Hemaxi Buch

Romance

3.9  

Hemaxi Buch

Romance

નેહલ- નેહાંશી", અજબ પ્રેમ... કહાની.....

નેહલ- નેહાંશી", અજબ પ્રેમ... કહાની.....

12 mins
11.8K


"આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં,

આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં..."

બિગ. એફએમ " ગુડ મોર્નિંગ...અમદાવાદ" ના શો પર સવારમાં સોલી કાપડિયાના અવાજમાં ગવાયેલા આ સરસ મજાના ગીતથી મારી તો મસ્ત મજાની સવાર પડી. અરે ભાઈ.. મારી એટલે કે હું છું "નેહાંશી", નેહાંશી વિનય કાંત વિરાણી.. અમદાવાદના પોશ વિસ્તારમાં એક આલીશાન બંગલામાં રહું છું. પપ્પા એટલે વિનય કાંત વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ઉચ્ચ કુટુંબમા ઉછેર થયો એટલે સંસ્કાર, વિનય-વિવેક, રૂપ, ગુણ બધું વારસામાં મળેલું. અને પપ્પાની લાડકી એટલે આમ પણ ઉછેરમા ક્યાંય કચાશ ન હતી. આર્થિક પણ કશો વાંધો ન હતો. ઘરમાં નોકર ચાકર , ક્યાંય કશી વાત ની કચાશ ના હતી. ઘરમાં મમ્મી એટલે કે માલવિકા બેન, દાદા એટલે ગીરજા દાસ, દાદી એટલે વિમલા દેવી. બસ આ અમારું કુટુંબ. હું બી. એ. ના આર્ટસના પ્રથમ વર્ષમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ માં અભ્યાસ કરું છું. મારી સવાર રોજ આવી જ પડે. ઉઠું કે તરત જ રેડિયો પર એફએમ ઓન થઈ જાય. મસ્ત ગીતો સાંભળતા રોજિંદા કામ ફટાફટ પતાવતા કોલેજ જવાનો સમય થઈ જાય. અને રોજ મમ્મી બૂમો પાડી બોલાવે..નેહાંશી",.નેહાંશી",.....નેહાંશી", સંભાળે છે કે નહિ? એ આવી મમ્મી આવી આવી... બસ આવી આવી કહેશે.. કૉલજ જવાનું મોડું થાય બેટા... જલ્દી કર જોઈ... રોજનું છે આ તારું... રાતે મોડી રાત સુધી આ ટક ટકિયા એટલે કે મોબાઇલ પર વાતો કરવાની અને સવારે રોજ મોડું ઊઠવાનું અને આ રેડિયો વાલા સવાર મા ગુડ મોર્નિંગ અમદાવાદ કરવા બેસી જાય અને તું છે કે એને સાંભળવા \મા રોજ મોડી પડે કોલેજ જવામાં. બસ... મમ્મી નું આ રોજ નું ભાષણ ચાલુ થઈ જાય જ્યાં સુધી હું નીચે ના આવું ત્યાં સુધી. આ તો હતું મારું રોજ નું રૂટિન. પણ આજે કઈ ખાસ હતું.

સરસ મજાના ગીત સાથે સવાર તો પડી.. પણ આ અવાજ.. આ અવાજ મને રોમાંચિત કરે છે.

સવાર પડતાં જ ધોમધખતો તાપ આ ઉનાળામા ચાલુ થઈ જાય.

આ શહેર નો ઉનાળા નો તાપ

" ઉનાળા ની એક સવાર,

તગતગ તા સૂરજ ના તાપ થી તાપી ને,

ગરમ થઈ ચૂકેલા શરીર ને

મોડી સાંજ નો આ શીતલ પવન,

શરીર ને એક વાર તો ધ્રુજાવી નાખે

એ ઠંડક મા વિચારો માં સારી પાડવા મન થયું.

બંગલો ના બગીચામાં સહજ જ આમ આટા મારતા

શીતલ માદક પવન અને ચા ની ચૂસકી સાથે, બગીચા ના ફૂલો ની મહેક, માટી ની ભીની ખુશ્બુ અને મારું આ મન કોઈ ની યાદો થી તરબોળ, મઘ મઘ તું, રોમાંચિત થઈ ઉઠ્યું હતું.

"નેહલ" નામ એનું. મારી સાથે જ કોલેજ ના બીજા વરસ મા અભ્યાસ કરે. અભ્યાસ મા હોંશિયાર, પ્રાધ્યાપક અને વિદ્યાર્થી ઓ મા ચાહિતો.. કોલેજ ની કોઈ છોકરીઓ એવી નહિ હોય જે ને શિવ ના ગમતો હોય. દેખાવડો, ઊંચો, વિવેકી, શોખીન... કેમ ના હોય શોખીન.. ધારાશાસ્ત્રી નો એક માત્ર પુત્ર રત્ન.. અમદાવાદ. નામાંકિત એવા યાજ્ઞિક સાહેબ નો એક નો એક દિકરો. તેમ છતાં ક્યાંય અભિમાન કે ઉદ્ધતાઈ એના વર્તન મા દેખાય નહિ. મોંઘીદાટ બાઈક પર આવે.. તો એને જોવા લાઇન લાગે... મોંઘાદાટ કપડાં, ગોગલ્સ, આહા માભો તો ખરો હો સાહેબ નો. બાજુ માં થી નિકળે તો પરફ્યુમ ની સુગંધ થી સુગંધિત થઈ જાય વાતાવરણ. એકદમ રમુજી, નટખટ પણ બીજા ને માન આપવા વાળો એકદમ સંસ્કારી... આવું સરસ વ્યક્તિત્વ હોય તો કોણ મોહી ના પડે? રોજ કેટલાય પ્રોપોસલ આવે,કાર્ડ ,. ફૂલો, પણ આ નું મન ક્યાંય લાગે નહિ... અભિમાનથી ના નહિ પણ એનું મન કદાચ કોઈ અલગ જ દુનિયા માં હસે. કોઈ ને હજી સુધી હા કહી નહિ કે ના કોઈ સાથે અફૈર કર્યું . એટલો સરળ. સ્ત્રીઓ માટે મન થી આદરભાવ ખરો. એટલે કોઈ ની લાગણી ને ઠેસ પોહચાડવી એ એના સ્વભાવથી વિરુદ્ધ હતું. બસ એની આ જ વાત મને ગમી ગઈ. અને મનોમન વિચારવા લાગી.. કેવું લાગે નહિ? નેહાંશી", નેહલ, નેહાંશી", નેહલ. કુદરતી નામ નો પણ મેળ ઘણો.

આમ વિચાર્યા કરું ને મન માં ને મન માં મલકાયા કરું. યુવાની ને ઉંબરે ઉભેલી કન્યાનું મન હતું, એમ છલકાયા વગર રહે ખરું? કેટલાંય સવાલો મન માં આવે ને જાય. દિલ દિમાગની વચ્ચે ખાસ્સી ધમાચકડી ચાલે. કેમ મારા પ્રેમ ને જતાવું? હું શું કરું કે નેહલનું ધ્યાન ખેંચાય? પણ ક્યાં કોઈ ને જવાબ જ આપે છે? પછી ફરી હું જ વિચારું ને હું જ જવાબ આપુ. લાગણી ને એક વાર કેહવામાં વાંધો શો? આગળ વધતા પેહલા જ મારા પગ ત્યાં જ થંભી ગયા. ના ના રહેવા દે ને ખાલી ખોટી ફજેતી થશે. ના કહી દેશે તો નકામું મારું હૃદય લાગણી ખોઇ બેસશે.

આમ તેમ આટા માર્યા કરું ને મગજ સાથે લડાઈ કર્યા કરું. કેવી છે નહિ આ લાગણી? જન્મે તો તકલીફ અને ના જન્મે તો એ તકલીફ. અત્યાર સુધી હું કેવી મસ્ત રહેતી હતી? આ પ્રેમ એ આવી ને બધું ચક્કર ફેરવી નાખ્યું.

હજુ મગજ મા આ બધું ચાલતું જ હતું ત્યાં મારી ખાસ સહેલી આવી.. દિશા... ગજબ ની છોકરી છે હો. જ્યારે હોય ત્યારે બસ મસ્તી મજાક આનંદ બસ .. હસતી જ હોય. મે તો એનું નામ જ વાવાઝોડું પાડ્યું છે. એ આવી ને કઈ બોલે એ પેહલા જ મે કહ્યું .. આવ આવ મારું વાવાઝોડું, બોલ શું છે આટલું બધું? કેમ ચહેકે છે આટલી? અરે .. શું તું એ. તને તો ખબર છે ને આપણે તો આવા જ છીએ., બિન્દાસ, પણ દોસ્ત આજે તારો અંદાજ એકદમ સાચો હો. આજે હું ખૂબ જ ખુશ છું.. પૂછ કેમ? અરે હા બોલ ને જલ્દી કેમ? મારા બંને હાથ પકડી મને ગોળ ફેરવતી જાય અને બોલતી જાય નેહાંશી .... નેહાંશી ..... આઈ એમ ઈન લવ...... અરે શું વાત કરે છે? હા ... હા... મારી જાન હા... મને પ્રેમ થઈ ગયો છે.. મે પૂછ્યું કોણ છે એ ખુશ કિસ્મત ? મને કે છે... અરે યાર ઓલો આપણી કોલેજ માં છે. ને હેન્ડસમ ... નેહલ...નામ સાંભળતા જ મારા હોંશ ઉડી ગયા. મે કીધુ હે? નેહલ? થોડી વાર મન માં જ મુસ્કુરાઈ અને બોલી... અરે ના યાર.. એ હા પાડતો હશે? નેહલ નો જ મિત્ર રાજ.. રાજ છે ને એની સાથે મને પ્રેમ થઈ ગયો છે. પણ આ તું નેહલ ના નામ પર એટલું કેમ ચોંકી? હે ? હે? હે? કે ને? કેમ ઈર્ષા થઈ? બોલ ને બોલ ને... કહી ચીડવવા લાગી. મે કહ્યુ જા ને કશું નથી. તું તારી વાત કર ને. રાજ ખરેખર સારો જ છોકરો છે. નેહલ ના મિત્રો મા કોઈ એવું નહોતું કે ખરાબ હોય. પણ નેહલ એ નેહલ હો.

આમ કરતાં દિવસો વીતવા લાગ્યા. થોડા દિવસ પેહલા ની વાત છે. એક દિવસ અમે કોલેજ નો ઇંગ્લીશ નો તાસ બંક મારી કેન્ટીન મા નાસ્તો કરતા હતા ત્યાં નેહલ અને એના મિત્રો આવ્યા. પેહલી વાર એને મારા તરફ નજર કરી જોઈ માથા મા હાથ ફેરવતા ફેરવતા ખુરશી મા બેસી કોલ્ડ ડ્રિંક મગાવ્યું. ભલે કંઈ એટલી ખાસ વાત ના હતી પણ મારા માટે તો ખાસ જ. એને જોઈ ને મારા ચેહરા પર લાલી છવાઈ ગઈ. બીજા તો ઠીક પણ મારી દોસ્ત દિશા ની નજર થી આ વાત છૂપી નહિ. એનું ધ્યાન તરત જ મારા પર ગયું. હા અલબત્ત એ મિત્રોમા એનો રાજ પણ હતો તો પણ મારી આ છૂપી લાગણી એનાથી છૂપાઈ નહિ. ત્યારે તો. એ કશું ના બોલી પણ કોલેજ થી ઘેર જતા સમય એ મને એને બેજીજક થઈ પૂછી જ લીધું.

કેમ બહુ ગમે છે? આમ અચાનક ના આ સવાલ ન મારાથી હું થંભી ગઈ. એને ફરી પૂછ્યું? કેમ બહુ ગમે છે? ભલે એનો સવાલ સાવ અચાનક કે મારી જાણ બહાર નો નોહતો જ. પણ તેમ છતાં હું જાણે જાણતી નથી એમ વર્તવા લાગી. શું કહે છે દિશા? કઈ સમજાય એવું બોલ ને. તો ગુસ્સા માં કે છે. એમ નથી સમજાતું હું શું પૂછું છું? તો ચાલ સીધું જ પૂછું. નેહલ બહુ ગમે છે? દે હવે જવાબ. કેમ ચૂપ છે? તને આ પૂછીએ તો જ તું સીધો જવાબ આપે કેમ? કેમ એટલો ગુસ્સો દિશા? હા તો શું કરું? તું છે કે સમય વેડફે છે. ગમે છે તો જતાવ ને. શું વાંધો છે? સારો છે, વ્યવસ્થિત છે, ઘર સારું છે, સારી રીતે રાખશે. પછી શું જોઈએ? કોની રાહ જોવે છે તું? એક વાર મળ તો સહી. એની એટલી ઉતાવળ નો મે શાંતિ થી જવાબ આપ્યો. દિશા .. દિશા શાંત.. હા... ગમે છે પણ શું એને હું પસંદ છું? એની ક્યાં મને કશી ખબર છે? અને થોડો સમય આપ.

