Vishwadeep Barad

Comedy Drama Fantasy

3  

Vishwadeep Barad

Comedy Drama Fantasy

મારી ભાવિ પત્નિ !!

મારી ભાવિ પત્નિ !!

5 mins
7.9K



એરપોર્ટ સિક્યોરિટી ચેકની લાઈન ઘણીજ મોટી હતી પરંતુ મારી પાસે ઈનફ ટાઈમ હતો. મેં મારું ડ્રાવીંગ લાઈસન્સ અને ટ્રાવેલ આઈટેનરીની કોપી બહાર કાઢી રાખી હતી.’મીસ્ટર…હલો, હલો ! “યુ ડ્રોપ યોર ડ્રાઈવીંગ લાયસન્સ." (તમારું લાઈન્સન્સ નીચે પડી ગયું છે.) મારી પાછળ ઉભેલી બહુંજ ખુબસુરત છોકરી બોલી. અને ફ્લોર પર પડી ગયેલ મારું લાઈસન્સ મારા હાથમાં આપ્યું.’ "ઓહ! થેન્ક્સ અ લોટ, યુ સેવ્ડ માય લાઈફ! ’ ( આપનો ઘણોજ આભાર.,મારી જીદંગી જાણે બચાવી!). ’મારા લાઈસન્સ આઈ.ડી વગર મને આ સિક્યોરિટીવાળા રોકી રાખત..!’ ‘ધેટ્સ ઓકે!..’. ઉતાવળમાં આવું બને! મેં ફરી ફરી આભાર માન્યો..સિક્યોરિટીમાંથી પસાર થયો એ પણ મારી પાછળજ હતી. મારે ગેઈટ નંબર ૨૫ પર જવાનું હતું અને ઘડિયાળ તરફ નજર કરી તો હજું પ્લેનને એકાદ કલાકની વાર હતી. ખાસુ ચાલવાનું હતું. ગેઈટની નજીક ફાસ્ટ-ફૂડની ચાઈનીઝ ફ્રેન્ચાઈઝ હતી ત્યાં લાઈટ લન્ચ લેવા રોકોયો ત્યાં જ એ જ છોકરી બેઠી બેઠી ચાઈનીઝ-ફૂડની મજા માણી રહી હતી.’મે આઈ સીટ નેક્સ્ટ તું યુ ?"(હું તમારી બાજુમાં બેસી શકું?).’ઑફકોર્સ! મેં કહ્યું: “સિક્યોરિટી વખતે તમે જે..’ “એ અધવચ બોલી.. ‘મીસ્ટર!’ મેં કહ્યું મારું નામ: ‘નિમેશ છે.’ એમ કહી મેં હાથ લંબાવ્યો. તેણીએ મારી સાથે હાથ મિલાવી કહ્યું: “મારું નામ રુક્ષા છે ..આપને મળી ઘણોજ આનંદ થયો. મારે બોસ્ટન જવું છે અને હજું પ્લેન બૉર્ડીગ થવાને વીસ મીનિટની વાર છે’. ‘વોટ અ કો ઇન્સીડ્ન્ત! આઈ એમ ઓલ્સો ગોઇંગ ટુ બોસ્ટન!( કેવી અજૂકતી ઘટના કહેવાય..મારે પણ બોસ્ટનજ જવાનું છે).મેં કહ્યું : ‘આપણે સેઈમ પ્લેનમાં છીએ. તમારો સીટ નંબર શું છે? મારો આઈલમાં ૨૦ નંબર છે. તમારો?’ મારે વીન્ડો સીટ છે..નંબર ૩૧). ‘બોસ્ટનની ત્રણ કલાકની ફલાઈટ છે..પ્લેનમાં જો કોઈ સીટ નંબર ચેઈજ કરવા દેશે તો આપણે સાથે બેસીશું.’ ‘નો પ્રોબ્લેમ’ બૉર્ડીગનું એનાઉન્સમેન્ટ થયું. પ્લેનમાં મારી બાજુમાં બેઠેલી એક લેડીને મેં રીક્વેસ્ટ કરી: ‘વી આર ટુ ગેધર ..કેન યુ!(અમો સાથે છીએ..તમે..?) લેડી સીટ એકસચેઈજ કરવા તૈયાર થઈ ગઈ અને રક્ષા મારી બાજુમાં બેસી ગઈ! એકદમ સુંદર જાણે કે ઈશ્વરે નવરાશની ઘડીમાં શાંતીથી તેણીને ઘડી હશે! પહેલીજ નજરે તો મને કોઈ અમેરિકન જેવીજ લાગી એટલી એ રુપાળી હતી! પાંચ ફૂટની હાઈટ..સિંગલ–પાતળું બોડી! ઉંમર લાગે લગભગ ૨૦ વરસની આસ પાસ! મારી ઉંમર ૨૪ની..આપણો જો આની સાથે મેળ પડી જાય!.હું તો ખુશ પણ મારી મમ્મી પણ એટલીજ ખુશ થઈ જશે! હું તો સ્વપ્નની દુનિયામાં આળોટવા લાગ્યો!

