કોયડો
કોયડો
“કોયડો”
સમીર એક ગભરૂ બાળક હતો…
માતા રેખા, તેના ના લગ્નના પાંચમા મહિને વિધવા થઈ. સમીરના પિતાનું આકસ્મિક મૃત્યુ થયું હતું. ત્યારથી તે અને તેની મા મોસાળમાં મામા સાથે રહેતા હતા.
પરંતુ સમીર સાથે એક અજીબ વાત હતી.તેને પોતાનું “મરણ” યાદ હતું…અને સાથે સાથે પાછલું “જીવન” પણ.
તે વારંવાર પોતાની મમ્મીને એક જ પ્રશ્ન પૂછતો.
“મમ્મી… મારા બાપુ કેમ મરી ગયા?”
રેખા આને બાળસહજ વાત માની હસીને ટાળી દેતી. અને કહેતી,
“બેટા, જે મરે છે ને, એ આકાશમાં તારો બની જાય છે…”
પરંતુ એક દિવસ સમીર ગંભીર થઈ બોલ્યો.
“મમ્મી… હું, તો મર્યા પછી, તારો નથી બન્યો…હું તો મરી ગયો હતો… ને ફરી આવ્યો છું.”
આ વખતે, પહેલી વખત રેખાને સમીર ની વાત મજાક જેવી નહોતી લાગી.
સમીર પાસે કોઈ સ્પષ્ટ યાદો નહોતી.
ન નામ, ન પરિવાર….
પણ હા.. તેની સ્મૃતિ માં હતું.
ફક્ત એક દ્રશ્ય
અંધારો રૂમ…
એક બંધ દરવાજો…
અને અંદરથી આવતો અવાજ.
“ચાલ, ચુપચાપ સહી કરી દે… નહિ તો બહાર જઈ નહિ શકે…”
ધીમે ધીમે સમીર અંતર્મુખી બનતો ગયો.
તેને અંધકારનો ડર નહોતો…
પણ “બંધ દરવાજા” નો હતો.
એક દિવસ તે સ્કૂલથી આવીને મામાને બોલ્યો.
“મારે એ રૂમ શોધવો છે…”
“કયો રૂમ?”
મામાએ પૂછ્યું.
સમીર એકી શ્વાસે બોલ્યો.
“જ્યાં હું ગુંટાઈને મર્યો હતો.”
આ વાતે સૌને હચમચાવી દીધા.
થોડા દિવસ પછી, મામા સાથે ફરતા ફરતા સમીર એક જૂની બિલ્ડિંગ સામે ઉભો રહી ગયો.
“મામા… અહીં…” જઈએ.
તે
બિલ્ડિંગ વર્ષોથી બંધ હતી.
મામાએ એને શાંત પાડ્યો…
પણ, સમીરે કરેલી હઠ,તેમના મનમાં પણ હવે શંકાનું બીજ વાવી ગયું હતું.
એક દિવસ હિંમત કરીને તેઓ સમીરને લઈને એ બિલ્ડિંગમાં પ્રવેશ્યા.ધૂળથી ભરેલો કોરિડોર…
ભારે શાંતિ…
અને અંતે. છેલ્લે
એક બંધ દરવાજો.
સમીર ધીમે ધીમે આગળ વધ્યો.
તેના નાના હાથ ધ્રુજી રહ્યા હતા…
પણ આંખોમાં અજાણી શાંતિ હતી.
ધક્કો મારી દરવાજો ખોલ્યો.
અંદર.
એક નાનો રૂમ…
એક તૂટેલી ખુરશી…
અને દોરડાનો ટુકડો.એક બંધ કબાટ.
સમીર અચાનક જમીન પર બેસી ગયો.
“અહીં… હું બંધ હતો…
”
મામાનું દિલ ધબકતું અટકી ગયું.
“મને કેદ કર્યો હતો…
હું બુમો પાડતો રહ્યો…
પણ કોઈ આવ્યું નહીં…”
મામાએ સામે રહેલું બંધ કબાટ ખોલ્યું.
અંદરથી મળ્યું,એક જૂનું ચામડાનું પાકીટ…અને અખબારના કટિંગ.
હેડલાઇન હતી..
“7 વર્ષ પહેલા યુવાન ગુમ… પાચ દિવસે મૃત હાલતમાં મળ્યો”
સમીર શાંત હવે થઈ ગયો હતો .
થોડી ક્ષણ પછી…
તેના અવાજમાં અચાનક પરિપક્વતા આવી ગઈ.
અને બોલી ઉઠ્યો...
“ઓ સાળા સાહેબ…
હવે મને બધું યાદ આવી ગયું…”
મામા સ્તબ્ધ થઈ ગયા.
“જર, જમીન અને ઝવેરાત…
ત્રણેય કજિયાનાં છોરું છે…"
"મારા પોતાના ભાઈઓએ જ જમીનના હક્ક માટે મને અહીં કેદ કરી… મારી નાખ્યો હતો…”
સમીરની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
“હવે… મારાં દીકરાનો હક્ક ડૂબે નહીં…એ તું જરૂર જો…”
થોડી ક્ષણ માટે શાંતિ…
પછી સમીર હળવું સ્મિત કરી બોલ્યો.
“હવે મારે,કંઈ યાદ રાખવું નથી…”
બીજા દિવસે…
સૂર્ય ઉગ્યો…અને સમીર હવે એક સામાન્ય બાળક બની ગયો.
તે રમતો હતો, હસતો હતો…
મામાએ પૂછ્યું.
“બેટા, એ બિલ્ડિંગ યાદ છે?”
સમીર નિર્દોષ હાસ્ય સાથે બોલ્યો.
“કઈ બિલ્ડિંગ?”
પણ હવે મામા માટે તેનું સામાન્ય હોવું એ એક કોયડો બનતો હતો.
તેઓએ પોલીસમાં ફરિયાદ કરી.
જૂનો કેસ ફરી ખૂલ્યો.
પાકીટમાં મળેલા દસ્તાવેજો, અખબારનો પુરાવો…
અને સમીરના શબ્દો.
બધું મળીને સત્ય બહાર આવ્યું.
સમીરના પિતાને તેમના જ ભાઈઓએ જમીન માટે મારી નાખ્યા હતા.
ન્યાય મળ્યો.
સમીર કોઈનો પુનર્જન્મ નહોતો…
તે તેના પિતાની અધૂરી ઈચ્છાનો છેલ્લો સાક્ષી હતો.
એક કોયડો…જેનો ઉકેલ એક બાળકના મોઢેથી આવ્યો.અને જ્યારે સત્ય બહાર આવ્યું.
સમીર ફરી ફક્ત…
એક બાળક બની ગયો.
હવે આ
અંત…
હતો
કે ન્યાયની શરૂઆત?
કારણ કે
અગમ નિગમ નો ક્રમ નોખો છે!
સત્ય ક્યારેય મરતું નથી…
તે ફક્ત છુપાઈ જાય છે—
સાચા સમયની રાહ જોઈને.
સાત વર્ષ જૂનો કેસ બંધ થયો હતો…
પણ એક બાળકના શબ્દોએ
તેને ફરી જીવંત કરી દીધો.
જે અવાજોને દબાવી દેવામાં આવ્યા હતા,
તે આજે સાક્ષી બનીને ઊભા રહ્યા.
પણ પ્રશ્ન હજી બાકી છે…
શું ખરેખર બધું પૂરુ થયું છે?
કે પછી—
કોઈ બીજું સત્ય હજી પણ
કોઈ બંધ દરવાજા પાછળ
શ્વાસ લઈ રહ્યું છે…
કારણ કે…
કેટલાક કોયડા ઉકેલાતા નથી—
તે ફક્ત વધુ ભયાનક બની જાય
