લવ સ્ટોરી એટ ક્લાસ રૂમ્સ બેંચ
લવ સ્ટોરી એટ ક્લાસ રૂમ્સ બેંચ


આશ્કાએ ફોન લીધો. રાત્રે ૯:૩૦ વાગ્યા હતા.
એણે નીલને કોલ કર્યો.
"હેલો"
"હાઈ હું આશ્કા"
"કોણ આશ્કા?, સોરી રોંગ નંબર લાગે છે."
આશ્કાએ ફોન કાપી નાખ્યો.
એને ધ્રાસકો પડ્યો કે નીલ મને આટલો જલ્દી ભૂલી ગયો.
એ ભૂતકાળમાં સરી પડી.
---
રોલ નં ૧૫ નીલ
'પ્રેઝન્ટ ટીચર'
રોલ નં ૧૬ આશ્કા
'પ્રેઝ્ન્ટ ટીચર'
નીલ એટલે શાંત, હેન્ડસમ અને ક્યૂટ છોકરો એવું કલાસની બધી જ છોકરી માનતી.
નીલનો ખાસ મિત્ર એટલે મંથન.
નીલને એક છોકરી બહુ જ ગમે.
પણ સાલામાં હિંમત ન હતી પેલી ને કેહવાની.
મંથન એક દિવસ મસ્તીમાં પેલી છોકરીને કહી આવ્યો કે નીલ તને બહુ જ પ્રેમ કરે છે.
છોકરી શરમાય ગઈ. એ કંઈ ન બોલી.
બીજે દિવસે એણે નીલ પાસે જઈ ને કહી દીધું.
"હું પણ તને પ્રેમ કરું છું."