ઉત્સવ
ઉત્સવ
જીવનના દરેક દિવસ એક "તહેવાર" કે "ઉત્સવ" છે. જીવનની એક એક પળ અતિ મૂલ્યવાન છે. આપણને મળેલું આ જીવન જ એક ઉત્સવ છે. પણ ક્યારેક ચાલતી ગાડી અટકી જાય છે. કયારેક એમાં પેટ્રોલ પૂરું થઈ જાય છે તો કયારેક પંચર પડી જાય છે. ગાડીને સમય મુજબ સર્વિસ ન કરાવીએ તો ગાડી બગડવાની સંભાવના સો ટકાની હોય જ છે. એક નિર્જીવ વસ્તુને પણ જો સમયસર રિપેરીંગ ન કરાવવામાં આવે તો ઉપર મુજબની બાબતો થવાની સંભાવના છે તો આ તો આપણું જીવન છે. તો આપણા જીવનમાં પણ કયારેક પેટ્રોલ પૂરું થઈ જાય,કયારેક પંચર પડી જાય તો આપણા જીવનની ગાડી પણ સ્થિર થઈ જાય,અટકી જાય. ત્યારે એને પણ સર્વિસ કરાવવી પડે,એમાં પેટ્રોલરૂપી આનંદ, ઉત્સવો, નવા વિચારો નાખવા પડે. તો જ જીવનની ગાડી આગળ ચાલે.
આમ ઉત્સવો આપણા અટકી ગયેલા, કાટ ખાઈ ગયેલા જીવનને આગળ લઈ જાય છે. "ઉત્સવો થકી જીવનમાં આનંદ, ખુશી, એકબીજા પ્રત્યેનો પ્રેમ, ભાવ, હૂંફ મળતા રહે છે. જીવન જીવવાનો અનેરો આનંદ મળે છે.
