લાગણી
લાગણી
લાગણી શબ્દ સાંભળતા જ આપણા હૃદયમાં ભીનાશ આવી જાય. શબ્દો દ્વારા લખીને પણ વ્યકત ના કરાય એવી અનુભૂતિ એટલે લાગણી. હું હું છું ને તું તું છે છતાં એકબીજા સાથે જોડાયેલા છીએ આ છે લાગણી. કહેવા માટે જ્યાં શબ્દો ઓછા અને મૌન વધુ છતાં બધી વાત સમજી જાય એ જ છે લાગણી. કેટલાય અંતર દૂર કેમ ના હોય છતાં અંતરમનથી પોતાની પાસે હોવાનો અહેસાસ એટલે લાગણી. દરિયામાં મરજીવા શોધવા અંદર ઉતરવું પડે એમ લાગણીમાં ભીંજાવા અંતર મનમાં ઉતરવું પડે. સાચો હોય કે ખોટો હોય, અમીર હોય કે ગરીબ હોય નાનો હોય કે મોટો હોય, બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય સૌના માટે લાગણી હોય છે. રંગ, રૂપ કે આકાર નથી જેમને માત્રને માત્ર મારા તારા હોવાનો અહેસાસ કરાવે એ જ છે લાગણી.
