Mer Mehul

Others Romance Tragedy

4  

Mer Mehul

Others Romance Tragedy

અફસોસ

અફસોસ

5 mins
14.3K


હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા.

વીસ વર્ષની ઉમરનો એક છોકરો પગથિયાં પર બેસીને પોતાના શૂઝની લેશ બાંધતો હોય છે. જેમ તપસ્યા તેની સામે એકી નજરે જોતી હોય છે તે જ રીતે પેલો છોકરો પણ એક નજરે તપસ્યા સામે જુવે છે. બંનેની નજર એક થાય છે. બે મિનીટ માટે આંખોનો પલકારો માર્યા વગર જ આ સિલસિલો ચાલે છે. રસ્તામાં પણ તે પેલા છોકરા વિશે જ વિચારે છે. તેને ફરી તે જ છોકરાને જોવાની ઈચ્છા થઇ છે પણ કોણ હશે તે છોકરો ? આ પહેલા તો નહિ જોયો ક્યારેક ત્યાં.

તપાસ કરતા જાણવા મળ્યું કે, પાંચ નંબરના ફ્લેટને મકાનમાલિકે કોલેજનાં છોકરાંઓને રેન્ટ પર રેહવા આપ્યો છે. થોડા દિવસ તે ન દેખાયો. કદાચ ઘરે રજાઓમાં ગયો હશે આમ વિચારી તપસ્યા પછી તે વાતને થોડા દિવસમાં ભૂલી ગઈ.

એક દિવસની વાત છે. તપસ્યા સવારના સમયે સાયકલીંગ કરવા માટે સોસાયટીનાં મેઈન રોડ પર જતી હોઈ છે જ્યાંથી સોસાયટીની અંદર જવા માટેના બધા જ રસ્તા નીકળતા હોઈ છે. અચાનક જ એક ટક્કર અને તપસ્યા નીચે પડી જાય છે. તપસ્યા એક બાઈક જોડે અથડાય છે. બાઈકસવાર પણ પડી જાય છે. તપસ્યા ગુસ્સામાં કૈક બોલવા જાય છે પણ બાઈકસવારનો ચહેરો જોઈ તે ચૂપ થઇ જાય છે. તે બીજું કોઈ નહિ પણ પેલો છોકરો જ હતો જેના વિશે થોડા દિવસથી વિચારતી હતી. છોકરાને પણ યાદ આવે છે કે આ ‘પેલી’ છોકરી જ છે. બંને શરમાય જાય છે. કોઈ કઈ બોલી નથી શકતું.

તપસ્યા બીજા દિવસે તે જ રસ્તા પરથી સાઈકલીંગ કરવા નીકળે છે, પેલો છોકરો ત્યાં પેહલેથી જ હાજર હોઈ છે. પણ બંને નજરોની મુલાકાતથી આગળ નથી વધતા. હવે આ સિલસિલો રોજનો થઇ ગયો હતો પણ બંનેમાથી કોઈ કઈ બોલી જ નહોતું શકતું. કદાચ બંનેમાંથી કોઈનામાં એટલી હિમત જ નહોતી સામે ચાલીને વાત કરવાની.

તપસ્યા માટે તો આ એક અલગ જ અનુભવ હતો. તેમાં પણ સોળ વર્ષની ઉમર એટલે રાત-દિવસ હવે તેના બેચેની ભરેલા વિતતા. ઉંમર જ એવી હોઈ છે આ.... પણ તપસ્યાને તો આ બેચેની પણ સુખદ લગતી હતી. આમ ને આમ એક વર્ષ પૂરું થઇ ગયું.

એ દિવસે સાઈકલીંગ માટે ગઈ પણ તે ત્યાં ન હતો. તેને ન જોવાથી તપસ્યા ખુબ જ બેચેન બની ગઈ હતી. રાજામાં ઘરે ગયો હશે તેમ મન તો માનવી લીધું પણ બે દિવસ, ત્રણ દિવસ ,અઠવાડિયું, બે અઠવાડિયા પણ તે ન દેખાયો. ન આવ્યો તે. ફરી તપસ્યાએ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તે લોકો મકાન ખાલી કરી જતા રહ્યા છે. તપસ્યા નીરસ થઇ ગઈ. મનોમન તે છોકરા સાથે વાત ન કરવા બદલ પસ્તાવો કરવા લાગી પણ હવે તેને શોધે ક્યાં ? તેનું નામ પણ નહોતી ખબર કે કોઈ માહિતી પણ ન હતી તેના વિશે.

તપસ્યાએ મનોમન નક્કી કરી લીધું કે તે જિંદગીભર કોઈ છોકરાને પ્રેમ નહિ કરે અને જો તે ન મળ્યો તો મમ્મીપપ્પા કહેશે ત્યાં છોકરો જોયા વગર જ લગ્ન કરી લેશે.

***

“તપસ્યા કાલ તને છોકરો જોવા આવે છે. એકવાર બાયોડેટા તો ચેક કરી લે.” :કલ્પ્નાબહેન.

“મમ્મી મેં કહ્યુંને તમે મારા માટે જોયું હશે તે બરાબર જ હશે મારે જોવાની જરૂર નહિ.” તપસ્યાએ નીરસતા દાખવતાં કહ્યું.

“સારું.” :કલ્પનાબહેન.

તપસ્યા ફરી નિરાશ થઇ વિચારે છે , આઠ વર્ષ થઇ ગયા તે વાતને પણ હજુ તે મને ક્યાય જોવા નહિ મળ્યો. શું તે મને ક્યારેય જોવા નહિ મળે ? શું મારું તેની સાથે જિંદગી વિતાવવાનું સપનું સપનું જ રહી જશે ? તપસ્યા ખુબ જ પરેશાન હતી.

બીજા દિવસે તપસ્યાને છોકરાવાળા જોવા આવે છે. ખુબ જ રોયલ ફેમીલીમાંથી છોકરો હોઈ છે. તપસ્યાની સોસાયટીની બધી છોકરીઓ છોકરો જોવા બહાર નીકળે છે પણ એક તપસ્યા જ છે જેને કોઈનો ચહેરો જોવામાં રસ નહોતો. તે બસ નિર્જીવની જેમ જ વર્તન કરતી હતી. તપસ્યા ચા આપવા માટે મહેમાનો પાસે ગઈ પણ તેને નજરો ઉચી કરી એકપણ વખત છોકરા સામે જોતી નથી.

“અમારો રોનક પહેલા આ જ શહેરમાં ભણતો હતો અને જુવો હવે આ જ શહેરની છોકરી લગ્ન માટે જોવા આવ્યો છે.” :ચેતનાબહેન (રોનકના મમ્મી).

અચાનક તપસ્યાના કાન ચમકે છે અને તે છોકરા સામે જોવે છે. રોનક તપસ્યા સામે જ જોતો હોઈ છે. તપસ્યાની આંખમાં ખુશી સાથે આસું છલકાય છે. આસું બહાર આવતા તે મહામહેનતે રોકી શકે છે. કેમ કે તેને જોવા આવેલો છોકરો બીજું કોઈ નહિ પણ પેલો છોકરો જ હોઈ છે જેને તે છેલ્લા આઠ વર્ષથી ચાહતી હોઈ છે. આજ ખરી રીતે તપસ્યાને તેની આઠ વર્ષની ‘તપસ્યા’નું પરિણામ મળ્યું. રોનક ખુબ જ ખુશ હોઈ છે. તે સગાઈની તૈયારીઓમાં જ લાગેલો હોઈ છે ત્યાં તેનો મોટોભાઈ રોહન આવે છે.

“રોનક મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે .“ : રોહન.

“હા, ભાઈ બોલ ને શું વાત છે ?”: રોનક.

“ખોટું ન લગાવતો પણ મને તપસ્યા પસંદ છે. તું પ્લીઝ મારા માટે આ સગાઇની “ના” કહી દે. તું તો જાણે જ છે વિધવિધિના મૃત્યુ પછી હું કોઈ છોકરી જોડે મન નથી લગાવી શક્યો. એટલા માટે જ હું મોટો હોવા છતાં મમ્મીએ થાકીને તારા લગ્ન કરાવી દેવાનું વિચાર્યું. પણ આજ મને તપસ્યામાં વિધિ દેખાઈ. હવે હું ફરીવાર વિધિને નહિ ખોવા માંગતો. પ્લીઝ તું તારા મોટા ભાઈ માટે આટલું કરીશ ને ?” :રોહન.

પહેલા તો આ સાંભળી રોનકને આચકો લાગ્યો અને મોટાભાઈને તેમ કહી દેવાનું મન થતું હતું કે તપસ્યા મારો આઠ વર્ષ જુનો પ્રેમ છે.તમે ઇચ્છ્સો તો કદાચ તમને બીજી વિધી મળી જશે પણ મને ‘તપસ્યા’ ક્યાય નહિ મળે, જેના માટે મેં આઠ-આઠ વર્ષ સુધી ‘તપસ્યા’ કરી છે. કહેવા માટે તો આઠ વર્ષ પહેલા પણ હું તેને મારા દિલની વાત જણાવી શકત પણ ત્યારે ઉમર અને હેસિયત બંનેમાં હું ટૂંકો પડતો હતો. પણ આજ જયારે મારી પાસે બધું જ છે ત્યારે સંબંધોએ મારા પગ બાંધી દીધા છે.

...પણ આ બધું તેના ભાઈ સામે ન બોલી શક્યો. બોલ્યો તો માત્ર એટલું જ કે , "એટલી અમથી વાત માટે હું તમને ‘ના’ કઈ રીતે કહી શકું?”

રોહનના ચહેરા પર જે ખુશી હોઈ છે તેની અંદર રોનક પોતાના પ્રેમને દિલના એક ખૂણે હમેશા માટે દબાવી દુઃખનો ઘૂતડો પી જાય છે. રોનક તેના મમ્મીને ‘તપસ્યા‘ જોડે સગાઇ ન કરવા જણાવે છે આથી રોહનની સગાઇ તપસ્યા સાથે નક્કી થઇ જાય છે.

તપસ્યાને તેના નસીબ પર ખુબ જ ગુસ્સો આવે છે અને એક મિનીટ માટે સગાઈની ‘ના’ કહેવાનું મન બનાવે છે પણ તેનો પ્રેમ એકતરફી હશે તેમ માની પોતે રોનકને જિંદગીભર નજરોથી તો પ્રેમ કરી શકશે આ આશાએ રોહન સાથે સગાઇનો પ્રસ્તાવ સ્વીકારી લે છે.

અને એક અશ્રુબિંદુ સાથે રોહનના હાથમાં વીંટી પહેરાવી રોહનની થઇ જાય છે.( નજરોથી રોનક ની).


Rate this content
Log in