STORYMIRROR

PRAJAPATI TARLIKA

Inspirational Others

4.0  

PRAJAPATI TARLIKA

Inspirational Others

મોં એટલી વાતું

મોં એટલી વાતું

1 min
204

આખું મેદાન જનમેદનીથી ભરાઈ ગયું. ગામના લોકો પૂરા ધ્યાનથી જાદુ જોઈ રહ્યા હતા. જાદુગર પોતાની હોશિયારીથી અને હાથની ચાલાકીથી એક પછી એક જાદુઈ કરતબ બતાવી રહ્યો હતો. ગામની સૌથી સુંદર પરી જેવી દેખાતી સોનલનું ધ્યાન જાદુ કરતાં જાદુગરમાં વધારે દેખાઈ રહ્યું હતું.

ગામના લોકોથી આ વાત છુપી ન રહી. સોનલને આમ જાદુગરમાં રસ લેતી જોઈને ગામલોકો અંદરોઅંદર ગુપસુપ કરવાં લાગ્યા. એક દિવસ સોનલ જાદુગર જોડે કંઈક વાત કરી રહી હતી ત્યારે સોનલનો ભાઈ તે બન્નેને જોઈ જાય છે.

સોનલનો ભાઈ તેને ત્યાંથી ખેંચીને ઘરે લઈ આવે છે અને સોનલને ધમકાવીને જાદુ જોવા જવાનું બંધ કરાવ્યું. પણ સોનલ એમ માને શાની ? સોનલ પોતાના ભાઈથી છુપાઈને રાતના અંધકારમાં જાદુ જોવાના બહાને પોતાના પ્રેમી ભરતને મળવા લાગી.

એક દિવસ અચાનક પરી જેવી સોનલ ગામમાંથી ગુમ થઈ ગઈ. આ સમાચાર વાયુવેગે ગામમાં ફેલાયા અને "મોં એટલી વાતું" તેવું વાતાવરણ બની ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational