Mahebub Sonaliya

Drama Romance

3  

Mahebub Sonaliya

Drama Romance

લવ મેરેજ 8

લવ મેરેજ 8

10 mins
507


"તને યાદ છે તે મારો હાથ પહેલી વખત ક્યારે પકડ્યો હતો?" અનાયાસે જગતના બે અલગ-અલગ સ્થાન પર બે વ્યક્તિઓએ એક જ સમયે આ સવાલ પૂછ્યો. સવાલ પૂછનાર પ્રથમ વ્યક્તિ હતી અનવી અને બીજી વ્યક્તિ હતી માનસી. 


પ્રશ્ન સમાન હોવાથી બંનેની પ્રતિક્રિયા પણ સમાન હતી. અહાન અને પિયુષ એ રીતે વિચારતા થઈ ગયા જાણે અમીતજીએ સાત કરોડનો સવાલ પૂછયો હોય. બંને પોતાના ભૂતકાળના દરિયાને ખોળવા લાગ્યા ભલે. બંને ભીન્ન સ્થાન પર હતા પરંતુ આ બંનેના મગજમાં એક સમાન કાર્યરત રહ્યા હતા.


"હવે કંઈક બોલ તો ખરા" ફરી બંને સ્થાનેથી એક સમાન પ્રશ્ન આવ્યો. 

"યાદ હોય જ ને, વળી હું કેમ કરી ભૂલું, એ દિવસ તો કેટલો સુંદર હતો!" અહાન બોલ્યો 

"કેટલો સુંદર?" અનવીએ પ્રતી પ્રશ્ન કર્યો

અહાનને પ્રેમનો મીઠો દર્દ મહેસુસ થતા તેણે ધીમેથી નિ:શ્વાસ છોડ્યો. 


તે દિવસે સવાર સવારમાં અહાનને આઇ.પી.એસ. ઓઝા સાહેબે કોઈ અપરિચિત જગ્યાએ બોલાવ્યો હતો. તેના મનમાં તરત જ કેટલાય વિચારો આવ્યા. તેને લાગ્યું કે સાહેબને ચાર રાઉન્ડ મરાવીને પણ હજી ઠંડક નથી વળી કે શું? એટલે વિશેષ સજા દેવા માટે કોઈ ખુફિયા જગ્યાએ બોલાવી રહ્યા છે. અહાનને તો ડ્યૂટી બજાવવા સિવાય કોઈ ઉપાય ન હતો. તે તરત જ તેડાગરની જીપમાં બેસી ગયો. જીપ પૂરપાટ ચાલવા લાગી. વિશેષ જાણકારી મેળવતા ખબર પડી કે તે સાહેબના કોઈ પ્રાઈવેટ ફાર્મ હાઉસ પર જઈ રહ્યા છે. 


ગાડી એક સાથે બ્રેક લાગતાં જૂનવાણી લોઢાના ઘર્ષણનો તીવ્ર અવાજ આવ્યો. ગાડી ઉભી રહી અને બધા નીચે ઉતર્યા . અહાન ચારે બાજુ નજર ફેરવી નવી જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. એક માણસે આલિશાન ફાર્મના પ્રાંગણમાંથી અંદર આવી જવા ઈશારો કર્યો . અહાન એકલો ખંડમાં દાખલ થયો. તે જેવો અંદર પ્રવેશ્યો તેવા જ ખંડમાંથી તેના પાડોશી બહાર આવ્યા. પાડોશીને આ સ્થાને જોઈને અહાનને ખૂબ આશ્ચર્ય થયું. 


અહાને ખંડમાં પ્રવેશતા જ સાહેબને સલામ બજાવી. સાહેબનો અહમ સંતોષાઈ ગયો. તેણે અહાનને ચેર ઓફર કરી. બંને વચ્ચે આ સિવાય ઘણા સમય માટે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નહીં. અહાન સાહેબ સામે ટટ્ટાર બેસેલો હતો. અહનના મગજમાં કેટલાય સવાલો પેદા થઈ ગયા હતા. તેને આ સ્થિતિમાં ખુશ થવું કે ડરવું તેની ખબર નહોતી પડતી.


