નંદુની છોકરી જવાન થઈ ગઈ
નંદુની છોકરી જવાન થઈ ગઈ

1 min

11.9K
સુરેશ અને રમેશ બન્ને એક એપાર્ટમેન્ટમાં રહેતા અને નોકરી પણ એક સાથે જ કરતા. સુરેશ-રમેશ જ્યારે નોકરી જવા માટે બસ-સ્ટોપ પર જતા, ત્યારે બસ-સ્ટોપની બાજુમાં ચાની લારી પર ચાની ચૂસકીની મજા માણતા. એમના એપાર્ટમેન્ટમાં રહેતા નંદુભાઈની છોકરીનો કોલેજ જવાનો સમય પણ એજ એટલે એ પણ બસ સ્ટોપ પર આવતી.
નંદુભાઈ ની છોકરી જોઈને સુરેશ ચાની ચૂસકી ની મજા માણતા માણતા એવી પણ મજાક કરી લેતો કે નંદુની છોકરી જવાન થઈ ગઈ. આવું અવાર નવાર થતું રહેતું. થોડા વર્ષો બાદ સુરેશની છોકરી મોટી થઈ, એટલે આગળ ના અભ્યાસ માટે બીજા શહેર મોકલવાની વાત આવી, ત્યારે સુરેશના મોઢેથી અનાયાસે નીકળી ગયું, સાચે નંદુની છોકરી જવાન થઈ ગઈ, અને આજ હું પોતે નંદુ બની ગયો.