હાથ ક્યારેય નહીં છોડે.
રાજ: ના હું પ્રોમિસ નહીં કરું
કિંજલ: કેમ? 😡
રાજ: હવે સીધું સાત વચન આપવાનું કરીશ એ પણ ચાર ફેરા ફરીને અગ્નિ દેવતાને સાક્ષી માનીને
કિંજલ વળી પાછી રાજ ને ભેટી પડે છે અને કહે છે કે
કિંજલ: ચાલ રાત બહુ થઈ ગઈ છે ઘરે પહોંચીને મને કોલ કરી દેજે અને મને તો હમણાં She Team ની ગાડી ઘરે મૂકી જશે.
હોને તું ઘરે પહોંચીને તરત કોલ કરી દેજે.
રાજ: હા મેડમજી........Bye

