Shanti bamaniya

Children

3  

Shanti bamaniya

Children

મારી મોર્ડન મમ્મી

મારી મોર્ડન મમ્મી

1 min
279


મમ્મી :- તારા મોબાઇલનો વોલ્યુમ ઓછું કર અને મારી વાત સાંભળ, આ કચરા -પોતા કરી નાખ.

દિકરી:- હવે તો હું બૂમો પાડીને આખા વોટ્સએપમાં મારું દુઃખ જણાવીશ.

મમ્મી:- આ તારા દુઃખ જોડે મારા ભક્તિના, કથાના ફોટા પણ શેર અને લાઇક કરવાના છે.

દિકરી :- આ મારી મમ્મી પણ કંઇ ઓછી મોર્ડન નથી.

મમ્મી:- મેં તને લાઈક અને શેર કરવાનું કહ્યું છે, કોમેન્ટ કરવાનું નહીં.

દિકરી:- મમ્મી મારી સાથે પંગા લેવાનું રહેવા દો તમને ખૂબ ભારી પડશે.

મમ્મી: મને પણ આ મોડર્ન દિકરીને સીધી કરતા આવડે છે. જો તારા મોબાઇલનું ચાર્જર મારી પાસે છે.

દિકરી :- મમ્મી... મમ્મી... જલ્દી મારા મોબાઈલનું ચાર્જર આપો મારો જીવ જાય છે. હવે હું તમને હેરાન નહીં કરું.

મમ્મી: એટલું યાદ રાખજે હું પણ તારી મોર્ડન મમ્મી છું. 


Rate this content
Log in

Similar gujarati story from Children