‘નિમેશ! તમે શું કરો છો!’.

રક્ષા શું બોલી એ સ્વપ્નની દુનિયામાં ખોવાયેલો હું. કશો ખ્યાલ ના રહ્યો!

માફ કરજો ‘આપે શું કીધું?’ ‘ ‘તમો ખોવાયા, ખોવાયા લાગો છો!! તમો શું કરો છો?’

‘હા..માફ કરજો થોડા જોબના વિચારો માં..હું બોસ્ટનમાં કમ્પુટર સોફટ્વેર એન્જિનયર તરીકે જોબ કરૂ છું.’

‘હાઉ નાઈસ!(સારૂ કહેવાય)’ હું પણ બોસ્ટનમાં જ રહું છું.’ ‘મેં એન્જિનયરની ડિગ્રી ટેક્ષાસ એ. એન્ડ એમ. યુનિવસિટિમાંથી લીધી અને જોબ મને બોસ્ટનમાં મળી.’ ‘તમારો હવે શું પ્લાન છે?’ રક્ષાએ બહું સોફટ વોઈસમાં પુછ્યું. ‘જુઓને મારી મમ્મી હવે .’ ‘એજને કે હવે લગ્ન કરી લે. આપણાં દરેક ભારતીય મા-બાપની ભણી લીધા બાદ જેવી જોબ શરૂ કરીએ, એટલે..લગ્નની વાત પહેલાં.’ ‘તમારી વાત સો ટકા સાચી છે..મને લાગ્યું કે આ છોકરી ઘણીજ મોર્ડન અને સમજું છે. મેં વાત આગળ ચલાવી. એક વાત કહું?’ ‘જરૂર.’ હું છોકરી જોવા ભારત ગયો પણ એમને એમ પાછો આવ્યો. હું અહી જન્મ્યો છું અને ભારતમાં પરણી કોઈ પણ છોકરીને લાવીએ તો તેણીને અડજસ્ટ થતાં બે વરસ જેટલાં થઈ જાય.’ વચ્ચે વાત ઉમેરતાં રક્ષા બોલી: ‘અહીં જન્મેલી છોકારીઓ માટે પણ આજ પરિસ્થિતી ઉભી થાય છે. ભારતમાં અહીં જન્મેલી છોકરીને કોઈ ઓરથોડોક્સ છોકારો મળી જાય તો વાત ડીવોર્સ સુધી પહોંચી જાય! તેના કરતા અહીંજ જન્મેલા કોઈ ભારતીય છોકરા-છોકરીઓ મળી જાય તો અહીંના સામાજીક, કૌટુંબિક બાબતથી વાકેફ હોય્.’ ‘આ વાતમાં હું સો ટકા સહમત છું..કારણ કે અહીંની કૌટુંબિક વ્યવસ્થા ઘણીજ જુદી છે.’ ‘હું મનોમન ખુશ થયો કે રુક્ષાને મારા વિચારો કેટલા મેચ થાય છે! એ હસતાં હસતાં બોલી: હસબન્ડ-વાઈફ બન્ને જોબ કરતાં હોય તો વાઈફ રસોઈ બનાવે તો હસબન્ડ જમ્યાબાદ ડીશ વોશ કરી નાંખે, ટેબલ તેમજ્ કીચન સાફ કરી નાંખે..ઉપરાંત સવારે ઉઠી પત્નિ માટે કૉફી તૈયાર રાખે..ગારબેજ-બેગ બહાર મુકી આવે..ખરુને નિમેશ?’ ‘હા.હા જરૂર બન્ને જોબ કરતાં હોય તો એકાબીજાના સહકારથી જ ઘર ચાલે!’ ‘રક્ષા, તમારાં ને મારાં વિચારો..’ વચ્ચે બોલી: ‘વિચારો મળે છે..કારણ કે આપને બન્ને અહી જન્મ્યા છીએ.’ રક્ષા મને મળતાવડી અને એકદમ મોર્ડન વિચારોની લાગી. ‘એક્સ્ક્યુસમી રક્ષા, આઈ નીડ ટુ ગો ટુ વોશરૂમ.’ (રક્ષા , તકલીફ બદલ દરગુજર, મારે બાથરૂમ જવું પડશે)..એમ કહી બાથરૂમ તરફ ગયો. બાથરૂમ પ્લેનની પાછળના ભાગમાં હતું. ..મેં સેલ ફોન માંથી મારી મમ્મીને ફોન કર્યો: ‘મોમ આઈ હેવ અ ગુડ ન્યુઝ ફોર યુ.”..( મૉમ, તને એક સારા સમાચાર આપવાના છે)..’જલ્દી કહે’ ..નિમેશની મમ્મી ઉતાવળી બોલી..’શું સારા સમાચાર છે?’..’મૉમ, મારી સાથે પ્લેનમાં એક ઈન્ડીયન ગર્લ છે , મૉમ, ઐશ્વર્યા એની પાસે પાણી ભરે એવી સુંદર અને દેખાવડી છે, મેં તમને હમણાંજ સેલફોનમાંથી ફોટો ઈ-મેલ કર્યો.’ ‘હા હા, હું અબી હાલ મારી ઈ-મેલ જોવ છું. ‘ વાઉ! શી લુક્સ ગોરજીય્સ! ( તેણી તો પરી જેવી સુંદર લાગે છે). મૉમ પણ એકદમ આનંદમાં આવી બોલી ઉઠી.’કોન્ગ્રેચ્યુલેશન્સ માય boy’!( દીકરા મારા તને અભિનંદન)..’ ‘મૉમ, અમારી આ પહેલી મુલાકાત છે, પણ મને એવું લાગે છે કે હું પણ તેણીને ગમું છું, એ મારી ભાવિ પત્નિ બને તો મારું સ્વપ્ન સાકાર બની જાય!’.’ પ્લીઝ ફાસ્ન યોર સીટ બેલ્ટ. પ્લેન ઇસ લેન્ડીંગ રાઈટ નાઉ, ઓલ્સો ટુર્નઓફ યોર સેલ ફોન, કોમ્પુટર ઓર એની ઈલેકટ્રોનિક્સ ડીવૈસીસ.. ( સૌ પોતનો સીટબેલ્ટ બાંધી લો, પ્લેન લેન્ડીગ કરી રહ્યું છે, મોબિલ ફોન,કમ્પુટર અને બીજી ઈલેકટ્રોનિક્સ સાધનો બંધ કરી દો). મૉમ, હું લેન્ડ થયાં બાદ તમને ફોન કરું છું.’ ‘ઑકે,, બેટા, બાય…’

