Sujal Patel

Inspirational Others Children

3  

Sujal Patel

Inspirational Others Children

કલ્પના

કલ્પના

3 mins
27


ફ્રુટીની જેમ દરેક છોકરીની એવી ઈચ્છા હોય છે, કે તેનાં જીવનમાં પણ કોઈ સોનપરી હોય‌. જે તેની હંમેશા મદદ કરે. આઠ વર્ષની સોનુની પણ એવી ઈચ્છા હતી, કે તેનાં જીવનમાં કોઈ સોનપરી આવે.

સોનુ રોજ સોનપરીની સિરિયલ જોઈને, સોનપરી પોતાનાં જીવનમાં હોત. તો પોતે કેવી ખુશ હોત. એવી કલ્પનાઓ કરતી.

એક રાતે સોનું જ્યારે સોનપરીની સિરિયલ જોઈને સૂતી. ત્યારે તે સપનામાં જ સોનપરી પાસે પહોંચી ગઈ. સોનપરીને પોતાની નજર સામે જોઈને સોનું ખૂબ જ ખુશ થઈ.

"તમે સાચે સોનપરી છો??" સોનું સોનપરીને પૂછવા લાગી.

સોનપરી સોનુંની વાતો સાંભળીને મલકાતી હતી. કેમકે, સોનું કોઈ સપનું જોઈ રહી ન હતી. તે હકીકતમાં સોનપરી પાસે પહોંચી ગઈ હતી. પણ સોનુને એ વાતની ખબર ન હતી. સોનુંની સોનપરીને મળવાની તીવ્ર ઈચ્છાના કારણે સોનપરી ખુદ આવીને, સોનુને પોતાની દુનિયામાં લઈ ગઈ હતી.

"હાં, હું સાચે સોનપરી છું. બોલ તારે શું જોઈએ છે??" સોનપરી સોનુની પાસે જઈને બોલી.

સોનું તો તરત જ સોનપરીને વળગી ગઈ. સોનપરી પણ સોનુના માથાં પર હાથ ફેરવવા લાગી. સોનુના ચહેરા પર ખુશી જોઈને, સોનપરી પણ ખુશ થઈ.

"તમે મારી સાથે રહો ને...પેલી ફ્રુટી દીદી સાથે તો તમે રોજ રહો છો. થોડાં દિવસ મારી સાથે રહો ને..." સોનું પોતાની કાલીઘેલી ભાષામાં સોનપરીને પોતાની સાથે રહેવા આજીજી કરવાં લાગી.

સોનુની વાતો સાંભળીને સોનપરી અસમંજસમાં મૂકાઈ ગઈ. સોનપરીએ સોનુને માત્ર એક દિવસ પોતાની પાસે બોલાવી હતી. તે તેની સાથે રહી શકે એમ ન હતી. પણ સોનુને એ વાત સમજાવવી મુશ્કેલ હતી.

સોનપરીએ કંઈક વિચારીને સોનુને પોતાની દુનિયામાં ફેરવવાનું ચાલું કરી દીધું. સોનપરીએ સોનુને ખૂબ મજા કરાવી. સોનુ પણ ખુબ ખુશ હતી. સોનપરીએ સોનુને એક ફૂલનો તાજ પહેરાવ્યો. સોનુ એ તાજ જોઈને રાજીરાજી થઈ ગઈ. એ તરત સોનપરીને ભેટી પડી.

"થેંક્યું સોના આન્ટી..." સોનુ બહું પ્રેમથી બોલી. સોનુના શબ્દો સાંભળી સોનપરી પણ પીગળી જતી હતી. 

આખરે સોનુનો પરીની દુનિયામાંથી જવાનો સમય આવી ગયો. પણ સોનપરી સોનુને જવાં માટે કેવી રીતે કહે. એ વાત સોનપરીની સમજમાં આવતી ન હતી.

"બેટા, હવે મારે એક કામ છે. હવે તમે તમારી ઘરે જાવ. હું ફરી તમને અહીં બોલાવીશ. ત્યાં તમારી મમ્મી પણ પરેશાન થતી હશે." સોનપરી ખૂબ જ પ્રેમથી સોનુને સમજાવવા લાગી. પણ જવાની વાત સાંભળી સોનુ ઉદાસ થઈ ગઈ.

"નાં, હું એકલાં નહીં જાવ. તમે પણ મારી સાથે આવો." સોનુ હજી પોતાની વાત ભૂલી ન હતી. સોનપરી સોનુને ઉદાસ કરવાં માંગતી ન હતી. એટલે સોનુ જ્યાં સુધી હકીકત સ્વીકારીનાલે. ત્યાં સુધી સોનપરીએ સોનુની સાથે રહેવાનો નિર્ણય કર્યો.

સોનપરી સોનુ સાથે માણસ બનીને ધરતી પર આવી. જેથી કોઈ બીજા તેને ઓળખીનાશકે. સોનુ સોનપરીને સાથે લઈ આવી. એ વાતથી પોતે ખૂબ જ ખુશ હતી.

"બેટા, હવે હું સોનપરી છું. એ વાત તમારે કોઈને જણાવવાની નથી." સોનપરીએ સોનુ કોઈને હકીકત જણાવે નહીં. એ માટે અગાઉ સચેત કરી દીધી.

સોનુએ પણ સોનપરીની વાત માની લીધી. સોનુ સોનપરી સાથે ખૂબ જ ખુશી ખુશી રહેવા લાગી. સોનપરી થોડાં સમય માટે જ સોનુ સાથે ધરતી પર આવી હતી. એટલે તેણે સોનુને ઘરનાં અન્ય સભ્યો સાથે આ વાત શેયર કરવાની ના પાડી.

દિવસ પછી દિવસ પસાર થતાં ગયાં. એક દિવસ સોનપરીનો જવાનો સમય આવી ગયો. પણ સોનુ હજી એ વાત માની ન હતી, કે સોનપરી હંમેશા તેની સાથે ના રહી શકે‌.

સોનપરીએ સોનુ ઉદાસનાથાય. એ માટે સોનુને જણાવ્યાં વગર જ જતાં રહેવાનો નિર્ણય કરી લીધો. સોનુ રાતે સૂતી હતી. ત્યારે સોનપરી ફરી પોતાની દુનિયામાં જતી રહી.

સોનુ જ્યારે સવારે ઉઠી. ત્યારે સોનપરીને પોતાનાં રૂમમાં ના જોઈને ખૂબ જ રડવા લાગી. એ સમયે સોનુની નજર પોતાનાં રૂમનાં અરીસા તરફ પડી. ત્યાં સોનપરી પોતાની જાદુઈ છડી જેવી એક નાની છડી મૂકીને ગઈ હતી. સોનુ એ છડી હાથમાં લઈને જોવાં લાગી.

સોનું જ્યારે છડી જોતી હતી. ત્યારે એમાં ઉપર રહેલાં પીળા રંગનાં સ્ટારમા તેને સોનપરીનો ચહેરો દેખાયો.

"તું જ્યારે પણ મુસીબતમાં હોય. ત્યારે આ છડી હાથમાં લઈને મને યાદ કરજે. હું તારી પાસે આવી પહોંચીશ." સ્ટારમા રહેલો સોનપરીનો ચહેરો બોલ્યો.

સોનુએ પોતાનાં આંસુ લૂછીને છડીને પોતાની છાતી સરસી ચાંપી લીધી. સોનુ રોજ એ છડી પાસે લઈને સૂતી. ને મનોમન સોનપરીને યાદ કરતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational