Trushti Patel

Romance Tragedy

5.0  

Trushti Patel

Romance Tragedy

કોરી આંખો ને ભીની પાંપણો

કોરી આંખો ને ભીની પાંપણો

3 mins
585આ નીલું ગગન, ઠંડા પવનના સુસવાટા, રંગીલુ વાતાવરણ , આસપાસના લોકોના ચેહરા પરની ખુશીઓ, ભીની રેતીમાં બનાવેલા ઘર અને દોરેલા દિલની વાતો, ગરમાગરમ મકાઈના ભુટ્ટાના સ્વાદની સાથે મહેકતી ભૂમિ એટલે મોજીલા ભાવનગરનો અરબી સમુદ્રનો દરિયાઈ કાંઠો.


"ઘરે જઈને તરત જ ફોન કરજે કે મેસેજ કરી દેજે, હું રાહ જોઇશ." આરવીના કાને આ શબ્દો અથડાતા જ એના પગ કોમળ રેતીમાં સહેજ વધારે ખૂંપી ગયા. શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયો ને આંખમાં ઝળઝળીયા આવી ગયા. વર્ષો પહેલાંની યાદો પતંગિયાની માફક આંખોની આસપાસ ઉડવા લાગી.


ત્રણ વર્ષ પહેલાં પોતે આ રીતે આરુષ સાથે આ જ રીતે છેલ્લી વાત-ચીત થઇ હતી બઉ ખુશ હતી એ દિવસે આરવી, આરુષ એના મમ્મી પપ્પાને તેમના સંબંધ વિશે વાત કરવાનો હતો, આજનો સોનેરી સૂરજ જાણે એના માટે જ ઉગ્યો હતો. ઘરે પહોંચી ને મમ્મીને બૂમ પાડીને કૉફી બનાવા કહેલું. પછી બેડરૂમમાં જઈને ફોન ચેક કરું.


આરુષના મમ્મી પપ્પા અમારા લગ્ન માટે માની ગયા હશે એવી આશાઓ સાથે એના મનમાં અનેક સોનેરી વિચારો ભમી રહ્યા હતાં. એટલે સુધી કે જો એ લોકો હા પાડી દેશે તો આરુષના આવતા વીકએન્ડમાં બંને પરિવારો સાથે દીવ ફરવા જઇશું, એવુ વિચારી રાખેલું એને ઘણી રાહ જોઈ આરુષના ફોન કે મેસેજની . પછી ના રહેવાયું એટલે છેવટે એણે આરુષને ફોન ડાયલ કર્યોને ઘણી રીંગ વાગી પછી ફોન ઉપડ્યોને તરત આરવીઍ બોલવાનું શરૂ કરી લીધું


"શું કરે છે આરુષ ક્યારની તારા ફોનની રાહ જોવું છું, શું કહ્યુ મમ્મી પપ્પા એ ? હા પાડી ને ! બોલને જલદી મને એમની હા સાંભળવાની બહુ ઉતાવળ છે ."


પણ એના આશ્ચર્ય વચ્ચે આરુષનો અવાજ ના આવતા એક ભારેખમ અવાજ સંભળાયો, "તમે જેમને ફોન કર્યો છે એ હવે ક્યારેય વાત નહી કરી શકે."

આરવી એ ગભરાઈને પુછયું, 'કોણ છો ભાઈ તમે ? આરુષ ક્યાં છે ? તમે એને ફોન આપો મારે એની સાથેજ વાત કરવી છે.

"હું આરુષના માસીનો દિકરો નીલ બોલું છું, તમે ....કદાચ આરવી બોલો છો ?"

" હા, આરવી બોલું છું પણ આરુષ ક્યાં છે ?"

"સોરી, ખબર નહી અત્યારે કહેવુ યોગ્ય છે કે નહી, પણ આરુષભાઈ અમદાવાદ ઘરે પાછા આવતા હતા ત્યારે હાઈવે ઉપર એમની કારને ભયાનક અકસ્માત નડ્યો છે, કોઇ જીવિત બચ્યુ નથી." સહેજ ગળગળા અવાજે નીલે કહ્યું.


આ સાંભળતાંની સાથે જ આરવીના હાથમાંથી ફોન પડી ગયો, એની રંગબેરંગી દુનિયા પર જાણે કાળા વાદળ છવાઈ ગયા. આરવીને છતા આ વાત પર વિશ્વાસ ના આવ્યો, એટલે એણે આરુષના અમદાવાદના બધા ફ્રેંડ્સને ફોન કરીને પૂછ્યું. બધી જ જગ્યાએથી ડૂસકાં ભર્યા અવાજમાં આ જ સમાચાર સાંભળવા મળ્યા. આરવીના તો જાણે શ્વાસજ રૂંધાઈ ગયાને, એ બૅડ ઉપર ફસડાઈ પડી. ક્યારે ભાન આવ્યું, કેટલા દિવસે આઘાતમાંથી બહાર આવી એ કાઈ યાદ નથી એને પણ આરુષ વિનાની જિંદગી જીવવી બહુ અઘરી લાગે એને.


એક અદ્ર્શય નિરસતાનો પેડદો છવાયેલો રહેતો એના ચહેરા પર. પણ એણે પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાના પ્રોફેશનમાં પરોવી દીધુ. જરુરિયાતમંદને મદદ કરવી, નાઇટ ડ્યુટી હોય કે ડે- ડ્યુટી, હોસ્પિટલમાંજ મોટા ભાગનો સમય વિતાવવો એજ એનો રોજીંદી જિંદગી બની ગઈ હતી. ઘરના પણ વધારે મગજમારી કરતા નહી એની સાથે. મમ્મી લગ્ન માટે કહેતી તો એ કહી દેતી કે તને જે સૌથી વધારે પસંદ આવે એ છોકરા સાથે હું લગ્ન કરી લઈશ.


અને બે વર્ષ પછી એના લગ્ન અર્થવ સાથે થઇ ગયા. આમ તો ખુશ છે, હવે તે એની લાઈફમાં. અર્થવનો કેમીકલની ફેકટરી એટલે એ વિદેશ આવતો જતો રહેતો. લગ્ન પછીનું એક વર્ષ તો જાણે પંખીના વેગે ઊઠીને પસાર થઈ ગયું. એ રોજ નિત્યક્રમ પતાવીને મંદિર જતી, રોજ સવારે કે સાંજે એક વાર દરિયાકાંઠે અચુક જતી. દરિયાના પાણી એને પણ ભીંજવતા ને ક્યારેક આરુષની યાદો એની આંખો ભીંજવતી અતીતના વાદળો ક્યારેક એની સીધી -સાદી જિંદગીમાં અણધાર્યો વરસાદ લઇ આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance