કોફી વીથ લવ
કોફી વીથ લવ


મારી સ્ટોરીની શરુઆત કોલ્લેગેના ફંકશનથી થાય છે, મેં એને પહેલી વાર જોઈ અને એણે મને જોયો અમે એકબીજાને જોતા જ રહી ગયા, સામે બીજા દિવસે કોલ્લેગેમાં હું ગયો અને સર બોલ્યા આજે તું આવ્યો ? કારણકે મારી કોલ્લેગે કોઈ દિવસ અટ્ટાઇન્ડેન્સ હોતી નથી. અને તે દિવસ હું કોલ્લેગે માં ડેઈલી આવા માંડ્યો. કોલ્લેગે ના 3 વરસ કેવી રીતના નીકળી ગયા એની કશી ખબર જ ન પડી.
હું દરરોજ કાફે કોફી ડે માં જઈને કામ કરતો. તે દિવસે મારા નસીબ સારા કે મને કોફી શોપમાં આવી તે દિવસે જસ્ટ એને જોઈ પણ મેં એને બોલાવી નહીં. તે દિવસે એને મારી સામે અને મેં એની સામે જોયું. તે દિવસથી દરરોજ એ કોફી શોપમાં આવતી. થોડાક દિવસો પછી મેં હિમ્મત કરીને બોલાવી ત્યારે અમે બે કલાક વાત કરી અને ઓલ્ડ ટાઈમ યાદ કર્યો. તે દિવસે અમારા ઇન્સ્ટા આઈડી અને નંબર એક્સચેન્જ થયા એ બે કલાકની કૈક અલગ જ ફીલિંગ થાય અને તે દિવસ મને હંમેશા યાદ રહેશે. અમે દરરોજ કોફી શોપમાં મળવા લાગ્યા એટલે મેં મારી સ્ટોરીનું નામ કોફી વિથ લવ રાખ્યું છે કારણકે કોફ્ફ...ફ્ફી એ અમને એકબીજાની પાસે લાવી દીધા છે. ઘણાં ટાઈમે સુધી અમે એકબીજા સાથી વાત કરી અને એકબીજા ના ભાવ જાણ્યા. મારી લાઈફ ના સૌથી બેસ્ટ દિવસો હતા. મને કઈ પણ તકલીફ પડતી તો હું એને કોલ કરતો અને એ મારી પ્રોબ્લેમ સોલ્વ કરતી. પછી એને કૈ પ્રોબ્લેમ પડે તો એ મને કોલ કરતી અને હું એની પ્રોબ્લેમ સૉલ્વ કરતો, એ મને એના લાઈફ ની સેક્રેટ કે'તી અને હું પણ એને મારા સેક્રેટ કે'તો, મને એનો સાથ અને એને મારો સાથ ગમવા લાગ્યો. મારી અને એની કેમિસ્ટ્રી ખુબ સારી હતી અને ઘણાં બધા લોકો કે'તા અમારા વિચાર બહુ મળતા જ. મને એની સાથે લવ થવા લાગ્યો એને મારી સાથે થતો કે નહીં પણ એની વાત પર ખબર પડતી નહીં કે એની લઇફમાં ફ્રેન્ડ માને છે કે એના થી વધુ.
મારે એને ઘણાં દિવસોથી પૂછવું'તું પણ મને પૂછવા માં ડર લાગતો'તો કે એ કંઈક ખોટું લાગી જશે તો હું એની દોસ્તી પણ ગુમાવી દઈશ એ વાત મારા મનમાં રહેતી. ફાઈનલી મેં એને કીધું કે કોઈ તને પ્રોપોઝ કરે તો ? અને એ બોલી કે ખેતી ને જપત દાવ અને હું ડરી ગયો મેં પછી પૂછ્યું કે કોઈ ટેરો કલોઝ ફ્રેન્ડ કરે તો ? એ બે મિનિટ માટે વિચારમાં પડી ગઈ પછી એ મને જે વસ્તુ બોલી એ મને હંમેશા માટે યાદ રહી ગઈ કે માણસ મારા લૂકથી મને પ્રોપોઝ કરે તો એને ના કારણકે હું જેવી છો એવી મને એસ્સેપ્ત કરે તો હું એને હા પાડી એ વસ્તુ સાંભળીને મને બોવ જ ગમ્યું તે આખો દિવસ વિચારતો રહ્યો કે હું એને કેમ પ્રોપોઝ કરું કયારે પ્રોપોઝ કરું? થોડાક દિવસો પછી આઈડિયા આવ્યો કે એના જન્મદિવસે એને પ્રોપોઝ કરું. સમય કેમ વાયો ગયો ખબર ના પડી અને એનો જન્મદિવસ આવ્યો.
રાતે બાર વાગે મેં સૌથી પહેલા જન્મદિવસ વિશ્ કર્યો પછી બપોરે મેં એને કોફી શોપમાં બોલાવી તે દિવસે મને ડર લાગતો તો અને તે દિવસે હું ફૂલ અને કેક લઇ ગયો અને તે દિવસે ને વાતમાં ને વાત માં મેં એને આખા કોફી શોપની સામે પ્રપોઝ કરી અને એ એક મિનિટે માટે શોક થઇ ગયી અને એનો જવાબ મને લાગ્યું હા હશે પણ મારા નસીબ ખરાબ કે એને મને ફ્રેંડઝોને કરી નાખ્યો અને મેં એને કીધું કે મારા માં શુ ખરાબી છે કે ના પડી અને તે દિવસનો જવાબ સાંભળી મારા પગની નીચેથી ધરતી હાલી ગઈ કે એને મને ખાલી એટલું જ કીધું કે તું ઈ તું મારી ઔકાતમાં નથી આવતો. આ જવાબ સાંભળી ને મારુ દિલ હંમેશા માટે ખોવાઇ ગયું તે ત્યાંથી વૈ ગઈ અને ત્યારથી મેં મારા દિલનું સાંભળવાનું હંમેશા માટે બંધ કરી લીધું અને મારા માઈન્ડથી ફેંસલો લેવા મંડ્યો. હું એની ઔકાતનો વધુ થઇ ને બતાવીશ જયારે હું કોફી શોપમાં આવું તો એકવાર તો એની યાદ આવે એને એ દિવસ યાદ આવે કે તારી ઔકાત નથી જ્યારે એને મને છોડ્યો ત્યારથી હું દિલથી નહીં પણ માઈન્ડથી ફેંસલો લેવા લાગ્યો અને મેં લેટ ગો કરીને આગળ વધી ગયો અને એ દિવસથી મને શીખવા મળ્યું કે દિલ હંમેશા ખોટું ફેંસલો લે અને માઈન્ડ હંમેશા સાચો ફેંસલો લે।
હું કોઈ પ્રોફેશનલ લેખક નથી.......................... મારા મનમાં જી ભાવ હતા એ આ સ્ટોરીમાં પુરે પુરા લખવાની કોસીસ કરી છે. આશા છે તમને પસંદ પડશે.
ધન્યવાદ