Joshi Yogita

Comedy

3  

Joshi Yogita

Comedy

ખીચડી - કરોળિયાની શોકસભા

ખીચડી - કરોળિયાની શોકસભા

3 mins
206


વિદાય વેળા આવી ગઈ રે

 અગરબતી જલાવો, દીવા જલાવો

 ફૂલ ચડાવો હાર ચડાવો

 મરી ગયા છે કરોળિયા

 વયા ગયા છે કરોળિયા હા હા હા હા.......

સ્ટેજ પર ગીત ચાલુ હોય છે. કરોળિયાના ફોટા ફૂલોનો હાર ચડાવેલો હોય છે. બાજુમાં અગરબતી હિમાંશુ કરી રહ્યો હોય છે. "

બાપુજી :' પ્રફુલ તું તો ગધા હે. ગધા.. ' આ શું છે... કરોળિયાના શોકસભા. કોણ રાખતું હોય. જયશ્રી આ પ્રફૂલને સમજાવ જયશ્રી બાજુમાં પોતાની બાજુ ઈશારો કરતા બોલ્યો " બાપુજી મે રાખી. મે રાખી શોકસભા. કરોળિયાની આત્માની શાંતિ માટે. તમે અને જયશ્રીભાભી એ કેટલા કરોળિયા મારી નાખ્યાં. એની આત્માની શાંતિ માટે રાખવી પડે. મેં બાપુજી મેં.

બાપુજી જોવે છે આ સ્ટેજ પર આ કોણ ગાય છે? પ્રફુલ બોલે છે. "આ મારી હંસા ગાય છે જુઓ.. મારી હંસા.

 હંસા ગાતા ગાતા માઈકમાં બોલે છે. બાજુમાં જયશ્રુભાભી પણ બેઠા છે "અરે રમીલા બેન, સવિતાકાકીને હાય. હાઉ આર. ખાના ખાકે જાના. " જયશ્રી મોઢું બગાડે છે. હા હા બબડે છે.

હંસા માઈક જયશ્રીને પકડાવી પ્રફુલ પાસે દોડે છે. " પ્રફુલ જુઓ જુઓ હું કેવી લાગી છું ? આ મારી સફેદ સાડી કાલ જ નવી લીધી. અને આ મારો ગજરો તો હમમમમ.....

  પ્રફુલ બોલે છે" મારી હંસા બાપુજી.. મારી હંસા. "

  બાપુજી બોલે છે. પ્રફુલ મેં તને સાફ શબ્દોમાં કહ્યું હતું કે " સીડી લેતો આવ. આ જયશ્રી, હંસાના વિદાયના ગીત સાંભળી તો બધા ભાગી જશે. તું આ કઈ સીડી લઈ આવ્યો. આ તો માળિયા પર ચડવાની સીડી છે. તું ગધો નથી. તું તો...... એનો પણ સરદાર છે. સરદાર. "

  પ્રફુલ બોલે છે. " બાપુજી હું લાવ્યો. આ સીડી હું લાવ્યો.... બાપુજી તમે ચોખ્ખું બોલ્યું હતું સીડી લઈ આવજે બિલકુલ એવું કહ્યું ન હતું કે ગીત વગાડવાની સીડી લઈ આવજે. અને મને ગધો ગધો કહેતા રહો છો. બાપુજી બાપુજી..... "

 હિમાંશુ આવે છે" આ ચાખો બધા પાણી પૂરી ફુદીનાની ચટ‌ણી સાથે અને સાથે મસ્ત મસ્ત આંબલીની ચટણી પણ... "

જયશ્રી સ્ટેજ પરથી નીચે આવે છે. "પાણીપુરી ખાતા ખાતા રડવા લાગે છે રડવા લાગે છે. "

કેમ રડો છો જયશ્રી ભાભી ? "આજ પણ કામવાળી નથી આવવાની બધું કામ બાપુજીને કરવું પડશે. "

ચકી અને જેકી આવે છે" બડે લોગ બડે લોગ" ડીંગ ડીંગ... એવું મ્યુઝિક વાગે છે.

બાપુજી બુમ પાડતા બોલે છે " પ્રફુલ આ તું કોને લઈ આવ્યો છો. મે તને કહ્યું હતું કે ફોટોગ્રાફરને લઈ આવજે. જે આપણાં શોકસભાના ફોટા પાડશે. આ તો રીટા રિપોર્ટર છે. "

રીટા રિપોર્ટર બોલે છે" હું કહું છું કે હું તારક મહેતા કા ઉલટા ચશ્માંના સેટ પર કામ કરુ છું. તો પણ મને હાથ પકડીને લઈ આવ્યા. પ્રફુલભાઈ ને સમજવો"

હંસા સાડી અને ઘરેણાં સરખા કરતા કરતા સ્ટેજ પર બેસી જાય છે. એની સાથે બીજા બધા પણ સ્ટેજ પર ચાલ્યા જાય છે.

પ્રફુલ બાપુજી પાસે જઈને બોલે છે. " 'મેં હું ના. ' હું સમજવું છું રીટા રિપોર્ટર બાપુજીને. મારા બાપુજી છે. બાપુજી તમે સાફ સમજાવ્યું હતું કે જેના હાથમાં કેમેરો હોય તેને લેતો આવજો તો હું લઈ આવ્યો. ચોખ્ખું એવું જ કહ્યું હતું. મને ગધા ગધા કીધા રાખે જે જોયું રીટા.... "

રીટા વિચારે છે. આ ન્યૂઝ તો કવર કરવા જેવા છે. એટલે કેમેરાથી શૂટિંગ ઉતારે છે. બાપુજી અને પ્રફૂળને પણ સ્ટેજ પર બેસવાનું કહે છે. અને કરોળિયાનો હાર ચડાવેલો ફોટો પણ ત્યાં જ રાખી ન્યૂઝ કવર કરે છે.

 છેલ્લે કોઈ અચાનક પૂછે છે કે" રીટા આ તારી બેગમાં રહેલું લેપટોપ કઈ કંપનીનું છે ?"રીટા જવાબ આપે છે, "માઈક્રોસોફ્ટ ".

જયશ્રી અને બાપુજી એકબીજા સામે જોવા લાગે છે. અંગ્રેજી બોલી આ.

હંસા પ્રફુલને પૂછે છે. " પ્રફુલ માઈક્રોસોફ્ટ મતલબ શું થાય. પ્રફુલ.. અમમમમ"

 પ્રફુલ જવાબ આપે છે. " હંસા માઈક્રોસોફ્ટ એટલે માય મતલબ મારો. ક્રો મતલબ કાગળો. અને સોફ્ટ મતલબ પોચો."

બધા જોરજોરથી હસવા લાગે છે. કરોળિયાની વિદાયની શોકસભા અહીં પૂરી થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy