મેન ગેટ
મેન ગેટ
રાતનાં પોણા એક વાગે અમે 6 જણા વચ્ચે ચાલતી લુડો ગેમ રમી રહ્યા હતાં. ત્યારે અમે હોસ્ટેલ ના રૂમ નંબર 2 માં બધાં બેઠા હતાં... બીજા દિવસથી દિવાળીની રજાઓ પડવાની હતી. એટલે રાતનાં મેહફીલ થોડી વધારે લાંબી ચાલી...લગભગ અઢી વાગ્યાં હશે..મને જોરની બાથરૂમ લાગી ત્યાંથી હું ઊભો થઇ ને બહાર આવ્યો... જોયું તો રૂમની સામે ક્રિકેટનું મેદાન છે. ત્યાં ક્રિકેટની પીચ ઉપર અડધા પગ સુધી વરસાદનું પાણી ભરેલું છે.. થોડો ચાલ્યો અને હોસ્ટેલનો મેન ગેટ કોઈ ખોલતું હોય એવો અચાનક અવાજ થયો.. તરત જ મારી નજર ગેટ ઉપર પડી. ત્યાં કોઈ એ ગેટ ખોલીને કોઈ મારી સામે આવતું હોય એવું લાગ્યું પણ કોઈ દેખાયુ નહીં.. હું થોડો વિચારમાં પડી ગયો કે ગેટ ઉપરની લાઈટ ચાલુ છે. તો પણ કોઈ દેખાતું કેમ નથી થોડી વાર ગેટની સામે જોઈને ઊભો રહ્યો મનમાં ભયાનક વિચારોનું વાવાજોડું ચાલતું જ હતું.. તરત જ મારી બાજુમાંથી એક કૂતરું જોર જોર થી ભસતું ભસતું મેન ગેટ તરફ દોડ્યું.... આ દ્રશ્ય જોઈને હું તરત જ ત્યાંથી નીકળી ને ટોયલેટ તરફ જવા નીકળી પડ્યો.. મેં ત્યાંથી પગ ઉપાડયા પણ અચાનક મારાં પગે લકવો પડી ગયો હોય એવું લાગ્યું અને મારો પગ ઉપડ્યો જ નહીં....
હું થોડી હિંમત ભેગી કરી ને ટોયલેટમાં ગયો... થોડી વારમાં બહાર આવ્યો.. અને ટોયલેટની બાજુમાં કપડાં ધોવા માટેની જગ્યા હતી એમાં ચાર પાંચ જેવા નળ આવેલા હતાં.. હું ત્યાં બહાર ઊભો હતો અચાનક કોઈ નળ ચાલુ હોય એવો અવાજ મેં સાંભર્યો... હું ત્યાં હાથ ધોવા માટે ગયો તો જોયું કે બાજુવાળો નળ થોડો ચાલુ છે...
નળ ચાલુ છે પણ કોઈ દેખાતું કેમ નથી... એ વિચાર મારાં મનમાં આવવા લાગ્યો તરત જ હું એ નળ બંધ કરીને ત્યાંથી ઝડપથી નીકળીને દોડ્યો. પણ અચાનક મને પાછળથી કોઈએ જોરથી ધક્કો માર્યો અને મારો એક પગ ગટરનું ઢાંકણુ ખુલ્લું હોવાથી તેમાં જઈને પડ્યો... હું બહુ ગભરાઈ ગયો મારાં આખા શરીરમાં પરસેવો છૂટી ગયો અને કપાળમાં લાગેલો પરસેવો એ ધીરે ધીરે ચહેરા પરથી નીચે ઉતર્યો.
હું તે ખાડામાં પગ નીકાળતો હતો પણ કાદવ વધારે હોવાથી પગ નીચે જતો રહ્યો હતો
... પગ જલ્દી નીકળતો ન હતો.. એટલે બાજુમાં આવેલા આસોપાલવના ઝાડને પકડીને પગ બહાર નીકાળવાની કોશિશ કરતો હતો. અને ત્યાં પાર્કિંગના પતરા ખખડવાનો અવાજ આવવા લાગ્યો... તરત જ મારી નજર ત્યાં પડી પણ પતરા ઉપર ગેટની લાઈટ નો પ્રકાશ ત્યાં થોડો પડતો હતો. પણ કોઈ દેખાતું ન હતું અને નીચે કૂતરાનો ભસવાનો અવાજ આવતો હતો ...આ બધું દ્રશ્ય જોઈને મારું હૃદય ધ્રુજવા લાગ્યું... જોયું કે બધાં કૂતરા એ પતરા સામે જોઈને ભસે છે.. એટલી જ વારમાં જોરથી પગ બહાર નીકાળીને પાછો એ નળ જોડે હું પગ ધોવા ગયો..
ત્યાંથી પગ ધોઈને હું ઝડપથી ચાલવા લાગ્યો.... પણ પગ જ ઉપડતા ન હતાં. એવું લાગ્યું કે કોઈ કમરમાંથી પકડી લીધું હોય એવું લાગ્યું... એ વખતે મારાં મગજમાં કોઈ નો ખ્યાલ ન આવ્યો... બસ કઈ રીતે અહિયાંથી છૂટીને રૂમ નંબર 2 માં જતો રહું.... પણ એક મિનિટ નો રસ્તો એ દસ મિનિટ જેવો લાગ્યો .... ત્યાંથી ગમે તેમ કરીને હું રૂમ નંબર 2 ની સીડી ચડ્યો..
રૂમમાં બધાં ઊંઘી ગયાં હતાં.. ડીમ લાઈટ ચાલુ હતી જેવો હું રૂમમાં પહોચીને દરવાજો બંધ કરવા ગયોને, ત્યાંથી અચાનક મારાં રૂમ આગળથી કોઈ દોડીને ગયું હોય એવું લાગ્યું.. હું અચાનક ભડકી ગયો.... અને હૃદય ના ધબકારા ની ગતિ બહુ વધી ગઈ... રૂમનો દરવાજો બંધ કરું એ પેહલા ક્રિકેટના મેદાનમાં કંઈક અવાજ થયો.
હું બહુ ગભરાઈ ગયો હોવાથી મેં ગભરાતા ગભરાતા મેં મેદાન સામે નજર કરી.. જોઉં તો મેદાનમાં ભરેલા વરસાદના પાણીમાં કોઈ ચાલતું હોય એવો અવાજ થતો હતો.... એ જોઈને મેં તરત જ રૂમનો દરવાજો બંધ કરી દીધો.....
આ બધાં દ્રશ્યો મનમાં ચાલતાં જ હતાં... તેમ તેમ મારાં હૃદય ના ધબકારા બહુ જોરથી ચાલવા લાગ્યાં.... અને તે ધબકારાનો અવાજ મારાં કાનો સુધી આવવા લાગ્યો.... અને ત્યાંથી તે અવાજ ની સાથે સાથે મારા શ્વાસની આપ લે બહુ જોરથી વધી ગઈ હતી.... રૂમમાં પંખો ચાર ઉપર ચાલતો હતો.. અને મારાં આખા શરીરમાં ગભરાહટ ના લીધે પરસેવો છૂટી ગયો... ત્યાં જ ઊભો થઈને મેં પંખાની ગતિ વધારી અને બારીમાં પડેલી પાણીની બોટલ ઉઠાવીને મેં પાણી પીધું.... પછી પાંચ એક મિનિટ પછી પથારીમાં ઊંઘવા ગયો.. પણ ઊંઘ આવતી ન હતી.... ત્યાં જ મેં ખ઼ુદાને યાદ કરવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે ઊંઘી ગયો.