દિશા નારાજ થઈ ને મને એમ જ પેલી વાર એમ જ રસ્તા પર છોડી ચાલી ગઈ. ને હું એને જતી જોઈ એમ જ ત્યાં જ થોડી વાર ઊભી રહી ગઈ. પછી મન ને સમજાવતી ચાલવા લાગી. ત્યાં દુર થી કોઈ બાઈક પર મારી તરફ આવી રહ્યું હતું. જેમ. એ નજીક આવતો ગયો અને મારા હૃદય ના ધબકારા જોર થી ચાલવા લાગ્યા. આ શું? હજી દિશા જેના માટે મગજમારી કરી ચાલી ગઈ. એક મારી સામે આવી ચડ્યો. સાવ અચાનક, જાણે ઈશ્વર જ ના મોકલી દીધો હોય એમ.

બાઈક મારી પાસે આવી રોકાયું. હાય ! માય નેમ ઈઝ .... નેહલ.. મારા થી એમ જ મોઢા મા થી નીકળી ગયું. અને એ જોર થી હસવા લાગ્યો.. હું તો એકીટસે એને જ જોયાં કરતી હતી. શું અવાજ છે, શું લાગતો હતો? આહા મસ્ત એકદમ વ્હાઈટ રંગ નું શર્ટ, નીચે લાઈટ બ્લુ રંગ નું ડેનિમ નું જિન્સ , રંગ પણ ઉજળો જ. રે બન ના ગોગલ્સ, મસ્ત પરફ્યુમની મહેક, અને કોરા વાળ હવા મા ઉડતા હતા તો એટલો સરસ લાગતો હતો કે શું કહું વાત? હું તો ખોવાઈ જ ગઈ એના અવાજ , એના હાસ્ય મા. ઓ હેલ્લો... ક્યાં ખોવાઈ ગયા તમે? પૂછે છે મને કે કેમ મારું નામ રટતા ચાલતા હતા કે શું? ફરી હસવા લાગ્યો. હું સહેજ આભી બની ગઈ અને શરમ થી આખો નીચી થઈ ગઈ. જાણે. એને આ તક નો ખ્યાલ આવી ગયો હોય એમ કઈ બન્યું નથી એમ બોલ્યો. તમે તો પ્રથમ વર્ષ છો ને? ફરી મે જોયું એની સામે. તમને ખબર છે? મારાં થી સહજ જ પુછાઇ ગયું. એને સમય ગુમાવ્યા વગર કહી દીધું હા પેહલા દિવસ થી તમને જોઉં છું. કોલેજ ની એકેય છોકરી એવી નહિ હોય જેને મને પ્રોપોસે કર્યું નહોય. પણ મને એ એકેય મા રુચિ ના હતી.

મે પેલી વાર તમને જોયા ત્યારે જ્યારે તમે પ્રથમ વર્ષ મા નવા હતા અને વર્ગ શોધતા મારા મિત્ર પાસે આવ્યા અને જતા રહ્યા ત્યારે મને થયું કે આ ગજબ છોકરી છે. તમે મારા હૃદય માં ત્યાર થી જ વસી ગયા. પણ આજે હું તમને પૂછું છું કે શું હું તમને પસંદ છું? ઓહ્ આ શું અચાનક આજે જ આ બધું કેમ ગોઠવાઈ રહ્યું છે? કુદરતી સંકેત કે શું? મે શરમાતા ખાલી માથું હલાવી હા કહી ચાલવા લાગ્યું. અને એને હાથ પકડી કહી જ દીધું અંતે શું આ નેહલ ની નેહાંશી થવા તૈયાર છો? હું એક વાર કોઈ નો હાથ પકડી લઉં તો પછી જન્મો જનમ મુકતો નથી. બોલ મંજૂર છે? મે પણ એના સવાલ ને સ્વીકૃતિ આપી. એની અને મારી ખુશી નો પાર ના હતી. પણ આ બધું અચાનક મને કઈ અલગ જ લાગતું હતું. આમ અચાનક શું ગમતી વ્યક્તિ મળે ખરી?

