ક્લાસરૂમ લવસ્ટોરી
ક્લાસરૂમ લવસ્ટોરી


આશ્કાએ ફોન લીધો. રાત્રે ૯:૩૦ વાગ્યા હતા.એણે નીલને કોલ કર્યો.હેલ્લો"
"હાઈ હું આશ્કા"
"કોણ આશ્કા ? સોરી રોંગ નંબર લાગે છે" આશ્કાએ ફોન કાપી નાખ્યો. એને ધ્રાસકો પડ્યો કે નીલ મને આટલો જલ્દી ભૂલી ગયો.
એ ભૂતકાળમાં સરી પડી.
'રોલ નં ૧૫ નીલ'
'હાજર ટીચર'
'રોલ નં ૧૬ આશ્કા'
'હાજર ટીચર'
નીલ એટલે શાંત, હેન્ડસમ અને ક્યૂટ છોકરો એવું કલાસની બધી જ છોકરી માનતી. નીલનો ખાસ મિત્ર એટલે મંથન. નીલને એક છોકરી બહુ જ ગમે. પણ સાલામાં પેલીને કેહવાની હિંમત નોહતી મંથન એક દિવસ મસ્તીમાં પેલી છોકરીને કહી આવ્યો કે નીલ તને બહુ જ પ્રેમ કરે છે.
છોકરી શરમાય ગઈ. એ કંઈ ન બોલી. બીજે દિવસે નીલ એની પાસે જઈ ને કહી દીધું, "હું પણ તને પ્રેમ કરું છું"
'ટ્રીન... ટ્રીન... ટ્રીન....'
આશ્કા: "કોનો ફોન આવ્યો હમણાં, મમ્મીનો હસે હું એકલી છું એટલે ચિંતા કરતી હસે.'
"હેલ્લો મંથન હિઅર"
"મંથન, શું કામ પડ્યું ? આ સમયે કેમ ફોન કરવો પડ્યો"
"સોરી પણ મે તને નીલનો નંબર આપ્યો એ મારા બીજા મિત્રનો છે"
આશ્કાને રાહત થઈ.
"આશ્કા શું થયું કેમ ચૂપ થઈ ગઈ"
"કંઈ નઈ તો એનો નંબર આપ"
"હું તને મેસેજકરું છુ"
'ટ્રીન... ટ્રીન... ટ્રીન...'
પણ આ વખતે આશ્કાની ફોન કરવાની હિંમત ન ચાલી. એ પાછી વિચાર માં પડી ગઈ હજુ ધોરણ ૮માં જ નવનકોર બનેલા આ પ્રેમીપંખીડા પોતાના ખ્વાબ માં જ ઉડતા હતા. ફોન જેવું કોઇ સાધન તેમની પાસે નહોતું. એટલે તેઓ તેઓ સ્કૂલમાં જ વાત કરવાનુ પસંદ કરતા. પણ વાત કરતા બંનેશરમતા બહુ. આથી ઝાઝી વાત બંને કરી શકતા નહીં. પણ એટલા માં જ આશ્કાને સુ થયું કે તેણે નીલને ના પાડી દીધી કે એ હવે નીલ જોડે વાત પણ નહિ કરે. નીલે બહુ ટ્રાય કરી પણ આશ્કા ન જ માની. આખરે નીલ પણ તેનાથી દૂર રેહવા લાગ્યો.
*****
આશ્કા એ આખરે નીલને ફોન કર્યો.
"હેલ્લો, નીલ વાત કરે છે ?"
"હા,બહેન તમે કોણ ?"
નીલ બહેન ઉચ્ચાર્યું એટલે આશ્કા ને થોડું ખટક્યું.
"હું આશ્કા"
હવે નીલને બહેન બોલાનુ ભાન થતા તે ચૂપ રહ્યો. આશ્કા ઘણી વાત કરવા માંગતી તી પણ એ....
"આઈ લવ યુ નીલ" એટલું જ બોલી શકી. નીલ કંઈ નહિ બોલ્યો અને ફોન કાપી નાખ્યો. આશ્કાને હવે પોતે કરેલા વર્તન પર પસ્તાવો થવા લાગ્યો. એ વાત એટલે.....
નીલ તો હજુ એની પાછળ ગાંડો હતો. એ ખૂબ પ્રયત્નો કરતો એની જોડે વાત કરવાનો પણ એ તેની જોડે બોલતી જ નહિ. નીલનો સ્વભાવ થોડો રોમાન્સભર્યો. એને કવિતાબહુજ ગમતી.એ પોતાની પરિસ્થિત પર એક શેર કાયમ કહેતો
"તને તો પામવી જ રહી મારે આ ભવમાં,
કરીલે તુ સર્વ તાયફા આજકાલમાં.'
ક્લાસની બધી જ છોકરી નીલ ને ખૂબ ચાહતી. આસ્કાને પણ તે ખૂબ ચુભતું. પણ તે કંઈ ન બોલી શકતી
*****
નીલ વિચારતો હતો કે, 'આશ્કા મને સાચે જ પ્રેમ કરે છે ? મંથન મારી જોડે મઝાક કરે છે.' નીલ આશ્કાને કોલ કરી ખાતરી કરવા માંગતો હતો. નીલની એક આદત હતી કે તે તરત જ કોઈની પણ જોડે ભળી જતો અને કોઈની જોડે પણ તરત જ ઝગડી પડતો. નીલે ચેટ કરીને આશ્કાને પૂછવા માંગતો હતો પણ આશ્કાએ એને બ્લૉક કરેલો હતો.
નીલે એક મેસેજ કરીને કીધું આપણે "મળી શકીએ ?"
આશ્કા નીલના પ્રમાણમાં બહુ જ સારી દેખાતી ન્હોતી. પણ ક્લાસનો એક છોકરો ભાવિક એને ખૂબ પ્રેમ કરતો હતો. પણ એ વાત બધ્ધા જાણતા આશ્કા સિવાય. નીલ ભાવિક સાથે કાયમ ઝગડતો રેહતો.
પણ. એ જાણતો ન્હોતી કે આશ્કા તેને ખરાબ ધારે છે. થોડા દિવસમાં જ આશ્કા ને ભાવિકવાળી વાત ખબર પડે છે. ખબર પાડવાનું કારણ બસ એક જ હતું મંથન. આમ તો ભાવિકનો પ્રેમ એકતરફી કેહવાય.પણ નીલ અને આશ્કા હવે તેનાથી દૂર રેહવાં લાગેલા ને આથી જ નીલ અને આશ્કાની વાતચીતનો ભાવિક નિમિત્ત બન્યો.
****
આસ્કાએ મેસેજ વાંચ્યો, તેને અત્યંત ખુશી થઇ એણે તરત જ રીપ્લાય કર્યો.
"૭:૩૦ કલાસરૂમમાં મળીએ"
નીલે મેસેજ વાંચ્યો ને જાણે ગાંડો થઈ ગયો હોઈ તેમ કૂદવા લાગ્યો.
નીલે માત્ર 'ઓકે' લખી દીધું. નીલ અને આશ્કા હવે હાઈ - હલ્લો કરી લેતા. થોડા મહિના આમ જ નીકળી ગયા. નીલને લાગ્યું આ સમય તેના પ્રેમના નવા પ્રકરણ માંડવા માટે સારો છે. પણ એમ કરીને એ નીલને લલચાવ્યા કરતી. એટલે એણે આ વખતે થોડી હિંમત કરી પૂછી જ લીધું.
પણ પ્રેમ હોવા છતાં ય આશ્કા એ તેને ના પાડી દીધી. નીલ વિચારતો રહ્યો કે
'શું આશ્કા બીજા કોઈને પ્રેમ કરે છે કે પછી ભાવિકને...."
પણ આશ્કાનું ના પાડવાનુ કારણ હતું આ સંકુચિત સમાજની માનસિકતા. નીલે બે ત્રણ વખત પ્રયાસ કર્યો તેને મનાવવાનો પણ તે નઈ તે નઈ જ માની. એટલે નીલ કંટાળીને તેની જોડે બોલવાનુ બંધ કરી દે છે. એ પોતાના મનમાંથી આશ્કા નામના પ્રકરણને ભૂસી નાખે છે.
ઘણા દિવસો થઈ ગયા. નીલ અને આશ્કા વચ્ચે બોલવાના પણ સંબંધ નથી. ભાવિક આ વાતનો ફાયદો ઉઠાવી આશ્કાને પ્રપોઝ કરે છે. આશ્કા હવે થોડી અનકમફેટબલ ફીલ કરે છે. અને તેનામા નીલરૂપી સૂર્યના પ્રેમ પૂરજોશમાં ખીલી ઊઠે છે. તેથી જ તે આજે નીલ જોડે વાત કરવા માંગે છે.
****
બંને સાડા સાતને બદલે સાત વાગે જ પહોંચી જાય છે. નીલ આશ્કાને એક કાર્ડ આપે છે અને એમાં લખ્યું હતું.
'આપણે મળતાં નથી ! આપણે મળતાં નથી. કેટલીયે સાંજ આવે છે અને જતી રહે છે , દિવસો કોરા રહી જાય છે અને રાતો આળસ મરડી આપણને આળસું કહી જતી રહે છે, પણ આપણે મળતાં નથી. એકબીજાને હજારો મેસેજ કરીએ છે - સેલ્ફીઓમાં સંબંધો પંપાળીએ છે. પણ આપણે મળતાં નથી. એમાં આપણો કોઈ વાંક નથી ! હાં ,આપણે મળતાં નથી કારણકે આપણી પાસે મળવાનાં કારણો નથી. માનવી કારણવગર શ્વાસ પણ ન લે.
આઈ લવ યુ, આશ્કા. યોર લવિંગ,
નીલ.'
આશ્કા વાચે છે અને છેલ્લી પંક્તિ પછી તેનું સ્મિત બમણું થઇ જાય છે એ સામે 'આઈ લવ યુ ટૂ' બસ એટલું જ કહે છે અને નીલ આસ્કાના હાથ પર હાથ મૂકે છે અને બંને પ્રેમની હેતજાળમાં પરોવાય જાય છે.
એક વાત નીલે આસ્કાથી છૂપાવી. નીલે એના બર્થડે પર એ કહી દીધી કે ભાવિક તને ચાહતો જ ન હતો એ તો બસ આપડા પ્રેમનો નિમિત્ત બનતો હતો. આશ્કા હસી અને બોલી ભાવિક મને કાલે કહી ગયો બંને હસ્યા.