કળયુગના ઓછાયા - ૨૬
કળયુગના ઓછાયા - ૨૬
આસ્થા એકદમ બેભાન થઈને ઢળી પડતા જ રૂહી અને સ્વરા ગભરાઈ જાય છે...થોડુ તેના પર પાણી ને છાટે છે...પછી થોડીવારમાં તે ભાનમાં આવે છે.
રૂહી : આસ્થા કેવુ છે હવે તને ??
આસ્થા : સારૂ છે...પણ કેયા....લાવણ્યા....
સ્વરા : એ બધુ કંઈ ન વિચાર તું... એમાં તારો કોઈ વાંક નથી...તને ક્યા કંઈ ખબર છે....તને તો એ પણ ક્યાં ખબર હતી કે એ તારી બહેન છે.
રૂહી : હા આસ્થા આમ પણ કેયા હવે ફોરેન છે એટલે આપણે કંઈ કરી શકીએ એમ નથી...હવે આપણે બસ આ આત્માને મુક્તિ અપાવવા માટે વિચારવાનું છે.
આસ્થા : હા...પણ કાલે પેલી નવી છોકરીનું શું કરીશું ??
રૂહી : કાલનુ જોયું જશે....આવે એટલે જોઈએ કદાચ સારી હોય તો......
થોડીવાર પછી,
રૂહી : મને એક આઈડિયા આવ્યો છે...આજે જ આપણે વિધિ કરી દઈએ તો....??
સ્વરા : પણ કેવી રીતે ?? આપણ ને તો શું કરવાનું છે એ પણ ખબર નથી... અત્યારે કેવી રીતે શક્ય છે આ બધુ ??
રૂહી અક્ષતને ફોન કરે છે અને બધી વાત કરે છે......આજે વિધિ માટે કહે છે... અત્યારે...
અક્ષત : રૂહી પણ એ તો મારે શ્યામ ને પુછવુ પડે કે કેમ કરવાનુ છે ??? અને આપણે જાતે કરી શકીએ કે નહી ??
હું તેની સાથે વાત કરીને કહું......કારણ કે અત્યારે મોડુ પણ થઈ ગયુ છે છતા તેની સાથે વાત કરવા પ્રયત્ન કરી જોઉં.
અડધો કલાક પછી અક્ષત રૂહીને ફોન કરે છે...આંખી વિધિ કહે છે...એ રૂહી ફોનમાં રેકોર્ડિંગ શરુ રાખીને સાભળે છે...પણ બધી વસ્તુઓ.....
અક્ષત બધી સામગ્રી લઇ જઈને ત્યાં આપવા જવાનું કહે છે..આંખી વિધિ એ ઉભા રહીને કરવાની હોય છે....પણ એમાં એક પણ ચુક થશે તો એ આત્મા છે એનાથી પણ વધુ શક્તિશાળી બની જશે.
અક્ષત શ્યામના કહ્યા મુજબ બધી વસ્તુઓ લાવી દે છે. આમ તો વોચમેનના કહ્યા મુજબ તે કોઈનુ પણ પાર્સલ હોય તો તે એ રૂમમાં પહોચાડી દે અથવા કોઈ નીચે આવીને લઈ જાય.
એ મુજબ જ અક્ષત બધુ લઈને આવે છે....અને વોચમેનને આપી દે છે....અને તે રૂહીને લેવા માટે આવવાનું કહીને નીકળી જાય છે... પણ અક્ષત મોડુ થયુ હોવાથી રુહીના આવવાની રાહ નથી જોતો.
આ બાજુ રૂહી બધુ લેવા નીચે જતી હોય છે....તે મસ્ત તેની ધુનમાં ગીતો ગાતી નીચે ઉતરે છે.... ત્યાં જ તે એકદમ જ તેનુ ધ્યાન મેડમ પર જાય છે તે કોઈ થેલી લઈને રૂમમાં જઈ રહ્યા હોય છે.
આ બાબત રૂહીએ નોટ કરી પણ તેને વિચાર્યું કે હશે કંઇ એમની વસ્તુઓ.....એમ વિચારીને તે વોચમેન પાસે પહોંચી ગઈ.
રૂહી વોચમેન ને પુછે છે કાકા મારૂ પાર્સલ આપોને ??
વોચમેન : કોનુ ?? કયુ પાર્સલ ?? અહીયા તો કોઈ પાર્સલ આવ્યું નથી.
રૂહી : અંકલ હાલ તો એક છોકરો આવીને આપી ગયો ?? તમે કેમ ના કહો છો ??
રૂહી એક નજર તેમની કેબિનમાં કરી લે છે પણ કંઈ હોતું નથી....પછી તે સાઈડમાં જઈને અક્ષતને ફોન કરીને પુછે છે.
અક્ષતે તેમને જ એક થેલી આપી હતી એવું કહ્યું....પણ તે ફરી કેમ ગયા એ ખબર ના પડી...
વોચમેન : બેન કોઈ આવ્યું નથી હું તો હમણાં વોશરૂમ ગયો હતો....હાલ આવ્યો.
રૂહીને ખબર હતી કે આવી રીતે ઘણાના પાર્સલ આવે છે કાકા જ બધાને આપે છે પણ આજે એ કેમ ખોટું બોલી રહ્યા છે એ એને સમજાયું નહી.
તે હજુ વિચારતી હતી ત્યા જ પાછળથી મેડમ આવ્યા અને બોલ્યા, શુ થયુ રૂહી ?? કેમ અત્યારે અહી ઉભી છે ??
એમને જોતા એકદમ રૂહીને મગજમાં ઝબકારો થયો કે મેડમ અક્ષતે કહ્યા મુજબની ડિ -માર્ટ વાળી થેલી લઈને અંદર જતા હતા.... કદાચ તેમને કંઈ ખબર પડી હશે?
રૂહી : હવે તેમને શું કહેવું થોડી અવઢવમાં હતી.... છતાં તે બોલી કંઈ નહી મારી એક વસ્તુ આવે છે તો લેવા આવી હતી...
રૂહીને હવે અત્યારે એમના પર એટલો ગુસ્સો આવતો હતો..પણ તે કંઈ બોલ્યા વિના થોડીવાર ઉભી રહી...પણ હવે ઉભા રહેવાનો કોઈ મતલબ નહોતો...એટલે ધીમે ધીમે હવે શું કરવુ વિચારતી ઉપર જતી હોય છે.... ત્યાં જ એને મેડમ રૂમમાં જતા દેખાતા તે ફરી વોચમેન પાસે આવીને કહે છે, અંકલ સાચુ કહો કે મારૂ પાર્સલ મેડમ લઈ ગયા છે ને ??
વોચમેન કંઈ બોલ્યો નહી પણ તેનુ માથુ ઝુકી ગયું...,
રૂહી : કાકા મને જે હોય તે મને સાચુ કહો, હું તમને કે એમને કંઈ નહી કહું.જેથી તમારી નોકરી મુશ્કેલીમાં મુકાય...પણ મારા માટે એ સત્ય જાણવુ જરૂરી છે..
વોચમેન : હા બેન જેવા પેલા ભાઈ આપીને ગયા કે તરત મારૂ ધ્યાન પડ્યુ કે મેડમ અંદર ગેટ પાસે સામે જ ઉભા હતા...હું પાર્સલ લેતો હતો એટલે એ તરફ મારૂ ધ્યાન જ ન ગયું...તેમને આવીને ડાયરેક્ટ મારી પાસે એ પાર્સલ માગ્યું.
મે કહ્યું કે રૂહીબેનનુ છે એમને ઉપરથી આમતેમ જોયું અને પછી એમણે મારી પાસેથી લઇ લીધુ અને ક્હ્યું કે એ આવે તો કહેજે કોઈ આવ્યું નથી જો કંઈ કહ્યું તો તારી નોકરી જશે.
એટલે બેન ના કહ્યું પણ પ્લીઝ તમે એમને કંઈ કહેતા નહી...હું એક ગરીબ અને બાળબચ્ચાંવાળો માણસ છું.
રૂહી : કાકા કોઈને પણ આ વાત નહી ખબર પડે કહીને તે ફટાફટ ઉપર જતી રહે છે....
પછી અક્ષતને તે બધી વાત કરી દે છે એટલે આજે તો હવે ફરી બધી વસ્તુઓ લાવવી શક્ય નહોતી કારણ કે મેડમ કંઈક તો સમજ્યા હોવાથી તેમનુ ધ્યાન હશે જ.
રૂહી આજનુ બધુ મુલતવી રાખે છે...કાલ પર છોડી દે છે.....રાત આજે એમ જ પસાર કરવાનુ નક્કી કરી દે છે.
રૂહી આજે બીજા બેડ પર સુઈ જાય છે....આંખી રાત કંઈ જ થતુ નથી....આંખી રાત એક મોબાઈલમાં મંત્રોની ધુન શરૂ હોય છે.....અને રૂહીના ગળામાં માળા.
આજે ઘણા દિવસો પછી બંને શાંતિથી સૂતાં. છ વાગ્યા હતા....એટલે રૂહીની આંખ ખુલી પણ ઉતાવળ નહોતી એટલે પાછી સૂઈ ગઈ.
લગભગ દસેક મિનિટ પછી એકદમ જ કોઈએ ધડામ સાથે દરવાજો ખોલ્યો.....એ સાથે જ રૂહી અને આસ્થાની આંખ ખુલી ગઈ અને એ સવાર સવારમાં આવનાર એ વ્યક્તિ ને એ બંને કંઈક આશ્ચર્ય સાથે જોઈ જ રહ્યા.
કોણ હશે એ આવનાર વ્યક્તિ ?? એ પણ વહેલી સવારે....
એવું શું હતુ એમાં કે આસ્થા અને રૂહી તેને આમ અજીબ નજરે જોઈ રહ્યા છે ?? હવે આત્માને આજે તેઓ કઈ રીતે નીકાળી શકશે? એ માટે રૂહી લોકો કયુ નવુ ગતકડું કરશે ?