STORYMIRROR

Dabhi Kishor

Tragedy

3.7  

Dabhi Kishor

Tragedy

મોંઘા માસ્ક

મોંઘા માસ્ક

1 min
136


(લોકડાઉનનાં શરુઆતી તબક્કાની આ ઘટના છે.)

એક ઝૂંપડીની અંદર બે દિવસથી ભૂખી સ્ત્રી પોતાનાં ત્રણ માસનાં બાળકને ફાટેલા સાડલા વડે ઢાંકીને સ્તનપાન કરાવી રહી હતી.

એટલામાં અર્ધનગ્ન હાલતમાં શેરીમાં રમતું તેનું ચાર વર્ષનું બાળક ઝૂપડીનાં બારણાં પર આવીને પોતાની માતાને કાલીઘેલી ભાષામાં સવાલ કર્યો : "મા.......મા...... રોડ પરથી પસાર થતાં બધા લોકોએ મોંઢા પર રૂમાલ જેવું બાંધ્યું છે તે શું છે ?

મા બોલી : "એને 'માસ્ક' કહેવાય બેટા"

બાળક જીદ કરતાં બોલ્યું : મા....મા... મને પણ એ આલી આપને,મારે પણ મોંઢા પર બાંધવું છે બધાની જ

ેમ.

મા બાળકને એકીટસે તાકી રહી અને પછી બોલી : "બેટા આપણે એ બાંધવાની કોઇ જરૂર નથી"

માનો આવો જવાબ સાંભળીને બાળક ગુસ્સે થઈ બંને પગ પછાડતાં પછાડતાં રડમસ ચહેરે બોલ્યું : "કેમ ? આપણે ના બાંધવાના હોય ?"

મા ગળગળા અવાજે બોલી : "બેટા,આપણા શ્વાસ સોંઘા છે અને માસ્ક મોંઘા છે."

માનો જવાબ ના સમજાતાં બાળક પગનાં અંગુઠા વડે જમીન ખોતરવા લાગ્યું. સ્ત્રીનાં ખોળામાં સ્તનપાન કરતું બાળક થોડું સળવળ્યું અને અચાનક બાજુની ઝૂંપડીમાંથી કોઇની છાતી કૂટવાના અને રૂદનના સ્વરો ગૂંજી ઉઠયાં અને ધીરેધીરે આ સ્વરો વધુ ઘેરા થવા લાગ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy