Mer Mehul

Drama Fantasy

3  

Mer Mehul

Drama Fantasy

મા વિના સુનો સંસાર

મા વિના સુનો સંસાર

4 mins
15.4K


ગોળ વિના મોળો કંસાર અને મા વિના સુનો સંસાર

અજય અંજુબેનનો એકનો એક દીકરો હતો,જ્યારે અજય દસ વર્ષનો હતો ત્યારે જ એક ટ્રક દુર્ઘટનામાં તેના પિતાનું મૃત્યુ થયું હતું.અજયના કોઈ ખાસ દોસ્ત હતા નહિ,તેના પપ્પા કહો, દોસ્ત કહો કે મમ્મી કહો તે બધું જ અંજુબેન હતા.અજયને કાકા-દાદા એવું કોઈ હતું જ નહિ અને જે દૂર દૂરના સંબંધીઓ હતા તેઓએ ઘરમાં મુખ્ય વ્યક્તિ ન હોવાને કારણે સબંધ તોડી નાખ્યા હતા.અંજુબેન પોતાના દીકરાને પેટે પાટા બાંધીને ઉછેરતા હતા તે માટે અંજુબેન બીજાના ઘરના વાસણ-પોતા અને કપડાં ધોવા જેવા કામ પણ કરતા હતા.

અજય પણ ભણવામાં હોશિયાર હતો, જ્યાં ભણવા માટે લાખો રૂપિયા થતા હતા ત્યાં તેણે પોતાની હોશિયારી બતાવતા શહેરની ઉચ્ચ કક્ષાની કૉલેજમાં સ્કોલરશિપ દ્વારા એડમિશન મેળવ્યું હતું.

યૌવનમાં ડગ માંડતા અજયના દિલમાં એક આરાધના નામની કોયલ વસી ગયી હતી.ઓગણીસ વર્ષની ઉંમરે પણ અજય મેચ્યોર થયી ગયો હતો તેથી પોતાના માટે કંઈ વાત સારી છે અને કઈ વાત ખરાબ એ તે બખૂબી જાણતો હતો. એટલા માટે જ બે વર્ષ પસાર થઈ ગયા હોવા છતાં તેણે આરાધનાને પોતાના દિલની વાત કહી ન'હતી.અજયના કૉલેજમાં પણ ખાસ કહી શકાય તેવા કોઈ દોસ્ત હતા નહિ કે જેને પોતાના દિલની વાત જણાવી શકે.

અજય નાનામાં નાની વાત તેની મમ્મીને કહી દેતો,પણ આ વાત તેણે બે વર્ષ સુધી છુપાવીને રાખી હતી. જ્યારે પાણી નાક ઉપર ચડવા લાગ્યું ત્યારે અજયે વિચાર્યું કે હવે મમ્મીને વાત કરવી.

“મેં તેને જ્યારથી જોઈ છે ત્યારથી જમવાનું ભૂલી ગયો છું મમ્મી,રાત્રે નિંદર પણ નહિ આવતી”અજય તેની મમ્મીના ખોળામાં માથું રાખીને વાત કરતો હતો.

“તો એકવાર કહી દે ને બેટા તારા મનની વાત”અજયના મમ્મીએ કોઈપણ સવાલ કર્યા વિના અજયના વાળ પસરાવતા કહ્યું.

“કાલે સવારે મેં તેને વાત કરવા માટે કહ્યું છે,તે મને એકલી મળવા માટે માની ગયી છે અને એ વાતનો જ ડર લાગે છે મમ્મી,હું તેને શું કહીશ?,વાત કરી શકીશ કે નહિ?,તે મારો પ્રસ્તાવ સ્વીકારશે?”અજયે પોતાના દિલની મૂંઝવણ મમ્મીને કહી.

“તું આટલું બધું કેમ વિચારે છે દિકા?,તારે માત્ર તારી વાત રજૂ કરવાની છે,બીજુ બધું તેને વિચારવા દે.”અજયના મમ્મીએ વહાલથી અજયને સમજાવ્યો.કાલે સવારે શું થશે તેના જ વિચારમાં અજય તેના મમ્મીના ખોળામાં માથું રાખીને સુઈ ગયો. અજયના સુઈ ગયા બાદ તેના મમ્મીએ દીવાલ પર લટકતા અજયના પપ્પાના ફોટા તરફ જોયું.

“અજયના પપ્પા જોયુને છોકરો મોટો થતો જાય છે, તમે કહ્યું હતું ને મારા દીકરાને મોટો વ્યક્તિ બનાવજે,મેં તેને એવા સંસ્કાર તો આપ્યા જ છે કે એક દિવસ તમારું ખોવાયેલું નામ ફરી ઉજાગર કરશે.”આટલું કહેતા અજયના મમ્મીની આંખમાંથી આંસુ સરી પડ્યા અને તે આંસુ અજયના ગાલ પર પડ્યા.

પછીના દિવસે સવારે અજય વહેલા તૈયાર થઈ ગયો,મમ્મીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા.

“બેટા આજનો દિવસ તારી જિંદગીનો સૌથી સારો દિવસ જાય તેવા મારા આશીર્વાદ છે.”અજયના મમ્મીએ આશીર્વાદ આપતા કહ્યું,અજય કૉલેજ જવા નીકળી ગયો અને તેના મમ્મીએ તેના પતિના ફોટા સામે સળગતા દિવા બાજુ નજર કરી.એકાએક પવન ફૂંકાયો અને દીવો બુજાઈ ગયો.અજયના મમ્મીના મનમાં અમંગળ વિચારો આવવા લાગ્યા,એ જ વિચારો સાથે તે માર્કેટમાં વસ્તુ લેવા નીકળી ગયા.

અહીં અજયે તેની બે વર્ષ જૂની બેસ્ટ ફ્રેન્ડ આરાધનાને મમ્મીએ સમજાવ્યો હતો તેમ પોતાના દિલની બધી જ વાત કહી દીધી.આરાધના તો છેલ્લા એક વર્ષથી આ દિવસની રાહ જોઇને બેઠી હતી.અજયની દરખાસ્તને તેણે સ્વીકારી લીધી.બંને એક જ કાસ્ટના હતા અને અજય સારો છોકરો હતો એટલે સબંધ આગળ વધી શકે તેમ હતો.

અજયે આ ખુશી શૅર કરવા પહેલા તેની મમ્મીને કૉલ લગાવ્યો પણ નંબર કવરેજ ક્ષેત્રની બહાર આવતો હતો.તેણે આરાધનાને ઘરે લઈ જઈ સરપ્રાઈઝ આપવાનું વિચારી મોબાઈલ પોકેટમાં રાખી દીધો.

અહીં અજયના મમ્મી ઘરની બહાર નીકળી રોડ ક્રોસ કરવા જતાં હતાં ત્યાં જ એક ટ્રકે તેને અડફેટે લઈ લીધા. થોડીવારમાં ત્યાં ટોળું એકઠું થઈ ગયું અને તે સ્ત્રીને હોસ્પિટલ પહોંચાડવા મહેનત કરવા લાગ્યું.108 માં અજયના મમ્મીને હોસ્પિટલ તરફ લઈ જવામાં આવ્યા પણ રસ્તામાં જ તેની જિંદગીનો દીવો બુઝાઈ ગયો.

બધી વાતથી અજાણ્યો અજય તેની આરાધના સાથે ખુશીની પળો મનાવતો હતો.ત્યારે તેના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો અને હોસ્પિટલ પહોંચવા કહ્યું.અજય અને આરાધના હોસ્પિટલ પહોંચ્યા.અજયને શબઘરમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેના મમ્મીની લાશ રાખવામાં આવી હતી.અજયે તેની મમ્મીનો લોહી વાળો ચહેરો જોયો,તેને ત્યાં જ ચક્કર આવી ગયા અને નીચે ઢગલો થઈ ગયો.

પાડોશીઓની મદદથી અજયની મમ્મીને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા અને ત્યારબાદની વિધિની પણ જવાબદારી તેઓએ સ્વીકારી લીધી હતી.

અંજુબેનના બારમામાં ઘણા લોકો આવ્યા હતા.ટોળામાંથી ચર્ચા થતી હતી,"આને તો પપ્પા પણ નથી અને હવે મમ્મીનો પરછાયો પણ માથાં પરથી જતો રહ્યો,હવે શું થશે આનું?”

એક મહિના સુધી અજય આરાધનાના ખોળામાં માથું રાખીને રડતો રહ્યો,આરાધના મળી ગયી હોવા છતાં અજય જમવાનું ભૂલી જતો અને રોજ રાત્રે તેને નિંદર પણ આવતી નહિ.અજય ખુશ રહે તે માટે આરાધના અનેક પ્રયાસો કરતી પણ અજય તો જીવતી લાશ જ બની ગયો હતો.

એક દિવસ ફરી અજયના ઘરની સામે રોડ પર એક્સિડેન્ટ થયું,ફરી ત્યાં લોકોનું ટોળું વળી ગયું.ટોળામાં ચર્ચા થતી હતી,"આને તો પપ્પા પણ ન'હતા અને હવે મમ્મી પણ ન'હતા,બિચારો કેટલા દિવસ આમ એકલો જીવેત,આ દિવસ આવવાનો હતો." થોડીવાર વાતાવરણ શાંત રહ્યું અને ફરી એકવાર ટોળામાંથી એક અવાજ આવ્યો, “ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર.”


Rate this content
Log in

Similar gujarati story from Drama