લવ ઓર લોક
લવ ઓર લોક




રિયા અને રાકેશ છેલ્લા ૨વર્ષથી રેલેશનમાં હતા. રાકેશ તેને દરેક વાતમાં આ કરવું આ ના કરવું. આ નહિ પહેરવાનુંવાનું તે નહિ કરવાનું દરેક વાત પર રોક ટોક રહેતી.હજી તો સગાઇ પણ નહોતી થઈ.ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ હતા. ધીરે ધીરે બધું વધવા લાગ્યું.
બધા મિત્રો સાથે નહિ બોલવાનું કોઈ બોયસ સાથે નહિ બોલવાનું કંટાળીને માણસ જાય ક્યાં ?
રિયાને ગુસ્સોઆવતા એક દિવસ મોડી રાત્રે તેના ફોન પરની વાત કરી કે તું કરી શકે બધું અને હું નહિ, આવું કેવું ?
તું પણ તો મારી સાથે રિલેશનમાં છે. તું પણ કોઈ છોકરી સાથે વાત નહિ કરે. વાતમાં ને વાતમાં ઝઘડાનું વધવું. અને ના થવાનું થવું .
મિત્રો પ્રેમ એ કોઈ કંટ્રોલ તો નથી. તો શા માટે આ ? વિશ્વાસ રાખો લાગણી આપ મેળે જળવાઈ રહેશે.