Sejal Ahir

Inspirational

3  

Sejal Ahir

Inspirational

ડૉકટર

ડૉકટર

1 min
181


 આજે "ડૉક્ટરનો દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા દોઢેક વર્ષથી તો જોઈએ છે ડૉક્ટરની આપણે કેટલી જરૂર છે રાત-દિવસ તનતોડ મહેનત કરીને કોરોના વાઇરસ જેવા રોગો સામે લડે છે. પોતાનો પરિવાર,બાળકોને મૂકીને પોતાની સેવામાં લાગી જાય છે. મને પણ એક અનુભવ યાદ આવે છે.

અમારી પડોશમાં રહેતા રંજનબેનને સારા દિવસ જતા હતા પણ બે મહિનામાં તેમને કસુવાવડ થઈ ગઈ. અંદરથી હિંમતથી હારી ગયા હવે મારે ક્યારેક મા નથી બનવું. આમ, થોડા સમય પછી તેમને સારા દિવસો રહ્યા. રંજનબેન ડૉક્ટરને બતાવવા ગયા. ચેકઅપ પછી થોડી તકલીફ ડોક્ટરે બતાવી. ડૉ. જિજ્ઞાસાની સલાહ મુજબ રંજનબેન કરવા લાગ્યા. એમ નવ મહિના વીતી ગયા. જોવા મળ્યું કે બાળક ઊંધું છે. નોર્મલ ડિલિવરી શક્ય નથી. રંજનબેનને એટલી પરિસ્થિત ન હતી કે સિઝેરિયનનો ખર્ચો ઉઠાવી શકે. કહે છે ભગવાનને મદદ કરવી હોય ગમે સ્વરૂપમાં આવે છે.

ડૉ. જિજ્ઞાસાબેન એક રૂપિયાનો ખર્ચ ન લીધો અને રંજનબેનને સિઝેરિયન ડિલિવરી કરાવી. તેમને દીકરીનો જન્મ થયો જાણે ખુદ લક્ષ્મીજી ખુદ પધાર્યા હોય એમ લાગતું હતું. રંજનબેનનો પરિવારમાં ખુશીઓનો પાર ન રહ્યો. રંજનબેનને ડૉ. જિજ્ઞાસાનો આભાર માન્યો અને નક્કી કર્યું મારી દીકરીને તમારી જેમ ડૉક્ટર બનાવીશ, જેમ તમે મારી મદદ કરી એમ મારી દીકરી ડૉક્ટર બનીને ગરીબોને મદદ કરશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational