STORYMIRROR

Pradip Chauhan

Romance

3  

Pradip Chauhan

Romance

નદી શા માટે રડે છે ?

નદી શા માટે રડે છે ?

2 mins
162

રાજ હઠ, બાળ હઠ, યોગી હઠ, શડકણી નારી હઠપુરણ કરવી ન સહેલી. 

ચોમાસામાં જમના નદીના કિનારા પર આવેલા રાજ મહેલમાં એક સમે અકબર શાહ સૂતો હતો. તેવામાં એકાએક નદીમાં સપાટાબંધ પાણીનું પુર આવ્યું. તેનો ખળખળાટ સાંભળી શાહ વિચાર કરવા લાગ્યો કે હમણા અરધી રાતની વખતે આ નદી રડે છે તેનું શું કારણ હશે ? હજી સુધી મારા રાજમાં કોઇ પણ દુ:ખી નથી છતાં શા દુ:ખથી નદી આટલો બધો વિલાપ કરતી હશે ? 

એજ વિચારની લ્હેરમાં ચઢી જઇને ચોકીદારોને બોલાવીને પૂછ્યું કે, આ સમે નદી શા માટે રૂદન કરી રહી છે ? આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી ચોકીદારોએ તેનો જવાબ ન આપવાથી શાહે તરત કેટલાક દરબારીઓને તેજ વખતે બોલાવીને તેજ સવાલ તેઓને પૂછવાથી, તેઓ તેનો જવાબ ન આપવાથી શાહે તરત બીરબલને બોલાવવા માટે સિપાહી મોકલ્યો. અરધી રાતે સિપાહીને આવેલો જોઇ, બીરબલ મન સાથે કહેવા લાગ્યો કે, 'હમણાં શું કામ હશે ? શા માટે બોલાવ્યો હશે ? ગમે તેમ હો. પણ જવું તો જોઇએજ ?' આવો વિચાર કરી તરત બીરબલ સિપાહી સાથે નીકળી શાહ હજુર આવી સલામ કરી શાહ આગળ આવી બેઠો. 

તે જોઈ શાહે તરત બીરબલને પૂછ્યું કે, 'નદી શા માટે રડે છે ?' શાહનો આ સવાલ સાંભળી બીરબલે મનમાં વિચાર કીધો કે, વરસાદના જોરથી એકદમ નદીમાં પુર આવ્યું છે, તેના ખળભળાટથી શાહ ઝબકી ઉઠ્યો છે, તેની શંકાનું સમાધાન કરવું જોઇએ. આમ વિચારીને બીરબલે કહ્યું કે, 'હજુર ! નદી રૂવે છે કારણ એ છે કે, નદીનું માવતર પર્વતમાં છે, અને સાસરૂં સમુદ્રમાં છે. માટે માવતરથી નીકળી પોતાના પતિ રૂપ સમુદ્રને મળવા જાય છે. માટે સંસારના વ્યવહાર પ્રમાણે સાસરે જતા, થતાં માબાપના વીયોગને લીધે રૂવે છે. એ સાંભળી શાહ ઘણો ખુશી થયો, અને ખરા કારણનો ખુલાસો જાણવામાં આવવાથી બીરબલની બુદ્ધિ માટે ઘણીજ તારીફ કરવા લાગ્યો. 

સાર - રાજા અને વિદ્વાનો ગમે તેવા બુદ્ધિવંત હોય પણ તેમના અંતરમાં જે શંકા ઉત્પન્ન થાય છે, તેનું સમાધાન અનુભવી, વિદ્વાન અને જ્ઞાની જ કરી શકે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance