કુદરતનો ન્યાય.
કુદરતનો ન્યાય.
કલારામ આર્ટસ કોલેજના કેમ્પસમાં અનેક વિદ્યાર્થીઓ ચેર પર બેઠા બેઠા ચિચિયારીઓ કરીને સિટી મારી રહ્યાં હતાં. તેઓની સામે એક ભવ્ય સ્ટેજ હતું. સ્ટેજ પર વેસ્ટન નૃત્ય કરતી મેનકા સમી સ્વરૂપવાન શલાકા દરેકને આકર્ષતી હતી. તે જન્મે ગુજરાતી હતી. પણ વિચારો અને આચારો પશ્ચિમી દેશોના પાળતી હતી. શલાકાએ પોતાના ગોરીલા ઘાટના શરીર પર વિદેશી વસ્ત્રો ધારણ કર્યાં હતાં. તે વસ્ત્રોમાં શલાકા આજે ફિરંગી પરી જેવી લાગતી હતી. એના ઘાટીલા તનની ગતિ વિધિ કંઈક અનોખું જ આકર્ષણ ઊભું કરી રહી હતી. માશૂકાઓની મધહોશ અદાઓ વચ્ચે ઓડિયન્સમાં બેઠેલાં વિદ્યાર્થીઓ માત્ર ફિરંગી પરીને જ જોવા આવ્યાં હોય તેમ તે બધાં ઉછળકૂદ કરી રહ્યાં હતાં.
શલાકાની અંતિમ પ્રસ્તુતી બાદ તે કાર્યક્રમ પૂરો થયો. બધાં વિદ્યાર્થીઓ શલાકાનું નામ હોઠો પર રમાડતા, રમાડતા કોલેજની બહાર નિકળવા લાગ્યાં. શલાકા પણ પોતાની અનેરી અદા સાથે કોલેજની બહાર નિકળી. આ સમયે દરેકની નજર શલાકાને જ જોઈ રહી હતી. પણ તેને બોલાવાની હિંમત કોઈએ ન કરી.
ધીરે ધીરે કોલેજના ગેટ પાસેથી વિદ્યાર્થીઓ અદ્રશ્ય થવાં લાગ્યાં. પરંતું શલાકા કોઈની રાહે ઊભી હતી. તેની નજર વારંવાર કોલેજના ગેટ તરફ ડોક્યાં કરતી હતી. પણ કોલેજમાંથી કોઈ આવતું ન હતું.
થોડી ક્ષણો આગળ વધી. એટલે એક છોકરો કોલેજમાંથી બહાર આવ્યો. તે છોકરાએ પોતાના પગ શલાકા પાસે સ્થિર કર્યા. તેણેશલાકાને પગથી માથા સુધી નિહાળી, શલાકાનું શરીર સુંદર વસ્ત્રોથી ઢંકાયેલું હતું. બાકીનું ગોરુ શરીર આઝાદ બહાર દેખાતું હતું. એની ભૂરી આંખો, ફક્ત સ્પર્શ કરો તોય છાપ ઉપસી આવે એવા ભરાવદાર ગાલ, એને વારે વારે સ્પર્શ કરતી લટ, પાણીદાર પગની પાનિઓ, ભરાવદાર કેદ, ખભાથી માંડી છેક હાથના પંજા સુધી બહાર દેખાતા હાથ, બરાબર હથેળી પર જગારા મારતી આંગળીઓ, ફિટ વસ્ત્રોમાંથી ઉભરતા અંગો, ફૂલ ગુલાબી હોઠ સાથે મઘમઘતો ચહેરો ટાઈટ બ્લુ જીન્સ અને બ્લેક ચુસ્ત સ્લીવલેસ ટીશર્ટમાંથી પ્રસરતી વિદેશી અત્તરની મહેક ગઓરવના મનમાં અનોખું જ આકર્ષણ જમાવતી હતી. એ મનોમન બોલ્યો પણ ખરો..
શલાકાએ હાથના ઇશારાથી તે છોકરાને રસ્તો નાપવા જણાવ્યું. પણ તે ઇશારાની કની અસર તે છોકરા પર ન પડી. એ તો શલાકા સામે નિષ્પ્રાણ પ્રતિમાની માફક ઊભો રહ્યો. તેથી શલાકાએ પોતાનું સ્થાન બદલ્યું. હવે શલાકા કોલેજના કેમ્પસમાં આવી ગઈ હતી. જે કેમ્પસ થોડા સમય પહેલાં શોર બકોરથી ગૂંજી રહ્યું હતું, તે કેમ્પસ આ ક્ષણે શાંતીમાં લીન હતું.
શલાકા ખાલી પડેલાં મંચ પર નજર દોડાવતી, પેલાં છોકરા વિશે વિચારી રહી હતી. તે છોકરાનો ગોરો ચહેરો શલાકાને ઘડીએ ઘડીએ સતાવતો હતો. શલાકાએ તે છોકરાના ચહેરા પર સ્પષ્ટ રીતે વાસ્નાના ભાવો વાંચ્યાં હતાં. આથી જ શલાકા કેમ્પસમાં આવી ઊભી હતી. તેની આંખો કોઈના ઇન્તજારમાં કોલેજના દાદરા ચડ ઊતર કરી રહી હતી. ત્યાં અચાનક પાછળથી કોઈએ શલાકાનો હાથ જાલ્યો. તેથી તરત તેણે પાછળ માથુ ફેરવ્યું. તેણે જોયુ કે પેલા છોકરાયે તેણીનો હાથ પકડ્યો છે. એટલે એક જાટકા સાથે શલાકાએ પોતાનો હાથ છોડાવ્યો.
"હાય, મારું નામ ગૌરવ છે. મે ફસ્ટ ઇયરમાં એડમિશન લીધું છે. તમને મે અમારી વેલકમ પાર્ટીમાં ડાન્સ કરતાં જોયા ત્યારથી જ મને ગમી ગયા છો. ગૌરવના આ શબ્દોએ શલાકાના શ્વેત ચહેરા પર ગુસ્સાની લાલ રેખાઓ ઉપસાવી દીધી. પરિણામ સ્વરૂપ શલાકાએ ક્રોધના આવેશમાં ગૌરવને એક તમાચો ગાલ પર સટ્ટાક દઈને ચોડી દીધો. તેથી ગૌરવના ગાલ પર શલાકાના પંજાની લાલ છાપ ઉપસી આવી. તે અપમાનને ગૌરવ સહન ન કરી શક્યો. એટલે તરત શલાકાને ધક્કો મારીને જમીન પર પાડી દીધી. હજી તો શલાકા ઊભી થવાનો પ્રયાસ કરે તે પહેલાં તો ગૌરવ ગુસ્સામાં શલાકાને લાતો મારવા લાગ્યો. લાતની પિડાથી શલાકા જોર જોરથી રડવા લાગી. પણ નિર્દયી અને પશુ જેવો ગૌરવ જડની જેમ લાતો મારતો રહ્યો. ત્યાં એકાએક એક લાત ગૌરવની લાત સાથે ટકરાણી, આથી ગૌરવ પણ જમીન ભેગો થયો.
શલાકા રડતી રડતી ઊભી થઈ. તેણે રડતી આંખે પોતાને બચાવનાર છોકરાને જોયો. તે પણ ગૌરવની ઉમરનો હતો. પણ શરીરમાં ગૌરવથી ચડયાતો હતો. તે છોકરાએ પોતાના બલીશ્ટ હાથ કમર પર ટેકવેલાં હતાં. તેની પહોળી છાંતી શ્વાસ સાથે ફૂલતી હતી. તેના પરિપક્વ મસલ્સ તેના બ્લેક ટિશટની આરપારથી પણ જોય શકાતા હતાં. તેની પૂરી બોડી વ્યાયામ દ્વારા ફોલાદી બની ગઈ હતી. તે છોકરાની એન્ટ્રી અને પરસ્નાલીટી આ સમયે હિરા જેવી હતી. જ્યારે તેની સામે ગૌરવ હાડપિંજર હતો. જાણે તેના હાડકાને ગોરી ચામડીથી બાધ્યાં હોય તેમ લાગતું હતું.
ગૌરવ પણ ધ્રુજતો ધ્રુજતો ઊભો થયો. તે સમયે ગૌરવનો શ્વાસ બમણી ગતીએ દોડતો હતો. સામે તેણે એક મજબૂત છોકરાને જોયો, એટલે તે ચૂપ ચાપ ગેટ તરફ પાછા ડગલે ચાલવા લાગ્યો. થોડી વારમાં ગૌરવ ધ્રુજતા શરીર સાથે કોલેજની બહાર નિકળી ગયો.
"તમે ઠિક તો છોને? તે છોકરાયે શલાકાને પૂછ્યું. શલાકાએ માથુ હલાવીને હા કહી. પણ બીજા કોઈ શબ્દો બહાર સર્યા નહી.
"બાય ધવે મારુ નામ રોહન છે. મે ફસ્ટ ઇયરમાં એડમિશન લીધું છે. રોહને પોતાનો પરિચય આપ્યો. તે બધું સાંભળતી શલાકા રૂમાલ દ્વારા કોણીના ઘાવને લૂછતી હતી. ત્યારબાદ શલાકાએ પણ પોતાનો પરિચય આપવાનો શરૂ કર્યો. પરંતું અધવચ્ચેથી જ રોહને શલાકાને અટકાવી દીધી. અને રોહન ખૂદ શલાકાનો પરિચય આપવા લાગ્યો. રોહનને ખબર હતી કે શલાકા કોલેજના સેકંડ ઇયરમાં હતી. તેને એ પણ ખબર હતી કે શલાકાને પશ્ચિમી કલચર ખૂબ પસંદ હતું. રોહનના મુખે પોતાનો પરિચય સાંભળી શલાકા દંગ રહી ગઈ. અને એકી નજરે તે રોહનને નિહાળતી રહી.
કોઈ છોકરો ઝડપથી કોલેજના દાદરા ઉતરિ રહ્યો હતો. તે દાદરાના અવાજે શલાકાનું ધ્યાન ખેચ્યું. તેણે જોયું કે તે જેની રાહ જોતી હતી તે આવી રહ્યો હતો. એટલે શલાકા તે છોકરાને જોતી ઊભી રહી. ઝડપથી તે છોકરો શલાકા પાસે આવીને ઊભો રહી ગયો.
"અનુરાગ અત્યાર સુધી તું કોલેજમાં શું કરતો હતો? શલાકાએ નાક લાલ કરી, અનુરાગને પ્રશ્ન પૂછ્યો. અનુરાગે પોતાના નંબરિયા કાચમાંથી શલાકાનો લાલ ઘૂમ ચહેરો જોયો. ત્યાર પછી અનુરાગે ધિમા અવાજે ઉત્તર વાળ્યો. તેણે જણાવ્યું કે તે લાઈબ્રેલીમાં વાંચતો હતો. બોલતા બોલતા અનુરાગની નજર શલાકાની કોણી પર અટકી ગઈ. તેણે શલાકાની કોણી પર વાગેલા ઘા જોયા, એટલે બીજી બધી વાત પડતી મૂકીને અનુરાગે તે ઘાવ વિશે શલાકાને પૂછ્યું. તેથી શલાકાએ ગૌરવની બદમાશીથી લઈને રોહનની બહાદૂરીની વાત અનુરાગને કરી.
"હું તને કેટલાં સમયથી કહુ છું, કે તું આવા કપડા પહેરવાનું છોડીદે. આવા કપડાના કારણે ક્યારેક તારો જિવ જોખમમાં મૂકાશે. અનુરાગના વ્યાકૂળ શબ્દો શલાકાને કશી અસર કરી શક્યાં નહી. અને શલાકાના જવાબની જગ્યાએ રોહને ઉત્તર આપ્યો. તેણે શલાકાને વેસ્ટન કપડા પહેરવા માટે પ્રોત્સાહન આપ્યું. ને સાથે એમ પણ જણાવ્યુ કે તે પોતે તેની સુરક્ષા કરશે. રોહનની વાત સાંભળી શલાકાએ તેનો આભાર માન્યો. ત્યારબાદ અનુરાગનો હાથ પકડી શલાકા કોલેજની બહાર જવા લાગી. રોહન પણ પોતાની આંખો ફાડતો, જતી શલાકાને એકી નજરે જોતો રહ્યો.
સમયનું ચક્ર દિવસો બદલવા લાગ્યું. ધિરે ધિરે રોહન શલાકાનો ફ્રેન
્ડ બની ગયો. એ સમયથી ગૌરવ પણ કોલેજમાં દેખાયો નહી. કોલેજમાં શલાકા હવે દરેક જગ્યાંએ રોહન સાથે જોવા મળતી હતી. અનુરાગ પોતાના પઢાકુ નેચરના કારણે શલાકાથી દૂર થવા લાગ્યો. તે માત્ર કોલેજના બધાં લેક્ચર પૂરા થાય. ત્યાર પછી જ શલાકાને મળતો. અનુરાગ દરરોજ શલાકાને સુરક્ષીત ઘરે મૂકી આવતો. પરંતું વાંચવાનો શોખ અનુરાગને લાઇબ્રેરીમાં મોડે સુધી રોકી રાખતો. તેથી કંટાળીને શલાકા હવે રોહનની બાઈકમાં ઘરે જવા લાગી. હરરોજ રોહન શલાકાને ઘરે મૂકવા જતો. આના કારણે રોહન શલાકાની નજીક આવવા લાગ્યો. પરંતું શલાકાને અનુરાગની દોસ્તી રોહન નજીક જતા રોકતી હતી.
આજે પણ અનુરાગ લાઈબ્રેલીમાં વાંચતો રહ્યો. શલાકા પણ હવે રોજની જેમ રોહનની બાઈક પર સવાર થઈ ગઈ. રોહને તરત બાઈક રોડ પર ચડાવી. બાઈકના વિલ રોડ સાથે વાતો કરવા લાગ્યા. અને રોહન શલાકા સાથે વાતો કરી રહ્યો હતો. તે દર્મિયાન રોહને શલાકા પાસે મૂવી જોવા જવાનો પ્રસ્તાવ મૂક્યો. શરૂઆતમાં શલાકાએ આનાકાની કરી. પણ રોહનના ચૂલબૂલા અંદાજે શલાકાને મનાવી લીધી. એટલે શલાકાએ શરૂ બાઈકે જ પોતાની મમ્મીને ફોન કર્યો. શલાકાએ પોતાની મમ્મીને ખોટુ કહ્યું. તે અનુરાગ સાથે ફિલ્મ જોવા જાય છે તેમ જણાવ્યું. આથી રોહને તે ખોટા પાછળનું કારણ પૂછ્યું. તેના જવાબમાં શલાકાએ જણાવ્યું કે:
"મારા મમ્મી અનુરાગ પર જ વિશ્વાસ મૂકે છે. તેથી મને તેની સાથે ક્યાય પણ જવાદે છે. રોહન શલાકાની વાતોમાં હામી ભરતો બાઈક ચલાવી રહ્યો હતો. એકાએક રોહને પોતાની બાઈક એક બંગલામાં એન્ટર કરાવી. તે જોય શલાકાને નવાઈ લાગી. તરત શલાકાએ રોહનને પ્રશ્ન પણ પૂછ્યો. પણ રોહને માત્ર શલાકાને બધું ચૂપ ચાપ જોવા કહ્યું.
રોહન અને શલાકા બાઈક પરથી ઉતરીને તે બંગલાની સીડી ચડવા લાગ્યાં. થોડીવાર પછી રોહન બીજા માળે અટકી ગયો. તેણે પોતાના ખિસ્સામાં રહેલી ચાવી દ્વારા એક રૂમ ખોલી નાખ્યો. ત્યાર પછી રોહન અને શલાકા તે રૂમમાં પ્રવેશ્યાં.
તે રૂમ ખૂબ મોટો હતો. તે રૂમની દિવાલ પર ખૂબ મોટો પડદો લગાડેલો હતો. મધ્યમાં એક મોટો બેડ પડ્યો હતો. રોહન તરત તે બેડ પર બેસી ગયો. પરંતું શલાકાની મૌન દ્રષ્ટી રોહનને અનેક સવાલો પૂછી રહી હતી.
