મારી પ્રેમિકાને વ્હાલ ભર્યો પત્ર
મારી પ્રેમિકાને વ્હાલ ભર્યો પત્ર
મારી વ્હાલી પ્રેમિકા,
ફોર્માલિટી ની સાથે લેટર શરૂ કરું છું એટલે પૂછી લવ છું કે કેમ છે તુંં?
મને ખબર છે મારાં ગયા પછી તુંં સહેજ પણ મજા માં નથી, અને હું? હું પણ તારી જેમ જ તારી વગર જુરુ છું,
તને થતુંં હશે કે પ્રેમી તને ભૂલી એની લાઈફ માં વ્યસ્ત થઈ ગયો પણ મારી વ્હાલી મારાં દિલ ની વ્યસ્તતા તે આપેલા સ્પન્દનો ની અનુભૂતી છે અને મારાં મગજ ની વ્યસ્તતા તને વિચારતા રહેવું એ છે,
આ પત્ર અચાનક જ લખી રહ્યો છું, તુંં ખુબ યાદ આવી મને, તારી વાતો, તારો મારી માટે નો ઝરણાં ના ધોધ જેવો નિર્મળ, પવિત્ર, અને ધસમસતા પ્રવાહ જેવો પ્રેમ જેમાં વહી ને હું બસ તારો થતો થતો તારી અંદર સમાય ગયો જેમ ઝરણું વહેતું વહેતું નદી માં સમાય જાય.
કેટકેટલી વાતો અને આમ આખી આખી રાતો, તારું મળવું અને મને મળવા માટે કેહવું, તારું મને આમજ ભૂલ થી અડવું અને હાથમાં હાથ નાખી ને નિરાંતે બેસવું, હું એમ વિચારી મારો હાથ સરકાવતો કે કદાચ તને કંઈક નેગેટિવ વિચાર તો નહીં આવે ને મારાં વિષે? અને ત્યારે જ તારું હળવેથી મારાં હાથ ને રોકી લેવું, તારા હાથથી અલગ ન થવા દેવું,કેવી હતી એ ઘડીઓ, કેવો વહી ગયો એ વખત,
તને જોવા ની ઉત્સુકતા, તને સાંભળવા ની ઉત્કંઠા, તુંં ઓનલાઇન હો અને મારી સાથે ન હો ત્યારે તારી પર ખુબ વિશ્વાસ હોવા છતાં એકજાત ની બીક, રસ્તા પર મારી કારની સાથે ફરતી મારી નઝર તને જ શોધ્યા કરે, તને કેમ કરી ને પામીશ અને ક્યારે? એવો એક જવાબ વગર નો સવાલ,
ના !ના !હું નથી ભુલ્યો તને, તુંં હજી પણ મારી રૂહ ની સાથે એકાકાર થઇ જીવે છો બસ એજ કહેવા નું મન થયું અને લખવા બેસી ગયો... પણ... પણ...?
ક્યાં છો તુંં? ક્યાં મોકલું તને આ મારાં અંતર નો અવાજ જે લોહી ની સિયાહી થી મેં કાગળ પર ઉતાર્યો,
મને ક્યાં ખબર હતી કે આમ અચાનક જ તુંં મને ખરેખર એકલો કરી જઈશ,
મેં તો તને મારાં થી દૂર થવા માત્ર તારી ઇઝ્ઝત નો વિચાર કરી જ કહેલું, અને ત્યારે !ત્યારે તું મને એવુ કહેતી ને કે મારાં વ્હાલા પ્રેમી !તારા કહેવા પર હું મારી લાગણીઓને કેદ કરી તારાથી ઓઝલ થઇ જઈશ, કેમ કે તારા થી દૂર થવું એ તો અશક્ય જ છે.
મને ક્યાં ખબર હતી કે તુંં હસતી રમતી, ગુસ્સો કરતી, મને ખીજાતી, વારંવાર સ્ટેટ્સ બદલતી, મારી વિષે વાર્તા અને કવિતાઓ લખતી, આમ મને ખરેખર એકલો કરી જઈશ.
આજ તને ગયે કેટલો સમય થઇ ગયો આ દુનિયામાંથી, હજી પણ ત્યાંથી નીકળું છું જ્યાં તુંં સૂતી છો તો નહીં સમજાય તને શું સ્થિતિ થાય છે મારી,
કેમ કરી મેં તને પરાણે દૂર મારાંથી,?
આમ આવી રીતે વાયદા તોડી નીકળી ગયી તુંં બધા બન્ધનોમાંથી......
ખુબજ યાદ આવે છે તારી, ક્યાં શોધું તને..
મારી વહાલી પ્રેમિકા...
ક્યાં જઈ સાદ કરું તને?
તારો થઇ ચૂકેલો પણ પામી ન શકેલો પ્રેમી!