નસીબ ના ખેલ... 2
નસીબ ના ખેલ... 2


પણ........ આ ખુશી જાજું ન ટકી, હંસાગૌરી ને કસુવાવડ થઈ ગઈ... ઘરે જ.... !!! દવાખાને બતાવવા ગયા... અને એક બીજો ઝટકો પણ મળ્યો કે હવે પછી હંસાગૌરી ને સારા દિવસો નહિ રહે.... સારા દિવસો પાછા રહે એ માટે એક ઓપરેશન કરાવવું પડશે....
ધીરુભાઈની પરિસ્થિતિ એ વખતે એટલી બધી સારી ન હતી... તેથી ઓપરેશન કરાવી શકે એમ ન હતા, પણ આ બધામાં ધરા નો કોઈ વાંક ન હતો એ તો આ કાઈ વાત જાણતી પણ ન હતી કે સમજી શકે એવી એની ઉંમર પણ ન હતી... છતાં હંસાગૌરી ના મન માં એ વાત આવી ગઈ કે આ બધુ ધરા ના કારણે જ થયું છે... મન માં ને મન માં તે ધરા ને આની દોષી માનતા હતા.
ધીરુભાઈ જેટલો પ્રેમ ધરા ને આપતા હતા એટલો પ્રેમ હંસાગૌરી નોહતા આપી શકતા.... પણ સાવ નોહતા કરતા એવું ય નહોતું.. પણ એમનો સ્વભાવ થોડો કડક થઈ ગયો ધરા પ્રત્યે...
આ બનાવ બન્યો ત્યારે ધીરુભાઈ જૂનાગઢ રહેતા હતા... અને એમના મોટાભાઈ શાંતિલાલ વડોદરા રહે... શાંતિલાલ આમ તો થોડાક પેટમેલાં (કપટી સ્વભાવ)એમણે ધીરુભાઈને પોતાના ધંધામાં રાખીશ કહીને વડોદરામાં બોલાવી લીધા....
જૂનાગઢમાં રહેતા આમ પણ પરિસ્થિતિ થોડી તંગ હતી એટલે ધીરુભાઈ પણ તૈયાર થઈ ગયા વડોદરા જવા.... અને બધા આવી ગયા વડોદરા..
વડોદરા આવ્યા તો ખરા પણ અહીં એમનું પોતાનું કોઈ ઘર ન હતું એટલે મોટા ભાઈ શાંતિલાલ ના ઘરે જ રહેવાનું હતું... પણ મોટા ભાભીને પસંદ ન હતું .. છતાં કમને રાખ્યા, મોટા ભાઈ એ પોતાના ધંધામાં સાથે રાખ્યા... પણ એમને મૂળ તો ધીરુભાઈ પાસે જે દાગીના હતાં એમાં જ રસ હતો ..
થોડો સમય બધું બરોબર ચાલ્યું... પછી શાંતિલાલે પોતાનો રંગ બતાવ્યો... અને ભાઈ પાસે દાગીનાની માંગણી કરી, પણ એ દાગીના હકીકતમાં તો હંસાગૌરી ના હતા.... એટલે ધીરુભાઈએ ના પાડી આપવાની.... આ વાતથી શાંતિલાલનો અહંમ ઘવાયો... એમણે ધીરુભાઈને લાફો માર્યો અને દુકાનમાંથી ચાલ્યા જવાનું કહી દીધું અને ઘરમાંથી પણ નીકળી જવાનો ઓર્ડર આપી દીધો...
ધીરુભાઈ બિચારા બેઘર થઈ ગયા...