"રિલેક્સ મિસ્ટર મજમુદાર, મેં સાંભળ્યું છે. તમને કોઈ ડેટા રિલેટેડ પ્રોજેક્ટ સોંપ્યો છે"અહાનને કમ્ફર્ટ ઝોનમાં લાવવા ઓઝા સાહેબ પહેલી મુલાકાત કરતા જૂદા અંદાજમાં બોલ્યા. 


"જી સાહેબ" અહાન સ્વસ્થ થતા બોલ્યો. 


"તે કંઈ ખાસ બનાવ્યું છે? બાય ધ વે વાઘેલાએ કહ્યું હતું કે તું આઈ. ટી. એક્સપર્ટ છો"ઓઝા સાહેબ સ્મિત કરતા બોલ્યા. 


"એવું કશું નથી. હું તો માત્ર પ્રયત્ન કરું છું." અહાને વિનમ્રતાથી કહ્યું. 


આ સંવાદ પછી લગભગ અડધો કલાક આ જ મુદ્દા પર ચર્ચા ચાલી. તે દરમિયાન અહાને કરેલા પ્રોજેક્ટની માહિતી આપી. આમ પણ વાઘેલાએ મોં ખોલવામાં કંઈ બાકી જ નહીં રાખ્યું હોય. તેથી હવે કશું ઢાંકવાનો કોઈ ફાયદો નહોતો. અહાને ઓઝા સાહેબને જટાયુ વિશે વાત કરી. અહાન અને વાઘેલા એક ટીમનો ભાગ હતા. છતાં જટાયૂ એકલા અહાનનો જ પ્રોજેક્ટ હતો. તેણે એક જટિલ સોફ્ટવેરનું સર્જન કર્યું હતું. જેના વડે કોઈ પણ માણસની વર્તમાન અને ભૂતકાળની કુંડળી નીકળી શકે. કોઈ પણ માણસનુ લોકેશન, તેણે કરેલી ગુનાહિત પ્રવૃતિ, તેણે ફરેલા સ્થળ, તેણે કરેલા નાણાકીય વહીવટ, તેણે વાપરેલા ચુંટણીકાર્ડ પાનકાર્ડ પાસપોર્ટ જેવા વૈધીક દસ્તાવેજો, ભૂતકાળમાં કરેલા કાંડ, વર્તમાનની નાણાકીય સ્થિતિ, સામાજિક સ્ટેટ્સ વગેરે વગેરે, કેટલાય પ્રકારના જટીલ આઉટપુટ માત્ર થોડાક જ સમયમાં પ્રાપ્ય કરી દેતું. જટાયુ બનાવવામાં તેણે રાત દિવસ એક કરી નાખ્યા હતા. તેને લાગતું હતું કે તેના આ કમાલથી ભારત ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં ક્યાંય આગળ નીકળી જશે. આતંકવાદી, બદમાશ, લૂંટારા, ટપોરી, ડોન, ડિપ્લોમેટ ,અહીં સુધી કે સ્વયં પોલીસ તંત્ર પણ આનાથી થર થર ધ્રુજશે. ઓસામા હોય કે દાઉદ, તે ક્યાં રહે છે તે શોધો આપણે ક્યાંય નહીં જવું પડે


"ઓ માય ગોડ, આવા જ નવા લોહીની દેશને જરૂર છે. અહાન તારા પર મને ગર્વ છે" ઓઝા સાહેબ અહાનના બંને ખભા પર પોતાનો હાથ રાખતા બોલ્યા.


"પપ્પા હવે કેટલી વાર છે. મારે ઘેર જવું છે" ચાલતાં વાતોના દોરમાં વિક્ષેપ કરતી અનવી બોલી. અનવી માટે પપ્પાની મીટીંગો તો રોજની છે. તે ઘરને પણ ઓફિસ બનાવી દે અને ક્યારેક ઓફીસ ને ઘર બનાવી સતત ઓફિસમાં જ રહે. 


"ઓ ... હો..., એક કામ કર મારે હજી વાર લાગશે. આ ઇન્સ્પેક્ટરને ડ્રોપ કરવા હું કોઈને મોકલવાનો હતો. તું તેની સાથે ચાલી જઈશ?" 


"ઓકે પપ્પા" અનવી મુસ્કુરાઇને બોલી. અહાન અનવીને અનિમેષ જોઈ રહ્યો હતો. ન તો તેણે પલક ઝપકાવી . નતો તેણે તેની દ્રષ્ટિ બીજે ક્યાંય ફેરવી. તેને પરવા નહોતી કે તે કમિશનરના પ્રાઇવેટ સ્પોટ પર તેની જ દીકરીને જોઈ રહ્યો હતો. અહાનને સમયનું ભાન ન રહ્યું પરંતુ અનવી તરત જ ખંડની બહાર ચાલી ગઈ. તે નહોતી ચાહતી કે તેના કારણે પાછી અહાન ને કોઈ સજા થાય.


અહાન એક હવાલદાર સાથે ઘરની બહાર નીકળ્યો હતો. પ્રાંગણના મધ્યમાં એક કુંવારો હતો. ઘરની ચાર તરફ હરિયાળી હતી. અલગ અલગ પ્રકારના ફૂલ છોડ ઘરને સુશોભિત કરતા હતા. તેણે બહાર ઊભેલી પોલીસ જીપ ની તરફ પ્રસ્થાન કર્યું. અહાન જીપ પર આરુઢ થયો જીપની પાછળ ની સીટ પર બેસેલા અહાનને એક અજબની મીઠી ખુશ્બૂ મહેસૂસ થઈ. તેણે કુતૂહલતાપૂર્વક બહાર દ્રષ્ટિ કરી. તેણે દૂરથી આવી રહેલી અનવી ને જોઈ. તે જીપ ની બહાર નીકળ્યો અને પોતાના નસીબના જાગવાના અને અનવીના નજીક આવવાના સપના જોવા લાગ્યો . પરંતુ કહે છે દિવાસ્વપ્ન જરૂર સાચા પડે છે. અનવી જીપની પાસે આવી ગઈ.


અનવીએ અહાન સામે જોયું. અહાને તેના તરફ સ્મિત કર્યું. બંનેની આંખો ચાર થઇ ગઇ. વાતાવરણ પ્રેમમય થઈ ગયું . પ્રેમનું સંગીત બંનેના હૈયામા ગુંજવા લાગ્યું. અહાને અનવી તરફ ઝૂકીને પોતાનો હાથ લંબાવ્યો. અનવી આ દ્રશ્ય જોઈને તેનો આનંદ લઇ રહી હતી. તેને થોડા સમય સુધી કશી પ્રતિક્રિયા ન આપી. બાજુમાં ઉભેલા હવાલદારને તો થતું હતું કે હમણાં અહાનના ભુક્કા બોલી જવાના છે. અહાને ઈશારા વડે અનવીને પોતાના હાથ પકડવાનું કહ્યું. 


અનવી ફરી હસી. તેનું મુસ્કુરાવવું એટલે માળામાથી એક એક મોતી તૂટીને ફર્શ પર પડે અને 'ખનનન...'જેવો અવાજ! તેણે એક હાથ વડે પોતાનું લોન્ગ ગાઉન અને બીજો હાથ અહાનના હાથમાં પરોવ્યો. અહાન માટે આ ક્ષણ તેની જિંદગીની સૌથી સુંદર ક્ષણ હતી. વર્ષોથી સુની તેના દિલની જમીન પર પ્રેમની ઝરમર થવા લાગી હતી. તેમના હૈયા હેતથી ભીંજાવા લાગ્યા. બંને એકબીજામાં ખોવાઈ જવા લાગ્યા. તેમના માટે સંયમ જાળવી રાખવો બહુ દુષ્કર હતો. બંને રોકાયા રોકાતા નો હતા.