"તું ડરિશ નહી. આ મારો બંગલો છે. આ વિશાળ બેડરૂમ પણ મારા એકલાનો છે. અને તું જે દિવાલ ઉપર પડદો જોઈ રહી છો તેમાં જ આપણે મૂવી જોશું. આટલું કહી રોહન ઊભો થયો. તેણે પડદા પર ફિલ્મ શરૂ કરી. પણ દરવાજામાંથી આવતો પ્રકાશ પડદા પરના દ્રષ્યોને ઝાંખા બનાવતો હતો. આથી રોહને દરવાજો બંધ કરી નાખ્યો.
શલાકા પણ પોતાના મિત્રના ઘરે સુરક્ષા અનુભવતી ફિલ્મ જોય રહી હતી. રોહન પણ શલાકાની બાજુમાં જ બેસી ગયો. શલાકાની નજર ફિલ્મના ફરતા સિન પર હતી. એકાએક તે ફિલ્મમાં આપત્તીજનક સિન આવવા લાગ્યાં. તે જોય શલાકા એકદમ ચમકી. અને એ જ ભાવ સાથે રોહન તરફ જોવા લાગી.
"આ જ મસ્ત ફિલ્મ છે બેબી. રોહનનો આવો જવાબ સાંભળી શલાકા બેડ પરથી ઊભી થઈ ગઈ. અને તે ફિલ્મ બંધ કરવા માટે રોહનને જણાવ્યું. પરંતું શલાકાની વાતને ટાળતો રોહન ફિલ્મ જોય રહ્યો હતો. તેથી શલાકાએ ગુસ્સામાં રોહનની પિઠ પર એક થપાટ મારી. એટલે તે થપાટથી રોહન ઉશકેરાયો. તેણે શલાકાના શરીર પર એક અલગ નજર નાખી. ત્યાર પછી આવેશમાં આવીને રોહન શલાકાને પોતાના તરફ ખેંચવા લાગ્યો. રોહનની તે હરકતના જવાબમાં શલાકાયે તરત રોહનના ગાલ પર એક તમાચો લગાવી દિધો. આથી રોહન વધું જંગલી બન્યો. તે રડતા અવાજે રોહનને વિનંતી કરવા લાગી. પણ વાસ્નાથી ભરેલા રોહન પર તે આજીજીની કોઈ અસર ન થઈ. શલાકાએ પણ મુક્ત, થવાના પ્રયત્નો શરૂ રાખ્યાં. રોહનના હાથમાંથી બચવા માટે શલાકાએ રોહનના હાથ પર બચકું ભર્યુ. તેના કારણે શલાકા રોહનના હાથમાંથી મુક્ત થઈને રૂમના દરવાજા તરફ દોડવા લાગી. ફટાફટ શલાકાએ રૂમના બારણાં ખોલ્યાં. પરંતુ કિસ્મત આજે શલાકા સાથે ન હતી. શલાકાએ જેવુ બારણું ખોલ્યું તેવો જ ગૌરવ તેની સામે ઊભો હતો. તેણે તરત શલાકાને બાથમાં પકડી લીધી. ત્યારબાદ ગૌરવ શલાકાને આ જ અવસ્થામાં રૂમમાં ફરી લઈ આવ્યો. તેણે શલાકાને પલંગ પર ફેંકી દીધી. રોહન અને ગૌરવને એક સાથે જોય શલાકાના શ્વાસો જોર જોરથી ઉછળવા લાગ્યાં.
"કેમ, શું થયું શલાકા ? અમને સાથે જોય તને જાટકો લાગ્યો ? અમે તો સ્કૂલથી પાકા મિત્રો છીએ. ગૌરવ આટલું કહી શલાકાને વિખવા લાગ્યો. રોહને પણ ગૌરવનું અનુસરણ કર્યું. ત્યાર પછી તે બન્ને નરાધમોએ પૂરી રાત શલાકા પર બળાત્કાર ગુજાર્યો. જેમ સિંહ પોતાના શિકારને ચૂથી નાખે તેમ ગૌરવ અને રોહને શલાકાને ચૂંથી નાખી. આંખરે પિડાયેલી શલાકાએ પોતાના શ્વાસો રોકી લીધાં. હવે શલાકા નિર્જિવ પલંગ પર પડી હતી. છતાં ગૌરવ અને રોહન તેને પિંખી રહ્યાં હતાં.
રોહનને ખબર પડી કે શલાકા હવે મરી ચૂકી છે. એટલે ગૌરવને રોક્યો. ત્યાર પછી તે બન્ને શલાકાની લાશને એક કોથળામાં ભરીને શહેરની બહાર નાખી આવ્યાં.
ધીરે ધીરે સૂર્યે કાળપ નીચેથી ડોક્યું બહાર કાઢ્યું. તે સવારના અજવાળે એક માણસે તે કોથળો જોયો. તેણે જોયું કે કોથળા પર લોહી લાગેલું છે. એટલે તેણે તરત પોલીસને ફોન કર્યો. પોલીસ તરત તે સ્થાને પહોંચી ગઈ. શલાકાની લાશને પોલીસે કોથળામાંથી બહાર કાઢી. એટલે તે માણસ લાશ જોવા નજીક આવ્યો.
"આ તો શલાકા છે. અનુરાગે ગંભીર સ્વરે પોલીસને જણાવ્યું. ત્યાર બાદ લાશને પોસમોટમ માટે મોકલી દેવામાં આવી. આ વાતની જાણ પોલીસે શલાકાની મમ્મીને કરી. થોડો સમય ઇન્સપેક્ટરે શલાકાની મમ્મી સાથે ફોનમાં વાત કરી. શલાકા છેલ્લે અનુરાગ સાથે હતી. તેમ શલાકાની મમ્મીએ પોલીસને જણાવ્યું. ત્યારબાદ તરત ઇન્સપેક્ટરે અનુરાગને ગિર્ફતાર કર્યો. તે બાબત અનુરાગને સમજાય નહી. પોલીસે પણ અનુરાગની એક પણ વાત સાંભળી નહી.
આ ક્ષણે અનુરાગ જેલના સળિયા પાછળ હતો. તે પોતે નિર્દોશ છે. તેમ ઇન્સપેક્ટરને ઘણી વાર જણાવ્યું. સાથે તેણે રોહન દોશી છે તેમ પણ કહ્યું. પરંતું આ સમયે અનુરાગને કાનૂન દોશી ગણતો હતો.
અનુરાગની પૂછપરછ પૂરી કરીને ઇન્સપેક્ટરે ટેબલ પર પડેલો પોસમોટમ રિપોર્ટ ખોલ્યો. ધીમે ધીમે ઇન્સપેક્ટર તે રિપોર્ટ વાંચવા લાગ્યા. એકાએક તેના હોઠ વાંચતા અટકી ગયાં. તેણે રિપોર્ટમાં વાંચ્યું હતું કે શલાકાને એચ.આઈ.વી.નો ચેપ પણ લાગ્યો હતો. તેથી તરત ઇન્સપેક્ટરે અનુરાગનું બ્લડ પરિક્ષણ કરાવ્યું. પરંતું અનુરાગનો બ્લડ રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો. ત્યાર પછી નિર્દોષ અનુરાગે રોહનને આરોપી બતાવ્યો. એટલે તરત ઇન્સપેક્ટરે રોહનની ધડપકડ કરી. તેનો પણ બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યો. બ્લડ રિપોર્ટે શલાકાના મોતનું રહસ્ય ખોલી નાખ્યું. રોહનને પણ એચ.આઈ.વી. નો ચેપ લાગ્યો હતો. થડ ડિગરી દ્વારા પોલીસે રોહનના મોમાંથી ગૌરવનું નામ કઢાવ્યું. ગૌરવ પણ જેલમાં ધકેલાયો. ગૌરવના લોહીની તપાસમાં ખબર પડી કે ગૌરવને એચા.આઈ.વી. નો રોગ અંતિમ તબક્કામાં હતો. તેના થકી જ શલાકા અને રોહનને એચ.આઈ.વી.નો ચેપ લાગ્યો હતો.
શલાકાના બળાત્કારમાં ગૌરવ અને રોહન શામિલ હતાં, તે સાબિત થઈ ગયું. બન્નેને ચૌદ વર્ષની જેલ થઈ. પરંતું કુદરતે તે નરાધમોનો ન્યાય હંમેશા માટે કરી નાંખ્યો હતો.