પ્લેન લેન્ડ થયું, રક્ષાની સુટકેસ મેં કમ્પાર્ટમેન્ટમાંથી ઉતારી દીધી..’થેંક યુ નિમેશ..યુ આર સચ અ નાઈસ જેન્ટલમેન!(આપનો આભાર, નિમેશ, તમે એક સારા સજ્જન વ્યકતિ છો). સુંદર સ્મિત આપી રક્ષા બોલી . મેં પણ સ્માઈલ આપી કહ્યું: ‘યુ આર વેલકમ!.’ બન્ને સાથે બેગ-કલેઈમ્સ તરફ જવા લાગ્યાં..ત્યાં બેગ-કલેઈમ્સ પાસે બે બાળકો અને એક છ ફૂટનો બ્લેક મેન(અમેરિકન કાળો હબસી)રક્ષાની નજીક આવ્યાં..’મોમ લવ યા…કહી રક્ષાને ભેટી પડ્યાં.. રક્ષા બન્નેને ભેટી પડી અને બાળકોને ઊચલી લીધા. તુરતજ તેણીએ પરિચય આપતાં કહ્યું: ‘પ્લીઝ મિટ માય હસબંડ હેન્રી એન્ડ માય ટુ બ્યુટીફૂલ ચિલ્ડ્રન નિકોલ એન્ડ પિન્ટુ ..'(આ મારા પતિ હેન્રી અને મારા સુંદર બાળકો..નિકોલ અને પિન્ટુ છે..એમને મળો)..


Rate this content
Log in

Similar gujarati story from Comedy