હવાલદારે જોરથી બનાવટી ઉધરસ ખાધી. ન તો તેને શરદી હતી. ન તો તે ઉધરસનો રોગી હતો. પરંતુ કદાચ પ્રેમની વાતાવરણથી તેને પરહેજ હશે. તેણે ડ્રાઇવિંગ સીટ પર બેસી અને જોરથી દરવાજો બંધ કર્યો.

"ધડામ...."

***


સામા છેડે પિયુષ પોતાના જીવનનો તે ક્ષણ યાદ કરી રહ્યો હતો. જે તેના માટે આનંદનો અતિરેક અને સમસ્યાનો પહાડ સર્જવાની હતી. પિયુષ એટલે પાતળી કાયા, ગુલાબી ચહેરો, અદભુત લહેજેદાર બોલી, ફુલ ફીટીંગ વાળા ફોર્મલ કપડા, કપડા પર ભાગ્યે જ કોઈ સળ દેખાય, ફ્રેમલેસ ચશ્મા, મિલનસાર સ્વભાવ , તે તેના મિલનસાર સ્વભાવ અને કુનેહને કારણે જ થોડા સમયમાં 'સહકાર મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ'મા લેબ આસિસ્ટન્ટમાંથી લેબ ટેકનિશિયન બની ગયો હતો. તે તેના કામ પ્રત્યે વફાદાર, ચતુર અને તકવાદી માણસ હતો. તેની આટલી બધી વિશેષતાઓ ઉપરાંત સ્ત્રીઓ પ્રત્યેનું ચંચળ મન એ તેની ખાસિયત હતી. 


જો ક્યુમાં કોઈ સ્ત્રી હોય તો પિયુષની નજર હંમેશા તેના પર રહેતી. ભલે આખી હોસ્પિટલમાં કોઈને ખબર ન પડે પરંતુ તે ચોર નજરે તમામ છોકરીઓને સ્કેન કરી લેતો. ક્યુમા પોતાનો વારો આવવાની રાહ જોઈ રહેલી માનસી વારેવારે ઘડિયાળ તરફ જોઈ રહી હતી. ગોળ ચહેરો, સુંદર અને નાજુક હોઠ, માદક આંખો, પરફેક્ટ ફિગર, તેના ચહેરાના હાવભાવ અને શરીરના પોસ્ચર તેના મૌન હોવા છતાં પણ ઘણું બધું બોલી રહ્યા હતા. તેણે સફેદ દૂધ જેવી કાયા પર લાલ રંગનું કમીઝ પહેર્યું હતું. જેથી તેનું રૂપ ઓર ખીલી ઊઠ્યું હતું. 


તેના લેબમાં આવવાની સાથે જ પિયુષ સક્રિય થઈ ગયો હતો. લેબ આસિસ્ટન્ટનું નિરીક્ષણ કરવા તે વારેવારે તેની ચેમ્બરમાંથી બહાર આવવા લાગ્યો. આસિસ્ટન્ટને સાચા ખોટા સવાલો પૂછવા લાગ્યો. પરંતુ તેના ધીરજના ફળને પાકવાને હજી વાર હતી. માનસીએ તેના તરફ જરા પણ ધ્યાન ના આપ્યું. લગભગ બે વાગ્યા હશે. હજી ત્રણ પેશન્ટની લેબ કરવાની બાકી હતી. લેબની કાચની દિવાલથી બહાર બેસેલા મરીજને જોઈ શકાતા હતા. તેથી તે દીવાલને અડોઅડ ઉભો હતો. ત્યારે માનસીએ ફરી ઘડિયાળ સામે નજર કરી

