Kalpesh Suthar

Drama

5.0  

Kalpesh Suthar

Drama

માઁ

માઁ

4 mins
715


પ્રિયાનાં લગ્ન એક અમીર ઘરનાં દિકરા આરવ સાથે સાત વર્ષ પહેલાં થયાં હતાં. તેને એક બે વર્ષનો દિકરો રાહુલ હતો. તેઓ અમદાવાદમાં જ રહેતાં હતાં. પ્રિયાનું પિયર અમદાવાદથી થોડે દૂર એક ગામમાં હતું. ક્યારેક ક્યારેક પ્રિયા બે કે ત્રણ મહિને તેને પિયર રાહુલ સાથે જઇ આવતી. પરંતું પ્રિયાનાં પતિ આરવ તેને ઓફિસે નું કામ હોવાથી તેં એક મહિના માટે દિલ્લી જતો રહ્યો. પ્રિયા અને રાહુલ સાવ એકલા જ રહેતાં. 

         પ્રિયા એ તેને મમ્મી ને ફોન કાર્યો ને ઘણો સમય વીતી ગયો. એટલે પ્રિયા બેઠા બેઠા વિચારતી હતી કે મમ્મી ને મારી યાદ આવી નહીં હોય કે શું? કે પછી મમ્મી બીમાર હશે તો?. ભાઈ તેનુ ધ્યાન નહીં રાખતો હોય તો?. કાંઇક તો થયું છે ન્હીંતર મમ્મી મારાથી વાત કર્યા ને એક દિવસ પણ રહેતી ન હતી અને આજે છ મહિના જેટલો સમય થઈ ગ્યો છે. રાહુલ માટે પૌઆ અને ચા બનાવતી રસોડામાં વિચારતી હતી. ઘરનું બધું કામ પતી જાય એટલે શાંતિથી ફોન કરું મનમાં પ્રિયા વિચારીને એક ડીશમાં પૌઆ અને ચા ભરીને ટેબલ પર મુકી.

‌            "ટીન ટીન ટીન" પ્રિયા ની મમ્મીનાં ઘરનાં ફોનમાં અવાજ આવ્યો. કપડા ધોતી તે મમ્મી પોતાના હાથ તેની સાડીનાં એક છેડે સાફ કરીને ફોન ઉપાડ્યો. "હલો મમ્મી" પાતળો આવાજ સંભળાયો. પ્રિયા ની મમ્મી સામે થી પણ એક જવાબ આવ્યો " મારા દીકા " જાણે કે પ્રિયાની મમ્મી રડતી હોય એમ બોલી. "મમ્મી પહેલાં તો તારાથી ખૂબ જ નારાજ છું. તને મારી કયારેય પણ યાદ નાં આવી તુ કેવી માં" જાણે કે તેણી મમ્મીને પ્રિયા ટોકતી હોય તેમ બીલી. "એવું નથી બેટા આ કામ મારા થી દુર થાય તો ને, આખો દિવસ હું કામમાં હોવું છું અને તુ પણ કામ માં હોઈશ તેવું વિચારીને હું તને હેરાન કરવા નથી માગતી. " મમ્મી જ્યારે હું નાની હતી ત્યારે તો તું મને જે નાં આવડે તેં કામ શીખવાડતી હતી અને આજે તો તુ મને યાદ પણ નથી કરતી,જ્યારથી રાહુલ થયો છે ત્યારથી તો તુ સાવ મને ભૂલી ગઇ છે. તારી કોઈ તો ફરજ હોય કે નહીં કે મારે કેવી રીતે પરિવારને રાખવો અને રાહુલનું કેવી રીતે મારે તેનુ ધ્યાન રાખવું" એક ઝાટકે પ્રિયા એ તેણી મમ્મી ને ત્રાટકાવી દીધી. "એવું કાંઇ નથી કે મારે તારી ચિંતા થતી નથી પણ".ઢીલા અવાજે તેની મમ્મી બોલી. "તું બીમાર છે કે શું આમ ઢીલી કેમ બોલે છે"

‌ચિંતા વ્યકત કરતી હોય તેમ પ્રિયા બોલી.

          " મમ્મી તું અહિયાં આવે છે હો હું રાજેશભાઇ ને કહી દઈશ કે તને બસ સ્ટેન્ડ સુધી મુકી જશે ". "નાં મારે ત્યાં નથી આવવું હુ કોઇક દિવસ આવીશ, પહેલા તું આવી જા અહિયાં, આમેય કેટલા મહિના થઈ ગયા છે તને અને રાહુલિયાને દેખાયા ને"?  "નાં મમ્મી રાહુલ નાં પપ્પા દિલ્લી ગયાં છે તો અમે નહીં આવી એ તેં આવશે પછી અમે આવશું" પ્રિયા રડતી રડતી બોલી. " સારૂં બાય તાર" તેની મમ્મી ફોન મુકી ને તેં સીધી હોલમાં જઇને કબાટમાં પડેલી ગોળીઓ અને દવા કાઢી અને પાણી લેવાં માટે રસોડામાં ગઈ. એક પાણી નો ગ્લાસ લઇ આવી ને ગોળીઓ જેવી મોં માં મુકવા જતી હતી ત્યાંજ તો? સામે તેની એકની એક દિકરી પ્રિયા. ગ્લાસ અને ગોળીઓ સાઈડમાં મુકી ને પ્રિયા ને અંદર બોલાવી અને એક ચુંબન કર્યું. " મમ્મી આ શું તુ તો કહેતી હતી કે મને કાંઇ નથી થયું તો આ દવા અને આ ગોળીઓ શેની લે છે" પ્રિયા દવા હાથમાં લઇને બોલી. "આતો થોડી શર્દી થાય અને તાવ છે બસ ડોકટર થોડી દવા આપી છે એટલે મટી જશે" પ્રિયા ને પાણી નો ગ્લાસ આપતાં કહ્યું.

             મહેશ ભાઈ ત્યાંજ ઓફિસેથી ઘરે આવી પહોંચ્યાં.

"મહેશભાઈ મમ્મીને શું થયું છે".

" કાઈ નથી થયું મમ્મી ને પ્રિયા".

"નાં મમ્મીને કઈક તો એવી બીમારી છે જે મારાથી તમે છુપાવો છો".

"કાંઇ એવી બીમારી નથી કે તારા થી અમે છુપાવીએ".

" નાં મમ્મી ને બ્લડ કેન્સર છે મને ખબર છે હો મહેશભાઈ".

" તને કેવી રીતે ખબર કે..?"

" હું પણ એક માં છું મને ખબર પડે છે કે માં ને પીડા થાય તો એક દિકરીને ખબર પડી જતી હોય છે, મને રાહુલના પપ્પા એ કહ્યુ તમારી બીમારી વિશે".

" આરવકુમાર પણ નાં પાડી હતી ને મહેશ નાં કહીશ તેમણે , તેમનાં મનમાં પણ નથી ટકતી"

" મમ્મી હવે હું આવી ગઈ છું તને કાઈ નહીં થવા દઉ, તારું બધું ધ્યાન હવે હું રાખીશ"

" નાં દિકરી તું ત્યાંજ અમદાવાદ આરવકુમાર પાસે રહેજે અહિયાં તારે રહેવું ઠીક નથી"

" નાં મમ્મી હું તને આમ છોડી ને કયારેય નહીં જવું અને હા રાહુલના પપ્પા અહિયાં એકાદ મહિને આંટો મારશે તું જીવીશ ત્યાં સુધી અહીંયા જ રહીશ, આખરે હું પણ એક માઁ છું, મમ્મી તને આમ કેવી રીતે મુકી દઉં"

 પ્રિયા તેની મમ્મી ને ગળે લગાવી ને રડવા લાગી

બોધ:- આ વાર્તામાં એવું નથી કહેવામાં આવ્યુ કે તમારી દેખરેખ માત્ર તમારી માતા જ રાખે. ક્યારેક ક્યારેક તેમની દેખરેખ આપણે પણ રાખવી પડે.


Rate this content
Log in

Similar gujarati story from Drama