મન ફરી સવાલો ના દોર મા ચાલવા લાગ્યું. એ મને બાઈક પર બેસાડી ઘર સુધી મૂકી ગયો. પણ એકદમ સારા ઘર ના છોકરા હોય. એજ રીતે... રસ્તા માં કઈ વાત નહિ બસ ઘર પાસે ઉતારી ચાલ્યો ગયો. હું તો હજી જ વિચાર માં કે આ શું સપનું હતું કે સાચું? મે જાતે જ મારા હાથ પર ચુટકી ભરી જોયું તો વાગ્યું એટલે ખ્યાલ આવ્યો સપનું નહિ આ સત્ય જ હતું. હું ઘેર આવી કોઈ સાથે કઈ બોલી નહિ ને મારા રૂમ માં જઈ વિચારવા લાગી. વિચારતા વિચારતા જ સૂઈ ગઈ ના કઈ ખાધું ન પીધું.

બીજે દિવસે કોલેજ ગઈ રોજ હવે તો મળવાના બહાનાઓ શરૂ થઈ ગયા. જોત જોતા માં ૩ મહિના જતા રહ્યા. પરિક્ષા નો સમય નજીક આવ્યો. વાંચવામાં મન ના હતું પણ પરિક્ષા જરૂરી હતી. ધ્યાન થી વાંચી બંને એ પરિક્ષા તો આપી પરંતુ બંને કોલેજમાં એમના વર્ષ મા પ્રથમ ક્રમાંક મેળવ્યો. બધા જ આ પરિણામ થી ખુશ હતા. કોલેજ નો છેલ્લો દિવસ બધા છૂટા પડતાં હતાં. નેહલ યુરોપ જઈ રહ્યો હતો. હવે એ સીધો કોલેજ ખુલતા મળવાનો હતો. એને વાયદો કર્યો હતો કે આવતા સાથે જ મને મળશે.

સૌ એકબીજા ને મળી છૂટા પડ્યા. હું રોજ એક એક દિવસ ગણવા લાગી. સમય માંડ પસાર થયો. એમ કરતાં કોલેજ શરૂ થઈ. પણ નેહલ ન આવ્યો. મારું મન ઉદાસ હતું. કેમ ના આવ્યો? શું થયું હશે? સવાલો. ની ગડમથલ મા હુ મુંજાઈ ગઈ. ત્યાં રાજ દોડતો કહેવા આવ્યો. નેહાંશી", ચાલ તારો નેહલ આવી ગયો. હું તરત સામે ગઈ પણ આ શું. ? એ જાણે કેટલી એ દુરી કરી આવ્યો હોય એમ હસી ચાલ્યો ગયો. બધા ને આશ્ચર્ય થયું કે નેહલ ને શું થયું? કેટલું. પૂછ્યું પણ. એ કશું બોલવા. જ તૈયાર નથી. મારું હૃદય બેસી રહ્યું હતું. નેહલ ને ખોવાનો ડર મન માં ઘર કરી રહ્યો હતો.

પછી દિવસે ને દિવસે નેહલ નો વર્તાવ મારા તરફ રુક્ષ થતો રહ્યો. એક દિવસ હિંમત કરી પૂછી જ લીધું. કેમ આવું કરવાનું કારણ શું? શું થયું છે? કેમ કઈ બોલતો નથી? એકદમ શાંતિ થી મારો ગુસ્સો સાંભળી કે છે, બેસ અહી મારી બાજુમાં, મે હાથ ને ધક્કો મારી નારાજગી દેખાડી, તો પણ એને શાંતિ થી બાજુ. મા બેસાડી ને કહ્યું. કઈ તકલીફ નથી. તો ? મે રડતી આખો એ ગુસ્સા મા પૂછ્યું? તો કેમ દૂર ભાગે છે? મને કે છે સાંભળી શકીશ? અને શબ્દો મારા હૃદય ને તોડતા હોય એમ વહી ગયા. તો સાંભળ.. હું અહી થી યુરોપ ગયો . ત્યાં એક બે દિવસ થાય કે મને રોજ ચક્કર આવવા ની ફરિયાદ થવા લાગી. ડૉક્ટર ને બતાવ્યું એને કહ્યું હું હવે થોડા દિવસ નો. જ મહેમાન છું. વધુ સમય નથી મારી પાસે. ટ્યૂમર છે મને. પેલો વિચાર મને તારો જ આવ્યો. શું જવાબ આપીશ તને? સાંભળી અને હું એકદમ જ ભેટી ને જોર જોર થી રડવા લાગી. અને એણે પણ મને દૂર કર્યા વગર જ રડવા દીધી. થોડી શાંત થઈ પછી એણે મને સમજાવી કે બસ. આ કારણ હતું કે હું તને છોડવા માગતો નથી.

