Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

મનની વ્યથા

મનની વ્યથા

3 mins
353


 આજે સવારે નિલમ ફટાફટ તૈયાર થઈને નીચે આવી. આજે નિલમને જોવા છોકરા વાળા આવના હતા. નિલમ અંદર ખૂબ જ ખુશ હતી. નાનપણથી નિલમ અને ભરત સાથે ભણતાં હતા અને એકબીજાને પસંદ કરતાં હતાં. આ વાતની જાણ ફક્ત ભરતના પરિવારમાં ખબર હતી. નિલમની સુખની ઘડીઓ જાણે પગને ચૂમતી હોય એમ લાગતું હતું. નિલમ અને ભરત એકબીજાને જોઈ લીધા. સગપણ નક્કી થઈ ગયું. નિલમની ભાભી સ્વભાવે થોડી તીખી હતી. નિલમના ભાઈ-ભાભી અલગ રહેતા હતા. માતા પિતા સાથે કોઈ જાતનો સબંધ ન રાખતાં. પોતાની રીતે ન જીવતાં. નિલમ આમ તો ખુશ જ હતી સગપણ ગમતા છોકરા સાથે થયું ચિંતા અને મનની વ્યથાઓ ચકડોળે ચડતી હતી. દિલથી એમ થતું, મારા લગ્ન પછી મારા માતા પિતાને કોણ સાચવશે,તેમનું શુ થશે ?

નિલમના લગ્નને થોડા દિવસ બાકી રહયા. એક દિવસ છાના ખૂણે જઈ રડવા લાગી ત્યાં અચાનક ભરતનો ફોન આવ્યો. નિલમે ફોન ઉપાડ્યો રડતી હોવાનો અહેસાસ ભરતને થઈ ગયો,

ભરત કહે છે,"શું થયુ નિલમ કેમ રડે છે."

નિલમ: "કહી નહિ,મારે તને એટલું કહેવું હતું, હું આ લગ્ન નથી કરવા માંગતી."

ભરત: કેમ પણ,મારાથી શી ભૂલ થઈ ?

નિલમ: કંઈ ભૂલ નથી પણ મારા લગ્ન પછી મારા માવતરને કોણ સાચવશે,બીજું એ કે આપણે એકબીજાને પહેલાથી પસંદ કરીએ છીએ. તું મને ભૂલી જા. બીજે લગ્ન કરી લે.

ભરત: "ચિંતા ન કર નિલમ,બધું ઠીક થઈ જશે.

આમ,ભરતે સાંત્વના આપી નિલમને મનાવી લીધી.

નિલમ અને ભરતના લગ્ન થઈ ગયા. નિલમ સાસરે આવી ગઈ પણ તેના મનની વ્યથાઓ સતત આગહ કરતી.શું થશે મારા માવતર નું ? ઊગતાં સૂરજના કિરણો પહેલા નિલમ ઊઠીને તૈયાર થઈ ગઈ. સાસરિયાં પ્રથમ દિવસ હતો પણ મુંજાતી ન હતી કારણ કે પહેલાથી ભરતના પરિવારને ઓળખતી હતી. ભરતને બે બહેનો હતી નિલમને ખૂબ સારું રાખતી. સાસુ થોડાં જુનવાણી વિચારના હતા તેઓ માનતાં વહુ ને માન,મર્યાદામાં રહેવું જોઈએ. નિલમે સલવાર કમીજ પહેર્યો હતો જે ભરતની માતાને ન ગમતું. નિલમ આ વાતથી અજાણ હતી કે ભરતની માતા આટલા બધા રૂઢીચુસ્ત હશે. વહુને ફક્ત સાડી પહેરવી પડે એવું ભરતની માતા માનતા. દિવસ વીતતાં ગયા ભરતની માતા નિલમને કંઈ દીધું. સાડી પહેરવી પડશે. નિલમ સતત ચિંતામાં પડી ગઈ તેણે સાડી પહેરતા નહોતી આવડતી તે માનતી આજના સમયમાં કોણ સાડી પહેરે. સ્વતંત્ર જિંદગી જીવવા માંગતી હતી. આટલી મર્યાદા લાગશે એણે સપનામાં નહોતું વિચાર્યું. સતત નિલમ દિલથી મનોવ્યથા મુંઝવતી. તેણે નક્કી કરી લીધું હવેથી હું આજના સમયની છોકરી આવા રિવાજોને નહીં આવકારું. ભરતની બહેન અચાનક આવી ત્યાં નિલમ પણ ગભરાઈ ગઈ કહ્યું,

"શુ થયું શોભનાબેન અચાનક આવ્યા ?"

ભરતની માતા "શુ થયું બેટા ?'

શોભના: "મારા સાસુના ત્રાસથી કંટાળી ગઈ છું, મર્યાદા રાખવાની એ બધું મને ન ફાવે એટલે અહીં આવતી રહી."

ભરતની માતા નિલમ સામે જોઇને કહે ,"મારાથી પણ આ ભૂલ થઈ ગઈ નિલમ મને માફ કરી દે.આજે મારી દીકરીનું દુઃખ જેવું તને આપ્યું આજથી તું મારી દીકરી."

નિલમના આનંદનો પાર ન રહયો આ બધી વાત ભરતને કહી તે પણ આ વાત જાણી ખુશ થઈ ગયો. નિલમ ચા બનાવવા ગઈ, ત્યાં ફોન આવ્યો કે ભાઈ પર દેણા થઈ ગયા છે. મકાન પણ ગિરવી રાખવું પડ્યું. નિલમ ફટાફટ ત્યાં જાય છે ભાઈ અને ભાભીને માવતર પાસે લઈ જાય છે. નિલમના પિતા પૈસા આપીને દેણામાંથી મુકત કરાવે છે. સૌ સાથે રહેવા લાગ્યાં નિલમની ભાભી એ પણ માફી માંગી લીધી. નિલમ થોડી મુંજાયેલી જોઈ પિતા કહે છે,

શું થયું બેટા ?

ત્યાં ભરત આવે છે કહે છે, હું અને નિલમ એકબીજાને જાણતા હતા પ્રેમ પણ કરતા હતા આ વાત છૂપાવી રાખી.

નિલમના પિતા માફ કરી દે છે આમ, નિલમની વ્યથાઓ હતી તે પણ દૂર થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama