બાળપણના મિત્રો
બાળપણના મિત્રો
શેરગઢ નામનું એક ગામ અને તેં ગામનાં એક છેડે આવેલી પ્રાથમિક શાળા. આ શાળામાં રાજુ, મહેશ અને નરેશની મિત્રતા વખણાય. આખી શાળામાં આ ત્રણેય આખો દિવસ સાથે હોય. તેમાં રાજુ ભણવામાં હોશિયાર અને મહેશને પણ થોડુ ધણું વાંચતા અને લખતા આવડે જ્યારે નરેશને ન તો વાંચતા આવડે કે ન તો લખતા આવડે. નરેશ ખાલી શાળામાં તેનાં બે જ મિત્રોને જ મળવા માટે જ શાળાએ જતો. શેરગઢ પ્રાથમિક શાળામાં માત્ર સાત ધોરણ જ હતાં અને આ મિત્રો પણ સાત ધોરણ ભણીને આગળ ભણવા માંગતા હતાં. નરેશનો પરિવાર ગરીબ હોવાથી તેં આગળ ભણી ના શક્યો. જ્યારે રાજુ તેનાં પરિવાર સાથે બહાર બીજા શહેરમાં રહેવા માટે જતો રહ્યો. રહ્યો પેલો મહેશ તો તેને ભણવું ના હતુ પણ તેનાં મામા આવ્યાં અને તેને પણ લઇ ગયા.
નરેશ સાવ એકલો પડી ગયો. તેં ગામમાં રહીને ખેતરનું કામ કરતો અને પશુપાલનનું પણ કામ કરતો. ક્યારેક ક્યારેક તે પેલા ગામનાં તળાવે જઇને ટેકરી પર બેસતો અને તેનાં મિત્રો સાથે જે આ જ તળાવમાં જે નાહ્યા અને તેં ખૂબ જ રમત રમ્યા હતા તેને દરરોજ આવીને આ તળાવની ટેકરી પર બેસીને યાદ કરતો. આજ તળાવમાં ત્રણેય મિત્રો એ તરતાં શિખ્યું હતુ. શાળામાં ક્યારેક જો રાજા હોય તો પણ તેઓ તળાવની ટેકરી પર આવીને બેસતા. સમય વીતતો ગાયો. આમને આમ દસ વર્ષ થઈ ગયા.
એકવાર રાજુ તેને પરિવાર સાથે પોતાના વતન આવ્યો અને મહેશને પણ તેનાં મામા તેને ઘરે મુકી ગયા. રાજુ અને મહેશ માલ્યા મળ્યા અને તેમનાં બાળપણની
વાતો કરી. રાજુને તેનો મિત્ર નરેશ યાદ આવ્યો. ઝટ રાજુ અને મહેશ તેને નરેશનાં ઘરે ગયા અને તેના માતા અને પીતાને મળ્યા.રાજુ એ કહ્યું,
'કયાં અમારો ગોઠી નરિયો ?"
'ખેતરે ગાયો ચરાવવા ગયો છે' નરેશની માતા એ પાણીનો લોટો આપતાં કહ્યુ.
ત્યાંજ ઘરની ડેલીએ ગાયો અને ભેંસો આવી ગઇ તેમના ગાળામાં ઘંટડી વાગતી હતી. રાજુ અને મહેશ આમ રાજી રાજી થઈ ગયા જાણે કે નાના બાળકને જોઈતું રમકડું મળી ગયું હોય ને તેંવી ખુશી આ રાજુ અને મહેશના મોઢા પર જોવા મળી. પણ એક સમય માટે આ ખુશી ગાયબ થઈ ગઇ. કારણ નરીયો ગાયો ભેગો ના હતો.
"આ છોકરાનું શું કરવું મારે આજ પણ ગાયો અને ભેંસોને એકલા મુકીને જતો રહ્યો ?" નરીયાની મા ગાયો અને ભેંસોને ખુટે બાંધતા બોલી.
"હોવે તો તમને નરીયો ત્યાં જ મળશે જયાં તમે તેને મુકી ને ગયા હતાં અને જયાં તમારું બાળપણ વીત્યું હતુ. રાજુ અને મહેશ સમજી ગયાં. ફટાફટ તેઓ તેમનાં બાળપણમાં ગયા એટલે કે પેલી ટેકરી પર પહોંચ્યા. રાજુ અને મહેશ સીધા જ તળાવમાં પડ્યાં. ત્યાંજ નરીયો રાજુ અને મહેશને જોઈને રાજીનો રેલમછેલ થઈ ગાયો. જાણે કે તેને બધું મળી ગયું હવે તેને કાંઇ જોઈતું નથી. રાજુ અને મહેશ તેને બાળપણના ભેરૂને જોઈને નરેશ રડવા લાગ્યો. ત્રણેય તળાવમાં તરતાં જાય અને પોતપોતની વાતો કરતાં જાય. "તમને હવે મારી યાદ આવી એમને" નરીયો કહેતો જાય અને ત્રણેય મિત્રો એકબીજા પર પાણી ઉછળતા જાય.