 એક્ચ્યુલી ઘડિયાળ પિયુષ હતો તે જ દીવાલમાં લાગેલી હતી. લગભગ પિયુષના માથા ઉપર જ દિવાલની બહારની બાજુ ઘડિયાળ હતી. ઘડિયાળનો કાંટો ફરતા પિયુષનો સમય પણ ફરી ગયો. તેની અને માનસીની નજર એક થઈ ગઈ. તે માનસીને ટુકુર ટુકુર જોઈ રહ્યો હતો. અચાનક લેબ આસિસ્ટન્ટે પિયુષ ને કોઈ કામ માટે માર્ગદર્શન માંગ્યું અને પિયુષના રંગમાં ભંગ પડ્યો.


"એક કામ કર તું જમીને આવ. બાકીના દર્દીના સેમ્પલ હું લઈ લઈશ." પિયુષ બોલ્યો.

"પાક્કું?" લેબ આસિસ્ટન્ટે પિયુષની આ કૃપા દ્રષ્ટિ ન સમજાતા નવાઈ સાથે પૂછ્યું. 

પિયુશે અનુમતિ આપી અને પછી પેલો કંઈપણ પૂછવા, જોવાના મૂડમાં જ નહોતો. તે સીધો લેબોરેટરીમાંથી નીકળી ગયો. પિયુષ એક પછી એક દર્દીના સેમ્પલ લેતો ગયો અને જેવો દર્દીઓ બહાર જાય તે પાછો ફરતો, આછું સ્મીત કરતો , માનસી સાથે ઈશારા કરતો હતો અને નિત-નવા ચેનચાળા કરતો. સારી છોકરીઓને જોઈને તે વધારે રમુજી બની જતો. તે દર્દીને કોઇને કોઇ વાત પર રમુજી કોમેન્ટ કરી હસાવવા લાગ્યો. તે જરા જોર થી બોલતો તેથી તેની વાત પર માનસી પણ હસી શકે. ખરેખર આટલુ જ તો તે ચાહતો હતો.


માનસીનો વારો છેલ્લા પેશન્ટ તરીકે આવ્યો. માનસીની સાથે તેના મમ્મી પણ બહાર વેટિંગ પ્લેસ પર બેસેલા હતા. માનસીએ તેમને ત્યાં જ રાહ જોવાનું કહ્યું. તે લેબમાં પ્રવેશી. લેબના કાચના દરવાજાની ભીતર પરદાથી પાર્ટીશન કરેલું હતું. ત્યાં એક બેડ, લેબ માટેના થોડા ટૂલ, માઈક્રોસ્કોપ અને એક કબાટમાં મેડિકલ સાયન્સની જાડી જાડી ચોપડીઓ હતી.


"લાવો ફાઈલ બતાવો" પિયુશે માનસીને પરદો બંધ કરતા કહ્યું.


માનસીએ તેના હાથમાં રહેલી ફાઈલ પિયુષ તરફ આગળ ધરી. તેણે પિયુષની આંખોમાં આંખો પરોવી. થોડી ક્ષણો માટે તે કશું બોલી નહીં. બસ તેણે સ્મિત કર્યું. પીયૂશે તે ફાઇલનું વિહંગાવલોકન કર્યું

 "ઓહ આપને તો હજી એક વાર મારી પાસે આવવું પડશે." પિયુષ રોગના લક્ષણો જોતા બોલ્યો. માનસી અગાઉ બે વાર લેબ માટે આવી હતી તે વાત પીયૂષને બરાબર યાદ હતી. આમ પણ તે જેની સાથે ચેનચાળા કરતો તેને કદી ભૂલતો નહીં. તેણે આજે પોતાની ઈચ્છાપૂર્ણ કરી લેવાનું મન બનાવી લીધું હતું.


"હા જો તમારો આસિસ્ટન્ટ જમવા ગયો હશે તો." માનસી બોલી અને બંને જોરથી હસી પડ્યા. તેમને તરત જ ભાન થયું કે આટલું જોરથી હસવું તેમના માટે નુકસાનકર્તા છે. એટલે તેમણે તરત જ હસી પર કાબૂ મેળવી લીધો. 

પિયુશે સેમ્પલ લેવા માટે માનસીનો હાથ પકડ્યો. માનસીએ આંખો બંધ કરી. તે પિયુષના સ્પર્શને માણી રહી હતી. પિયુષ પણ બહુ મોટો શિકારી હતો. તેની નજરથી માનસીની આ દશા છુપાયેલી રહી નહીં. તેણે એક હાથમાં માનસીનો હાથ પકડ્યો હતો. તેણે સમયની માંગને જોઈને માનસીને બીજા હાથ વડે કચચાવીને પોતાની તરફ ખેંચી લીધી. માનસી સળગવા લાગી. તેણે ભયના માર્યા આંખો ખોલી. 


"કોઈ આવી જશે." માનસી પિયુષના શરીર સાથે વીંટળાયેલઈ હતી. તેણે ધીમેથી પીયૂષના કાનમાં કહ્યું. 

"આ મારી ઓફીસ છે મારી જાન. અહીં મારી મરજી વગર કોઈ નહીં આવે." પિયુષ તેની પકડ વધારે મજબૂત કરતા બોલ્યો. માનસીનો દેહ પીયૂષના દેહ સાથે ચીપકી ગયો હતો. 


"આ બધું બહુ જલદી થઈ રહ્યું છે" માનસી ન ચાહતા પણ પિયુષને અટકાવ્યો. 

"પણ તને મજા આવે છે કે નહીં" પિયુષ છે તેના વાળમાં આંગળીઓ ફેરવતા કહ્યું. માનસી કશો ઉત્તર આપી શકી નહીં. 

પીયૂષની હરકત હદ વટાવી ચૂકી હતી. પીયૂશે માનસીની કમીઝમાં પોતાનો હાથ પસેરો કરવા પ્રયાસ કર્યો. તેનો હાથ માનસીના પેટને સ્પર્શી રહ્યો હતો. માનસીના શરીરમાં પતંગિયા દોડવા લાગ્યા. જિંદગીમાં પ્રથમવાર પુરુષના સ્પર્શ માનસીને મદોનમત હાથી માફક ગાંડી કરી રહ્યો હતો. પિયુશે તેનો હાથ જરા ઉપર સરકાવ્યો અને માનસીએ આગળ વધી રહેલા હાથને તરત જ પકડી લીધો. પીયૂશે માનસીની આંખોમાં જોયું. તેની આંખો પોતાના હાથને છોડી દેવાનો ફરમાન કરી રહી હતી. પરંતુ માનસી માટે આ તબક્કે શું કરવું? શું ન કરવું? તે કંઈ સ્પષ્ટ ન હતું. 


તે એક એવા અજાણ્યા પુરુષ સાથે રોમેન્સ કરી રહી હતી કે જેનું નામ પણ તેને ખબર નહોતી અને એ પણ હકીકત છે કે તેને આ રોમેન્સ ખૂબ જ ગમી રહ્યો હતો. પીયૂશે માનસીના મોહક હોઠને ચૂમવાની કોશિશ કરી. તે આગળ વધ્યો પરંતુ ન જાણે માનસીને શું થયું તેને આટલું બધું કરવાની છૂટ આપ્યા પછી તેને એક કિસ કરવા આવી રહેલા પિયુષને જોરદાર ધક્કો માર્યો. પિયુષને અચાનક ધક્કો લાગતા તે સીધો ટૂલ-બોક્ષ સાથે અથડાયો. ટેબલ પર પડેલી સેમ્પલ ટ્યૂબ્ઝ એકસાથે જમીન પર પછડાઈ. તે ચૂરચૂર થઈ ગઈ. કાચના તૂટવાનો લેબની બહાર સુધી અવાજ આવ્યો. માનસીની મમ્મી અનિલાબહેન દોડ્યા. તેણે લેબનો દરવાજો ખોલવા પ્રયાસ કર્યો. પરંતુ તે અંદરથી લોક હતો. તેને વધારે ચિંતા થવા લાગી. 


