STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Fantasy

4  

Kalpesh Patel

Drama Classics Fantasy

મોરિયા ~સુસુપ્ત લાગણી.

મોરિયા ~સુસુપ્ત લાગણી.

3 mins
3

મોરિયા ~સુસુપ્ત લાગણી.

ગ્રહ મંડળમા એક વધારે કૃતિમ ગ્રહ, મનાવે છોડ્યો, જ્યાં લાગણીઓ જોઈ અનુભવી શકાય.

સ્પેસ સેન્ટરે  છોડેલો અંતરીક્ષમાં આ નવો ગ્રહ, જે લાગણીઓનો પણ પ્રતિસાદ આપતો હતો
આ  ગ્રહ નું નામ પડ્યું 'મોરિયા' જ્યાં અહેસાસોથી બનેલું, પરંતુ એક જીવંત યાંત્રિક જગત ધબકતું હતું .

વિજ્ઞાનીઓએ ત્યાં યાત્રા કરવાની તૈયારી કરી, પણ 'મોરિયા' ગ્રહ ની એક શરત હતી:
પ્રથમ યાત્રિક એ બનશે, જે પોતાનું હૃદય ખુલ્લું રાખી શકે.

તેથી પસંદ થયો, અનિકેત, એક કવિ, જેની કલમમાં આનંદ દુઃખ અને પ્રેમ ત્રણેય સાથે જીવતા હતા.

આખરે મિશનનું યાન 'મોરિયા પર ઉતર્યું, તયારે ગ્રહની સપાટી રંગ બદલવા લાગી.
જ્યાં અકેતે પગ મૂક્યો, ત્યાં જમીન ગુલાબી થઈ ગઈ, જાણે પ્રેમની છાંયા.
જ્યાં તેણે પાંદડાને સ્પર્શ કર્યો, ત્યાં તેના કાને સંગીત ગુંજ્યું,જાણે કોઈ યાદ જીવંત થઈ આવી.

મોરિયા માં કોઈ  ભાષા બોલતું નહોતું.
બધા રોબોટ લાગણીઓ જતાવતા હતા

મોરિયાનાં મુક્ત વાતાવરણમાં,

અનિકેતે જયારે પોતાના ભૂતકાળના દુઃખો યાદ કર્યા, ત્યારે મોરિયાનાં પર્વતો ધૂંધળા થઈ ગયા.

અને જ્યારે તેણે તેની ગુજરી ચૂકેલી પ્રેમિકા અવની માટે કાવ્ય લખ્યું, ત્યારે 'લવરિયાનાં આકાશમાં ચાંદની ફેલાઈ.

અનિકેતે અનુભવ્યું..

'મોરિયા' એ માનવ જગતે બનાવેલ ગ્રહ કોઈ નહોતો…

એ તો એક “ભાવ ”નો  "ખ્યાલ" હતો, જ્યાં માનવી પોતાના દુઃખ ભૂલી દુનિયા જોઈ શકે.

અનિકેતે લોગ બુકમાં લખ્યું:

જયારે તે 'મોરિયા ગ્રહ પર ઉતર્યો અને ડગલા મંડ્યા.  ત્યારે મોરિયાની જમીન પણ તેના પગલાં સાથે રંગ બદલતી હતી, પાંદડાં સંગીત ગાતાં હતાં, અને આકાશ તેની લાગણીઓનો પ્રતિસાદ આપતું હતું.

તેને નોંધ્યું,આ કૃતિમ ગ્રહ પ્રવાસીના અંદરના અહેસાસોને જ પ્રતિબિંબિત કરે છે.

પણ અચાનક…

તેની સામે એક અજાણી છબી સામે આવી.

તે છબી પારદર્શક હતી, પણ તેની આંખોમાં જૂની અને જાણીતી ઓળખાણ હતી.
અનિકેતનું હૃદય ધબક્યું.

“અવની…”

તેની અકાળે ગુજરી ચૂકેલી  પ્રેમિકા, જેને તેણે વર્ષો પહેલાં ગુમાવી દીધી હતી,આજે તે મોરિયા ગ્રહની ભાવ ચેતનામાં જીવંત થઈ આવી.

અનિકેત ના દરેક પગલાં સાથે પગલાં મેળવતી અવની કંઈ જ બોલતી નહતી.
પણ તેની હાજરીથી મોરિયાની ગુલાબી જમીન ઉપર  એક અનેરી મહેકતી પ્રેમની છાંયા તેના પડછાયા સાથે ચાલતી હતી.

અનિકેત હવે વધારે સ્તબ્ધ હતો.

આખરે તેણે પૂછી લીધું, હું તો અહીં યાન જોડીને આવ્યો છુ.
પરંતુ..
અવની,
“તું અહીં કેવી રીતે પહોંચી ?”

અવની નીરઉત્તર રહી, તેના તરફથી કોઈ પ્રતિસાદ જણાતો નહતો.

શું આ સ્વપ્ન તો નથી ને, અનિકેતે તેના મનમાં વિચાર્યું.
ત્યાં
'મોરિયાનો પ્રતિસાદ આવ્યો:
ઓ પ્રવાસી
“અવની તારી સાથે જ હતી. જેને તું  કદી ભૂલ્યો નહતો;અમે તો, અહીં માત્ર તારી  સુસુપ્ત લાગણીઓને  આકાર આપી સાકાર કરી છે.”

અવની આગળ વધી લોરિયા નાં વાતાવરણ મા ઓઝલ થઈ ચુકી હતી .

તેના ક્ષણિક સ્પર્શથી અનિકેતના દુઃખ ઓગળી ગયા.

શું? મારી અવની, હજુ જીવંત હતી? કે માત્ર આ કૃત્રિમ ગ્રહે રચેલી આભાસી પરીકલ્પના.

અનિકેત માટે,
હાલ આવી વાતો નો કોઈ મતલબ નહોતો.

તેને લખ્યું :

મોરિયા માત્ર લાગણીઓનો યાંત્રિક ગ્રહ નથી …
એ તો સ્મૃતિઓનો ગ્રહ છે,જ્યાં લોકો તેઓના ગુમાવેલા પ્રેમને પણ ફરી મળી શકે.

અવનીનો સ્વર મોરિયાની વાદીમાં ગુંજતો હતો .

“અનિકેત, તું અહીં  એકલો નથી આવ્યો…તું મને પણ સફરમાં સાથે લઈ આવ્યો છે.”

અનિકેતની આંખોમાં આંસુ આવી ગયા.

તેણે યાનની લોગબુકના છેલ્લા પાને  લખ્યું:

આજે પૃથ્વીના યાનનું ભલે મોરિયા પર ઉતરાણ થયું , પરંતું વાસ્તવ માં તો આ સફરમાં અવનીનું મારા હૃદયમાં અવતરણ થયું છે.

અવની છોડી, તો અવની ફરી મળી.

અને કદાચ…

"આ જ મારા જીવનની સૌથી લાંબી યાત્રા હોઈ શકે .”
આમ....
યાન પરત ફર્યું ત્યારે અનિકેત એકલો નહતો.
~~~~~~
🍃 હાઈકુ
અનિકેત પગલે,
મોરિયા રંગે ઝળહળે—
અવની સ્મિતે।
~~~~~~

🌿 Epilogue 

અનિકેત — જેનું કોઈ એક ઘર નથી…
જે આખા બ્રહ્માંડને પોતાનું ઘર માને છે.
સંસ્કૃત મૂળ: “નિકેત” એટલે નિવાસ, ઘર. “અ” એટલે વિના. એટલે “અનિકેત” = એક ઘર વિહોણો.  
  
ધાર્મિક સંદર્ભ: આ નામ ભગવાન વિષ્ણુ, કૃષ્ણ અને શિવ માટે પણ વપરાય છે—કારણ કે આખું બ્રહ્માંડ જ તેમનું નિવાસ છે.

મોરિયા — નામ માત્ર ગ્રહનું નથી…
તે એક અર્થ ધરાવે છે:
હિબ્રુ મૂળમાં,
“Mor” એટલે સુગંધિત માયર (myrrh),
અને “Yah” એટલે ઈશ્વર.
એટલે “મોરિયા” —
“ઈશ્વર મારું આશ્રય છે”
અથવા
“સુગંધ જેવી સ્મૃતિમાં વસેલું પવિત્ર સ્થાન”

સુસુપ્ત લાગણી —
એ લાગણીઓ, જે આપણા અંદર ક્યાંક દટાયેલી હોય છે…
સમય, દુઃખ કે સ્મૃતિઓ નીચે સૂઈ ગયેલી…
પણ જ્યારે યોગ્ય ક્ષણ આવે—
ત્યારે એ ફરી જાગે છે…
અને આપણને પોતાની અંદર લઈ જાય છે.

મોરિયા એ જ ક્ષણ છે—

જ્યાં સુસુપ્ત લાગણીઓ
પ્રકાશ બની ફરી જન્મે છે

આ વાર્તામાં, મોરિયા એ એવું વિશ્વ છે—
જ્યાં લાગણીઓ અને સ્મૃતિઓ
આકાર લઈને જીવંત બની જાય છે.



Rate this content
Log in

Similar gujarati story from Drama