મનની શાંતિ
મનની શાંતિ
એક દિવસ બુદ્ધ અને તેના અનુયાયીઓ ચાલતા ચાલતા એક થી બીજા શહેર જતા હતા. બુદ્ધને તરસ લાગે એટલે બુદ્ધ તેના અનુયાયીને અનુરોધ કરે છે કે કૃપા કરીને મને પાણી પીવરાવો મને તરસ લાગી છે. એક શિષ્ય પાણી લેવા નીકળી પડે છે. થોડે દુર જતા તેને તળાવ દેખાય છે. ત્યાં તળાવ માં ધોબી કપડાં ધોતો નજરે ચડે છે, બીજી તરફ એક ભેંસ તળાવ પાર કરીને બીજા કિનારે જાય છે. આથી તળાવનું પાણી કીચડથી ખરાબ થઈ જાય છે. શિષ્ય મુશ્કેલી માં મુકાઈ છે, કે બુદ્ધ માટે આવું કીચડ વાળું ગંદુ પાણી. પીવા માટે કેવી રીતે લઈ જવું. તેથી શિષ્ય પાણી લીધા વગર પાછો ફરે. અને બુદ્ધને કહે છે કે તળાવ માં ખુબજ કીચડ વાળું પાણી હોવાથી મને લાગ્યું કે તે પીવા લાયક યોગ્ય નથી. એટલે હું ખાલી હાથે આવ્યો.
બુદ્ધ અને તેના અનુયાયીઓ ઘણા થાકી ગયા હતા. એટલે બુદ્ધ અનુયાયી ને કહે કે આપણે ઝાડ ના છાંયે થોડો આરામ કરી લઈએ. લગભગ અડધા કલાક પછી બુદ્ધ શિષ્ય ને પાછા તળાવ પર પાણી લે
વા જવા માટે કહે છે. શિષ્ય આજ્ઞા નું પાલન કરવા ફરી તળાવ પાસે પાણી લેવા જાય છે. અત્યારે તળાવ માં એકદમ ચોખ્ખું પાણી હોય છે. શિષ્યએ પીવા માટે પાણી નો ઘડો ભરી લીધો અને બુદ્ધ જ્યાં આરામ કરતા હતા, ત્યાં આવી બુદ્ધને પીવા માટે પાણી આપે છે.
બુદ્ધ પાણી સામે જોઈ છે અને એ પછી શિષ્ય સામે જોઈને કહે, જુઓ શિષ્ય કીચડને શાંત થઈને નીચે બેસવા દેવું જોઈએ. તો પાણી પોતાની રીતે સ્વચ્છ થઈ જશે. તેના માટે તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. તમારા મન પણ ક્યારેક ખલેલ પહોંચે, એટલે મન પણ પેલા તળાવના કીચડ વાળા પાણી જેમ ખરાબ લાગશે. તમેં પણ થોડી શાંતિ રાખો, જેમ તળાવ ના પાણીમાં કીચડ થોડા સમય બાદ નીચે બેસી જાય અને પાણી પણ સ્વચ્છ થઈ જાય. તેવી રીતે આપણે પણ આપણાં મનમાં ખલેલ પહોંચે ત્યારે આપણે પણ મનમાં થોડી શાંતી જાળવવી જોઈએ, જેથી મન પણ તળાવના પાણી જેમ સ્વચ્છ થઈ જાય. અને આપણા મન માં જે ખલેલ પહોંચી હોય તેનાથી આપણે સ્વસ્થ થઈ જઈએ.