કવેશ્ચન માર્ક ?
કવેશ્ચન માર્ક ?


18 Jan 1934
હેલો અંકલ અરોન
હું એથન, તમને પત્ર લખું છું તો પણ હાથ ડર ના માર્યા ધ્રૂજે છે વિશ્વ યુદ્ધ પછીથી જર્મનીમાં જાણે કતલેઆમ તો રોજીંદુ સામાન્ય કામ જેવું થઈ ગયું છે. અમે લોકો ઘરે હતા યુદ્ધ થયું હોવા છતા બધું સામાન્ય રીતે જીવવાની કોશિશ કરી રહ્યા હતા એમાં નાની બેન ગેઇલનો જન્મ દિવસ હતો તેની તૈયારી કરી રહ્યા હતા .
હું ખૂબ ઉત્સાહિત હતો આજ ગેઇલ નવ વર્ષ ની થઈ ગઈ હતી.
મમ્મી ગેઇલ નું પસંદ નું જમવાનું બનાવી રહી હતી ત્યાંજ દરવાજા પર જોર જોરથી દસ્તક થવા લાગી પહેલા મમ્મી ડરી ગયા ત્યાંજ બહારથી અવાજ આવ્યો કે 'આદિના ખોલ દરવાજો હું છું જોશેફ. મમ્મી સમજી ગઈ કે પપ્પા છે એમને જલ્દીથી દરવાજો ખોલ્યો પપ્પા બહુજ ડરેલા હતા એ તરતજ બોલ્યા 'અહીંયા રહેવું આપણા માટે જીવને જોખમમાં મુકવા જેવું છે બાળકોને સાથે લઈ લે આપણે દૂર જતા રહીએ.
અમે લોકો ઘરનો સામાન લીધા વગરજ નીકળી પડ્યા. બધેજ દોડા દોડી થઈ રહી'તી. ત્યાજ બંધુકની ગોળીનો અવાજ આવવા લાગ્યો. અમારી પાછળ ને બીજા લોકોની પાછળ સિપાહીઓ બંધુક લઈ દોડી રહ્યા હતા. ગાળો આપીને ઉભા રહેવા કહેતા હતા. ત્યાજ એક ગોળી પપ્પાના પગમાં આવીને વાગી. પપ્પા પડી ગયા એ અમને ભાગવા કહેતા હતા પણ અમે તેમની પાસેજ રહ્યા. ત્યાજ સિપાહીઓએ આવી અમને કેદ કરી લીધા. અમને એક સ્થળ પર લઈ જવાયા અમને વિખૂટા પાડી દીધા ને એક વિચિત્ર લાઈન વારો પાયજામા પહેરવા આપ્યો.
તે દિવસે અમને કંઇજ ખાવાનો આપ્યું અમે એકજ રૂમમાં પચાસથી વધુ છોકરા હતા જેમાંથી મોટા ભાગના મારી ઉંમર પંદરવર્ષના હતા ઘણા નાના તો ઘણા મોટા હતા બીજા દિવસે મને ચેમ્બરમાં લઇ જવાયો. ત્યાં નગનાવસ્થામાં રાખી ઢોર માર મારવામાં આવ્યો અને એવું રોજ થવા લાગ્યું. એકવાર તો એક સિપાહી એ મારા સાથે બદકામ કરવાની કોશિશ કરી. એ તો હું બચી ગયેલો કે એને ઉપલા અધિકારી એ કોઈ કામને લીધે બોલાવી લીધો. તે સમયે મને પોતાનાથી ઘૃણા થવા લાગી બીજા દિવસે મને સમાચાર આપવામાં આવ્યા કે મારા પપ્પાનું મૃત્યુ થયું છે. ગઈ કાલે રાતે સિપાહીઓ એક રમતમાં મારા પપ્પાનો જીવ લીધો. રમત હતી કે જંગલી કૂતરાના જુંડ માં ધકેલવામાં આવે જો એક પણ કૂતરો કરડે તો એ વ્યક્તિને ત્યાજ ગોળી મારવાાંમાં આવે મારા પપ્પાને બીજી લાશના ઢગેઢગલા સાથે સળગાવવા માં આવ્યાં.
બેજ દિવસ પછી સિપાહીઓના ટોર્ચરમાં મારી માતા એ પણ જીવ ગુમાવ્યો ગેઇલના પણ જીવતા અંગ કાઢવામાં આવ્યા પણ તે હજુ જીવતી છે એ લોકો એમના પર પ્રયોગ કરી રહ્યા છે એવું કહેતા હતા.
અંકલ મને નથી ખબર કે તમે જીવિત છો કે નહિ ? આશા છે કે ઠીક હશો મને એ પણ ખબર નથી કે ગેઇલ જીવિત રહેશે કે નહિ ? હું અહીંયાથી ગેઇલ સાથે બહાર નીકળવા માંગુ છું પણ નીકળી શકીશ કે નહિ ? એક વર્ષથી સહન કરું છું. રોજ હજારો લોકો મરે છે અને હજારોને લાવવા માં આવે છે. શું બગાડ્યું હતું અમે લોકો એ કે આવી સજા અપાય છે. પત્ર તમને મળશે કે નહીં એ પણ ખબર નથી પણ લખીને એક આશા જાગે છે કે તમને જયારે મળશે ત્યારે તમે અમને બહાર નીકાળવા જરૂર આવશો. પણ ત્યારે હજુ એક સવાલ થાય છે કે પત્ર મળશે ત્યાં સુધી હું જીવિત રહીશ કે નહીં?
લિ.
એથન જોશેફ અમીરી