મારા માટે માં
મારા માટે માં
નિશા દિપક ને જમવાનું પીરસે છે. દિપક નિશા ને કહે જમવામાં દહીં નથી?
તમને કીધું હતું ઓફિસથી આવતા દહીં લઈ આવજો. દિપક કહે ભુલી ગયો. માં ને ગોલૂ ટીવી જોતા હોય છે. દિપક માં ને કહે માં દહીં લાવી આપોને. નિશા કહે માં ને શું લેવા મોકલો? ગોલૂ દહીં લાવી આપશે.
દિપક નિશા ને કહે કે ગોલૂ ટીવી જોવે છે તો માં દહીં લાવી આપશે. દુકાન પર માં દહીં લેવા જાય છે. નિશા ગુસ્સા થી દિપક ને કહે શું જરુર હતી આ ઉંમરે માં ને દહીં લેવા મોકલવાની? દિપક નિશા ને કહે ડૉક્ટરે માં ને ચાલવાનું કીધું છે. માં પોતાના માટે નહિ ચાલે પણ મારા માટે તો ચાલશે.