MITAL PADHIYAR

Crime Others

3  

MITAL PADHIYAR

Crime Others

લુચ્ચો મિત્ર

લુચ્ચો મિત્ર

2 mins
14.4K


એક નાનકડું ગામ હતું. તેમાં એક ભાઈ રહેતા હતા. તેમનું નામ છગનલાલ હતું. છગનભાઈ પોતાના ખેતરમાં શાકભાજી ઉગાડતા હતા. અને ખેતરમાંથી શાકભાજી દરરોજ ગામમાં લાવીને વેચતા હતા. અને એ પૈસાથી પોતાનું ગુજરાન ચાલવતા હતા. પરંતુ છગનલાલને કોઈ મિત્ર ન હતું. તેમણે મિત્ર બનવાની ખુબ ઈચ્છા હતી. પણ આજ સુધી તેમનો કોઈ મિત્ર ન હતું.

એક દિવસ એક ભાઈ તેમની દુકાને શાકભાજી લેવા આવ્યા. તેમણે શાકભાજી લીધી પણ પૈસા ના આપ્યા. પણ છગનલાલ કઈ બોલ્યા નહિ. તેમણે વિચાર્યું કે આમ પણ હું મિત્ર બનાવા ઈચ્છું છું, તો આ ભાઈ પાસેથી પૈસા નથી લેવા પણ તેને હું મારો મિત્ર બનાવી દઉં. છગનલાલે પેલા ભાઈને પૂછ્યું, ‘ભાઈ તમારું નામ શું છે.’ પેલા ભાઈએ અકળાઈને પૂછ્યું, ‘મારા નામનું તમારે શું કામ છે ?’ છગનલાલે કહ્યું, 'તમે પૈસા નથી આપ્યા એટલે નથી પૂછતો હુતો એમ જ પુછું છું. મારે તમને મિત્ર બનાવવા છે.’

પેલા ભાઈએકહ્યું કે ‘મારું નામ મોહન છે, અને આજથી હું તમારો મિત્ર.' પણ છગનલાલને મોહન કેવો છે ! તેના સ્વભાવની ખબર નહતી. પણ હકીકતમાં મોહન એક ચોર હતો. પણ છગનલાલ તે જાણતા ન હતા, એમ કરતાં એકવાર છગનલાલના ઘરે લગ્નનો પ્રસંગ હતો. આ પ્રસંગ નિમિતે ખર્ચો કરવાનો થવાથી છગનલાલની પત્ની પાસે ઘણા પૈસા હતા. આ બધા પૈસા અને દાગીના મોહને જોયા. તેણે પોતાને મિત્ર બનાવનાર છગનલાલના ઘરમાં ચોરી કરવાનો વિચાર કર્યો.

તેણે છગનલાલ પર નજર રાખવાની શરુ કરી. તો તેનેજાન થઈ કે છગનલાલ પાસે પાંચ હાજર કરતા પણ વધારે રૂપિયા પાકીટમાં હતા. મોહને છગનલાલ પાસે રૂપિયા જોઈ તેને નદીકિનારે લઇ જઈ તેના પૈસા પડાવી લેવાનું નક્કી કર્યું. મોહને છગનલાલને કહ્યું, ‘મિત્ર ચાલ આપણે નદી કિનારે ન્હાવા જઈએ. પછી ચગ્નલાલ અને મોહન નદી કિનારે ન્હાવા લઇ ગયો. નદીમાં ન્હાતી વખતે તે છાગનલાલને જાણી જોઈને નદીમાં દૂર ઊંડા પાણીમાં લઇ ગયો. ત્યાં લઇ જઈ તેણે છગનલાલને પાણીમાં ડુબાડી દીધો.

છગનલાલે બચવાના ખુબ પ્રય્તન કર્યા, પણ મોહને તેમને છોડ્યા નહિ. નદીમાં ડૂબી જવાથી છગનલાલ મૃત્યુ પામ્યો. મોહને છગનના ખિસ્સામાંમાંથી પાકીટ, રૂપિયા અને તેના ગળામાંથી સોનાની ચેઈન અને બીજું બધું લુંટી લીધું. અને ત્યાંથી નાસી ગયો. હમેશા કોઈની સાથે મિત્રતા કરતાં પહેલા તેના પુરતી તપાસ કરવી જોઈએ. કોઈની પર આંધળો વિશ્વાસ મુકવો જોઈએ નહિ.


Rate this content
Log in

More gujarati story from MITAL PADHIYAR

Similar gujarati story from Crime