માટીનાં બાળક
માટીનાં બાળક
"માટી" આ શબ્દ સાથે જ કેટલાય લોકો ને પોતાનું બાળપણ ને ચોમાસાની ભીની માટીની સુગંધ યાદ આવી ગઈ હશે.
પરંતુ આજની પેઢીને અને માટીને સોશ્યિલ ડિસ્ટન્સ થઈ છે. માટીમાં ના રમાય બીમાર પડાય આવું કેટલાય વાલી બોલતા હોય છે અને બાળક પાસેથી કુદરતના ખોળામાં રમવાનો આનંદ છીનવી લેવામાં આવે છે.
માટીમાં રહેવાથી બીમાર પડાતું હોત તો આજે બધા ધરતીપુત્રો બીમાર હોત ને એજ માટીમાં ઉગેલા ખોરાક ને લીધે બધા બીમાર હોત.
"માટી તો મિસરી" નંદ અને યશોદા ના પુત્ર પોતે શ્રી કૃષ્ણ ભગવાન માટી ખાવાની લીલા રચી અને પોતાના બાળ સ્વરૂપને સાર્થક કર્યું છે તો આપણે તો તુચ્છ માનવ છીએ આપણ ને શું થયું છે શા માટે આપણે કુદરત ને અવગણી અને જીવનમાં આંધડી દોટ મૂકીયે છીએ.
માઁ ના ખોળા માં અને કુદરતના ખોળામાં બાળક હંમેશા સુરક્ષિત રહેશે. મારું બાળક પણ માટીમાં રમે છે આ બદલ કેટલાય લોકો ટકોર પણ કરી ચૂક્યા છે અને હું મારી રીતે સાવચેતી રાખું પણ છું.
હાલ થોડા મહિના પહેલા અમારી સોસાયટીમાં એક ગામડામાં રહેતા એક પરિવારનું આગમન થયું અને બહુજ વિચિત્ર રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું લોકો જાણે કે કોઈ અજાયબ વસ્તુઓ જોતા હોય તે રીતે તેમણે નિહાળી રહયા હતા તેમનો પહેરવેશ, ગામઠી બોલી અને નાના બાળકની આંખોમાં હોય તેવું કુતુહુલ આ બધામાં નરી નિર્દોષતા હતી.
ચાર માણસનું કુટુંબ પતિ, પત્ની, અને કિશોરવયના બાળકો. તેમના આવ્યાના બીજા દિવસથી તેઓ શહેરની રીત ભાત શીખવા લાગ્યા, ત્યારે સાચ્ચેજ એવું લાગ્યું કે એક નિર્દોષ મૃગ જંગલમાંથી બહાર આવી અને શહેરની રીતભાત શીખી રહ્યું છે.
ટોળામાં અલગ તરી આવતા આ પરિવારના બાળક સાથે મારાં બાળકની મૈત્રી બંધાઈ અને પરિણામ સ્વરૂપ બંને એકબીજાના રંગમાં રંગયા મારાં બાળકની બોલીમાં ગામઠી બોલી ઉમેરાઈ, તે લખોટી, ધનુષબાણ, લંગડી, અને બીજી કેટલીય રમતો શીખ્યો એ સિવાય પણ ચિત્રો દોરતા પણ શીખ્યો જે તે બાળક પોતે રસ લઈને શીખવતો હતો અને તે બાળકની ગામઠી બોલીમાં શહેરી ઢબ આવી, તે મોબાઈલમાં ગેમ રમતા શીખી ગયો.
બંને બાળકો ને રમતા જોઈને એકજ વિચાર આવ્યો કે
"માટીનાં બાળક" જેવો આકાર આપો તેવા બને.