મને તરત મગજમા પેહલો દિવસ યાદ આવ્યો. તરત એમ કઈ પ્રેમ મળી જાય? હવે સમજાયું. કે જુદા થવા જ મળવાનું હતું. એટલે. જ જલ્દી પ્રેમ કરાવી દીધો. નેહાંશી ... મને કેટલી તકલીફ પડી હશે તારા થી દુર રહેતા? કહેતા જ એની આખો ભરાઈ આવી. મે એમ જ એને કહ્યું. ગમે તે થાય હું તને છોડવાની નથી, બીજે પરણવાની વાત ના કરજે, બંને વચે ઘણી દલીલ પછી આખરે મારી એક વાત માની ગયો. મે કહ્યુ.. તને જેટલા દિવસ આપ્યા હોય એ દિવસ આપણે શું પ્રેમ થી ના રહી શકીએ? હું તને આખી જિંદગી નો પ્રેમ આ થોડા દિવસમાં આપવા માગું છું. આજે મે હાથ લંબાવ્યો છે શું તું એ હાથ પકડી લઇશ કે મૂકી દઈશ? એને આગળ વધી ને મારા હાથ માં હાથ મૂકી વચન આપ્યું કે જ્યાં સુધી છું ત્યાં સુધી હું સાથ આપીશ.

વચન તો આપી દીધું. હવે એની જવાબદારી વધી ગઈ. ઘર માં આવી ને એને મમ્મી મે બધી વાત કરી. ખૂબ સજાવ્યો ક કોઈ નું જીવન બરબાદ ના કરાય. નેહલ એ ફોન પર પેલી વાર નેહાંશી ની વાત મમ્મી સાથે કરાવી. નેહાંશીના અવાજ માં સ્થિરતા હતી. એને નક્કી કરી લીધું હતું કે જે જીવન જેટલું છે એ હું એના સાથ મા જ નીભાવિશ. બંને ના માતા પિતા સાથે મળી બધું દલીલો કરી અને બાળકો ના પ્રેમ ને સમર્થન આપ્યું. દીકરી ના પિતા તરીકે થોડું એમને એમ થાય કે દીકરી નું ભવિષ્ય શું? પણ દીકરી ની હઠ આગળ એમનું કશું ચાલ્યું નહિ. કુંવારી રહીશ તો એ તમને નહિ ગમે એના કરતા જતા દિવસ મળે એ દિવસ જીવી લેવા દો. પપ્પા ની હા થતા નેહાંશી વધુ ખુશ થઈ.

બગીચામાં બેઠા બેઠા આ દિવસો મા ખોવાઈ ગઈ હતી. કેમ મળ્યા? પ્રેમ થયો અને જોત જોતામાં લગ્ન પણ ગોઠવાઈ ગયા. જોત જોતા મા બંને ના લગ્ન સાદાઈ થી કરાવી દેવામાં આવ્યા. આરામ થી સમય પસાર થતો હતો. લગ્ન ને ૬ મહિના જ થયા હતા ને એક દિવસ નેહલ નું ટયુમર ફાટવાના કારણે મૃત્યુ થયું. હજી એ જ દિવસે સવારે તો નેહાંશી ને સારા સમાચાર છે એ ખુશી મળી જ હતી. એ ખૂબ ખુશ હતો. ખુશી મા ને ખુશી મા વધુ પડતાં ખુશ થવાને કારણે ટયુમર ફાટી ગયું અને નેહલ ધબ દઈને જમીન પર ફસડાઈ પડ્યો અને એ મને મૂકી ચાલી ગયો.

મને એના પ્રેમની નિશાની અને જીવવાનું કારણ આપતો ગયો.

૯ મહિને જ્યારે નેહાંશ મારા હાથ માં આવ્યો. જાણે નેહલ જ પાછો આવ્યો એવું લાગ્યું. બસ એટલો જ અમારો પ્રેમ અને એટલો જ સમય પ્રેમ થી વિતાવેલો. નેહલ નેહાંશી", અને નેહાંશ મન માં વિચારું ફરી એ જ કુદરતી નામ નો કેવો મેળ છે નહિ? સામ્યતા છે ને?.. ખોળા માં રમતા એને નીરખી ને નેહલ ને યાદ કરતા સતત વિચાર્યા કરું આ જ કે કેવો છે મેળ ખરું ને? અને તરત જ એને હસી ને કહ્યું હમમ અને મે વ્હાલ થી ચૂમી લીધું એના કપાળ પર.


Rate this content
Log in

Similar gujarati story from Romance