ખુશીનાં આંસુ
ખુશીનાં આંસુ
સોહનની નોકરી છૂટી ગઈ હતી. હવે તેમની પાસે બીજો આવકનો કોઈ આધાર નહોતો. નીલમ શિક્ષિકાની નોકરી કરતી હતી એટલે ઘરનો અને બાળકોનો ખર્ચ તો નીકળી જતો હતો.
સાથે સાથે પોતાનાં એકના એક દીકરાની કિડનીની સારવાર ચાલી રહી હતી. ઘણી અરજીઓ કરવાં છતાંય તેને કિડનીનો કોઈ ડોનર નહોતો મળી રહ્યો.
સોહને ઘણી જગ્યાએ નોકરી માટે પણ અરજીઓ કરેલી હતી. બંને પતિ પત્નીને પુરો વિશ્વાસ હતો કે જેમ સવાર પછી સાંજ થાય છે, તેમ જ સાંજ પછી સવાર પણ થશે અને તે સવાર તેમના જીવનમાં ખુશીઓ લઈને આવશે.
એક દિવસ સોહનના નામની ત્રણ-ચાર ટપાલ આવે છે. સોહન એક પછી એક ટપાલ વાંચતો હોય છે. છેલ્લી ટપાલ વાંચતાં સોહનની આંખો ખુશીનાં આંસુઓથી છલકાઈ જાય છે. તે પ્રભુનો આભાર માને છે.
