મહેનતનું ફળ
મહેનતનું ફળ
એક દિયોદર નામનું ગામ હતું. તે ગામ ખુબ મોટું અને પ્રમાણમાં સ્વચ્છ અને સુંદર હતું. તે ગામમાં એક સુંદર પ્રાથમિક શાળા હતી. આ શાળાના શિક્ષકો ખુબ પ્રેમાળ અને માયાળુ સ્વભાવના હતા. આ શાળામાં ઘણા વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમાં એક મહેશ નામનો વિદ્યાર્થી પણ ભણતો હતો. આ મહેશ પગે અપંગ હતો. ભણવામાં ખુબ હોંશિયાર હતો.
તે શાળામાં એક વખત ખેલ મહાકુંભનું આયોજન થયું. તેમાં ઘણી બધી રમતો રમવાની હતી. શાળાના ઘણા બધા બાળકોએ એ ખેલ મહાકુંભમાં ભાગ લીધો. મહેશને પણ ખેલ મહાકુંભમા ભાગ લેવાની ખુબ ઈચ્છા હતી. પણ પોતે અપંગ હોવાથી ભાગ લઇ શક્યો નહિ. એટલે શાળાના બીજા બાળકો તેની મજાક ઉડાવતા હતા. મહેશને ખુબ જ દુ:ખ થયું. તે રડતો રડતો ઘર ગયો. તેણે રમત ગમત અને શાળા ઉપરથી મન ઉઠી ગયું.
ઉદાસ થયેલો મહેશ કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને બહાર જતો રહ્યો. તે ઘરેથી નીકળીને દૂર આવેલા એક પ્રાચીન જોગણીમાતાના મંદિરે ગયો. ત્યાં જઈને બેઠો. ત્યાં તેની નજર એક ખૂણામાં પડી. ત્યાં એક કરોળિયો વારંવાર દીવાલ પર ચઢવાની કોશિશ કરતો હતો. પણ વારંવાર નીચે પડી જતો હતો. પણ તે હાર માનતો ન હતો. તેણે દીવાલ
પર ચઢવાના પ્રયત્નો ચાલુ જ રાખ્યા. આમ કરતાં વારંવાર પડવાથી તેનો એક પગ ભાંગી ગયો. છતાં કરોળિયા એ હાર ન માની. અને છેવટે તે દીવાલ પર ચડી જ ગયો.
આ કરોળિયાને જોઈને મહેશને હિંમત આવી. તેણે વિચાર આવ્યો કે એક કરોળિયા જેવું જીવડું પગ ભાંગી જવા છતાં જો પ્રયત્ન કરીને સફળ બની શકે તો હું તો માણસ છું, હું કેમ સફળ ના બનું. બસ તેજ દિવસથી મહેશે કરોળીયાની જેમ મહેનત કરવાની ચાલુ કરી દીધી. તેણે વારંવાર પોતાને ગમતી રમતનો મહાવરો કર્યો. એમ કરતાં કરતાં એક વરસ વીતી જાય છે. શાળામાં બીજીવાર ખેલ મહાકુંભ આવ્યો. આ વખતે મહેશે પણ રમત ગમતમાં ભાગ લીધો. એક વરસની તેની મહેનત રંગ લાવે છે. અને તે રમત ગમતમાં પ્રથમ નંબર આવે છે.
તેણે સરકાર તરફથી મોટું ઇનામ મળે છે. વળી તે અપંગ હોવાથી તેને સરકાર તરફથી બીજી અનેક સગવડો અને સુવિધાઓ પણ આપવામાં આવી. તેણે મુસાફરી માટે બસમાં મફત હરવા ફરવા માટે પાસ પણ આપવામાં આવ્યો. શાળાના આચાર્ય તરફથી પણ મહેશનું શાળાના બાળકો અને શિક્ષકો વચ્ચે સન્માન કરવામાં આવ્યું. જે મિત્રો મહેશને ચીડવતા હતા, તે જ મિત્રો આજે હવે તેના પાક્કા દોસ્ત બની ગયા.