STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

માટીમાંથી નીકળવું અને માટીમાં

માટીમાંથી નીકળવું અને માટીમાં

1 min
560


એક સમે શાહ અને બીરબલ નગરની બહાર ફરતા ફરતા એક જુના કબરસ્તાન આગળ આવી તેની કબરો જોવા લાગ્યા. એટલામાં એક માણસનો પગ એક કબર ઉપર પડ્યો જેથી તે કબરનો અડધો ભાગ ટુટી એકદમ નીચે બેસી ગયો તેની અંદર તપાસતાં એવો ચમત્કાર જોવામાં આવતો હતો કે મૃત કલેવરના જેવું એક હાડપીંજર દેખાતું હતું. તે કબર જોઇ શાહ ઘણો હેરત પામીને તે કબરની અંદરના ભાગને હાથ લગાડી તપાસી જોતાજ તે હાડપીંજર કેવળ માટી જેવું બની ગયું હતું, તેથી હાથ અડાડતાની સાથે ભાગીને ભુકા થઇ ગયું.

તે જોઇ એજ વખતે શાહે એક કવિતા ગાઇ કે,

બહોત લોગ એસેથે જીનકા હમેશાં,

સમીને બદનથા મહતર કફનથા

આવું શાહનું બોલવું સાંભળી બીરબલે કહ્યું કે,

જો કબર કહું ઇનકી ખોદી તો દેખા,

ના તારે કફનથા આ અજુએ બદનથા.

આ સાંભળી શાહ ઘણો ખુશી થયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics