Parmar Bhavesh

Comedy Horror Thriller

4  

Parmar Bhavesh

Comedy Horror Thriller

લોંગડ્રાઈવવિથભૂત

લોંગડ્રાઈવવિથભૂત

3 mins
155


ચાર વર્ષ પહેલાંની તે રાત હું કદી ના ભુલી સકું !

આમતો ઓફીસથી છએક વાગ્યેજ નીકળી જતો હોઉં પણ એક દિવસ થોડું વધારે મોડું થઈ ગયું. મારા ઘેર જતાં અડધો થોડો અંતરીયાળ રસ્તો આવે. ભાગ્યેજ બીજું કોઈ વાહન કે રાહદારી મળે, સામી સાંજે પણ ત્યાંથી નીકળતાં ડર લાગે, એમાં પણ હું તો પહેલેથીજ ડરપોક હતો.

આજે ખબર નહીં કેમ સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે, મારા સ્કુટરની હેડ લાઈટ તો પહેલેથી જ ડીમ હતી.

મનમાં થયું આજે તો ભાઇ આપણું આવી બન્યું.

હું ધીમે ધીમે જતો હતો બે મીટરથી આગળ કંઈજ જોવું શક્ય નહોતું. અચાનક એક છોકરી મારા સ્કુટર સામે આવી ગઈ. મેં જોરદાર બ્રેક મારી. મેં તેની સામે જોયું તો જોતોજ રહી ગ્યો, એવી સુંદર છોકરી મેં ક્યારેય ન્હોતી જોઈ. તેને એકદમ સફેદ ગાઉન જેવો ઝબ્બો પહેરેલો પણ ઘણાબધાં ઘરેણાં પહેરેલા હતા. મને થયું આજે ચુડેલ તૈયાર થઈને નીકળી લાગે છે !

જેવી ગાડી ઉભી રહી તરત જ તે પાછળ બેસી ગઈ. હું ડરી ગયો અને કહેવા લાગ્યો,

 ''અરે પણ તમે કોણ છો ને તમારે ક્યાં જવું છે ?''

"સ્કુટર ચાલુ રાખો બધા સવાલો ના જવાબ મળી જશે." મારી પાછળ તેના પંજાના નખ ભોંકાતા હોય એવું મને લાગ્યું. મારા ધબકારા વધી ગયા હું જોર જોરથી હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. પણ તેને તો કોઈ ફરકજ ન પડ્યો, આરામથીથી પાછળ બેઠી હતી. મને લાગ્યું આ ભૂત પર હનુમાનજીની કૃપા લાગે છે !

ધીમે ધીમે મારો ડર વધી રહ્યો હતો.

થોડી વાર પછી મેં પૂછ્યું ''તમારે કઈ બાજુ જવું છે હું તમને છોડી જઈશ''

"મારે ક્યાંય નથી જવું તું સીધું જોઈ ગાડી ચલાવે રાખ ક્યાંય વળતો નહિ, નહીતો તારા માટે સારું નહીં થાય." કહેતાં પંજાનું જોર વધાર્યું સાથે સાથે મારો ડર પણ વધ્યો.

આમતો એને કોઈ અસર નહોતી થતી તો પણ મેં તો મૂંગા મોઢે હનુમાન ચાલીસા ચાલુ રાખી. થોડી વાર પછી મને મારા વાંસા પર વિચિત્ર અહેસાસ થયો. એને મારા વાંસા પર પોતાનું માથું ટેકવી દીધું હતું. મારા શરીરમાં તો જાણે વીજળી દોડી ગઇ. તેના નાકમાંથી નીકળી રહેલ ગરમ હવા મને સળગાવી નાખશે એવું લાગતું હતું.


એકાદ કલાકમાં તો અમે સિટીની બહાર નીકળી ગયા. મેં જોયું સ્કૂટરનું પેટ્રોલ ખલાસ થવામાં હતું. હવે મને ટેન્શન આવ્યું કે જો પેટ્રોલ પતી જશે તો શું કરીશ..! પણ ગાડી ઉભી તો રખાય નહી માટે મેં કંઈ પણ વિચાર્યા વગર આગળ વધવાનું ચાલુ જ રાખ્યું. સિટીથી બહુ દૂર નીકળી ગયા હતા, ચુડેલ તો આરામથી મારો ટેકો લઈ સૂતી હતી, તેના ગરમ સ્વછોશ્વાસ મને અનુભવાતા હતા. તેના એકેક શ્વાસે મને કરંટ લાગતો હોય એમ લાગતું હતું.

થોડીજ વારમાં ગાડી એકાએક ઉભી રહી ગઈ. મને થયું હવે આ ભૂત મને ખાઈ જશે, અહીં રોડ પર કોઈ આવતું જતું પણ નથી.

"કેમ ?...કેમ ગાડી ઉભી રાખી, મેં ના પડેલી ને." આંખો ચોળતાં ચોળતાં ચુડેલે પૂછ્યું.

"જુઓ....મેં..નથી....રાખી ..એતો પેટ્રોલ ખલાસ.." મારા તો હોશ ઉડી રહ્યા હતા કંઈજ બોલાતું નહોતું.

હું હાથ જોડી બેસી નીચે બેસી ગયો ને આજીજી કરવા લાગ્યો, ''પ્લીઝ મને માફ કરી દો, મને જવા દો, મને ન ખાશો, પ્લી...ઝ"

મારી હાલત જોઈ તે હસવા લાગી ! તેને હસતી જોઈ મારો ડર વધ્યો.

''તને એવું લાગ્યું કે હું ભૂત કે ચુડેલ છું.! તેં કોઈ દિવસ ચુડેલ જોઈ છે ખરી ? મારું નામ મિતાલી છે, કાલે મારા લગ્ન છે. પણ મને આજે જ ખબર પડી કે પેલાનું બીજી જોડે ચક્કર ચાલે છે. મારા માબાપ તે માનવા તૈયાર જ નથી, એને તો આબરૂની જ પડી છે. હું ઘર છોડી ભાગી નીકળી. ને તમે મળી ગયા. હું સમજી ગયેલી કે તમે મારાથી ડરી ગયા. એટલે મેં પણ નાટક ચલાવ્યું."

પોતાના વધારેલા નખ બતાવતાં તે ખડખડાટ હસવા લાગી..!

તેની વાત સાંભળી હું પણ હસવા લાગ્યો.

એ ચુડેલ સાથે હું ચાર વર્ષથી રહું છું, આજે પણ તે રાત યાદ કરી તે મને ચિડવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy