મધુરજની
મધુરજની
વિદાય વખતના હીબકા હજી પણ હૃદયમાં હેઠા બેસતા જ ન હતાં, માનસિક રીતે મહિયર છૂટ્યાની વેદના તો હતી જ અને છેલ્લા ચાર દિવસનો પ્રસંગનો જે થાક વર્તાયો ન હતો એ અચાનક શરીરને અનુભવાઈ રહ્યો હતો !
અકળ મુંજવણ અને આંખોમાં નિંદર સાથે બેઠેલી ભવ્યાના માથા પર એક પ્રેમભર્યો હાથ ફર્યો.
તેના પતિ અભયે પેઈન કિલરની એક ગોળી અને દૂધનો ગ્લાસ આપતા કહ્યું..
"લે ભવ્યા, આ ગોળી લઈને આરામથી સૂઈ જા !"
આજે થયેલા આપણા આત્મીય મિલનનો હરખ માણતાં જ મને ચાર-પાંચ દિવસો લાગશે હોં !"
હીબકાનું સ્થાન હાશકારાએ લીધું અને ભવ્યાનું મસ્તક આદરથી અભયના ખભા પર ઢળ્યું........!
નવો અને અજાણ્યો સંબંધ અચાનક પોતીકો બની ગયો.