"શું થયું માનસી? દરવાજો કેમ બંધ છે? અનિલાબહેન જોર જોરથી બોલવા લાગ્યા.

ત્યાં માનસીના મમ્મીએ રાડારાડ કરી અને અહીં પિયુષ અને માનસી બંનેના મનમાંથી લવનું ભૂત ઉતરી ગયું. પીયૂશે તરત જ તૂટેલી ટ્યૂબ્ઝ ડસ્ટબીનમાં નાખી. પોતાના હાલ હવાલ ઠીક કર્યા. અહીં માનસી પોતાનો દેહ વ્યવસ્થિત કરી રહી હતી. તેણે પોતાની કમીઝ અને આંતર્વસ્ત્ર ઠીક કર્યા. જાણે કશું થયું જ નથી તેમ તે સ્વસ્થ રહેવાનું નાટક કરવા લાગી. થોડાં જ પળમાં બંન્ને બહાર જવા માટે યોગ્ય છે તે પુષ્ટિ થતા પીયૂશે ફટાફટ લોહીનું સેમ્પલ લીધું અને તે માનસીને લઈને બહાર નીકળ્યો. 


"શું થયું બેટા?" અનિલાબહેન બોલ્યા. બંધ દરવાજો કાચનો હોવાથી દરવાજાની અંદર અવાજ બહુ ઓછો સંભળાતો હતો. પીયૂશે દરવાજો ખોલ્યો . તે પહેલા બહાર નીકળ્યો અને માનસી પછી બહાર આવી 


"શું થયું બેટા? આ દરવાજો કેમ બંધ હતો ?" અનિલાબહેન એકનું એક વાક્ય ફરી બોલ્યા . છતાં જેના ઘરમાં યુવાન દીકરી હોય તે માઁનું આવું રિએક્શન સ્વાભાવિક ગણાય. 


"દરવાજો ઓટોલોક છે" પીયૂશે ગપ્પું હાંકયું. 


"દરવાજો એની જાતે જ લોક થઈ જાય છે . આ સાહેબથી કાચની ટ્યૂબ તૂટી ગઈ બીજું કંઈ નથી થયું. તું કેમ વારે વારે ટેન્શનમાં આવી જાય છે?" માનસીએ અનિલાબહેનને સમજાવી દીધા. ત્રણેય હોસ્પિટલની બહાર સાથે નીકળ્યા. પીયૂશે માનસીની ફાઇલમાંથી સરનામું વાંચી લીધું હતું. પિયુષ માટે સદભાગ્ય કે માલિનીના દુર્ભાગ્ય પરંતુ તે છોકરી પિયુષની બાજુની સોસાયટીમાં જ રહેતી હતી. હોસ્પિટલથી બહાર નીકળી બંને અલગ દિશામાં ચાલતા થયા. થોડાં અંતરે જઇને માનસી એ પાછળ ફરી પીયૂષ સામે સ્મિત કર્યું. અને પછી બન્ને એ રીતે જુદા પડ્યા જાણે કશું થયું જ નથી.

***


"મને ખબર જ હતી. તને કશું યાદ નહી હોય." દુનિયાના બે અલગ અલગ સ્થળેથી ફરી બે ભિન્ન વ્યક્તિએ એક સમાન વાક્ય કહ્યું! માનસી રૂઠીને રૂમની ચાલી ગઈ. જ્યારે અનવીએ અહાનને ટપલી મારીને અહાનનો હાથ પકડી અહાનના ખભા પર તેનું મસ્તક રાખીને બેસી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama