Joshi Yogita

Inspirational

3  

Joshi Yogita

Inspirational

તારું નામ સૌથી મોટું

તારું નામ સૌથી મોટું

3 mins
202


નારદમુની આજે પરિભ્રમણ કરતા કરતા કૈલાસ લોકમાં પધાર્યા હોય છે. આજે કૈલાસ પર નીરવ શાંતિ હતી. નારદમુની એ જોયું કે ભોળો ભગવાન મહાદેવ ધ્યાનમાં લીન હોય છે. એ ધ્યાનમાં એક જ નામ રટણ કરતા હોય છે. રામ રામ રામ.

ભોળા મહાદેવનો ક્રોધ તો નારદમુની જાણતા હતા. તેથી એક પણ શબ્દ બોલ્યાં વગર ત્યાંથી નીકળી ગયા.

 નારદમુની પાતાળ લોક પર પહોંચ્યા. ત્યાં શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી બિરાજમાન હતા. ભગવાન વિષ્ણુ ભગવાન પણ ધ્યાનમાં મગ્ન હતા. એમના મુખેથી ૐ નમ:શિવાય મંત્રનો જાપ સંભળાતો હતો. માતા લક્ષ્મી પ્રભુના પગ પાસે બેઠા હતા.

મહાદેવને તો ધ્યાનમાંથી જગાડવાની નારદમુનીને હિંમત થઈ ન હતી. પણ વિષ્ણુ ભગવાન પાસે આવી ધીમેથી બોલ્યાં. નારાયણ નારાયણ. પ્રભુ નારાયણએ પોતાના નેત્ર ખોલ્યા. " અરે ! નારદમુની તમે ? આવો આવો કંઈ કામ હતું ?"

નારદમુની બોલ્યાં. " હા પ્રભુ. બસ આજે પરિભ્રમણ કરી રહ્યો હતો. તો વિચાર્યું તમને મળી લઉં. "

વિષ્ણુ ભગવાનએ નારદમુની ને પૂછ્યું. " નક્કી તમારા મનમાં કોઈ પ્રશ્ન આવ્યો લાગે છે. એટલે તમે એ પ્રશ્નના નિવારણ માટે આવ્યા છો. તમારુ મન ચંચળ છે. જે પ્રશ્નના જવાબ વગર માનવાનું નથી. એટલે તમારા મનમાં રહેલો પ્રશ્ન તમે પૂછી જ લ્યો. "

નારદમુની હાથ જોડી બોલ્યાં. " પ્રભુ તમે તો અંતરયામી છો. "

મારા મનની વાત સમજી જ ગયા છો. તમને બંને ભગવાનને ધ્યાનમાં એકબીજાનું નામ લેતા જોઈ મારા મનમાં એક પ્રશ્ન મારા મનમાં ઉદ્ભવ્યો છે. પ્રભુ મને તમારા નામનું રહસ્ય સમજાવો. તમારા નામમાં કોઈ રહસ્ય તો છે કે તમે એકબીજાના નામનું જાપ કરો છો. "

નારદમુની નો પ્રશ્ન સાંભળી પ્રભુ મંદ મંદ હસવા લાગે છે. " નારદમુની તમે આ જ પ્રશ્ન પૂછશો એ હું જાણતો હતો. " જવાબ આપતા પ્રભુ કહે છે.

"એનો એક જ જવાબ છે. હું તમને એક વાર્તાના સ્વરૂપમાં આ વાતનો જવાબ આપવા માંગીશ.

રામાયણનો એક કિસ્સો(બનાવ) તમને યાદ તો હશે જ. જ્યારે રામસેતુ બધા વાનરો દ્વારા બનાવામાં આવ્યો હતો. પહેલો પથ્થર વાનર દ્વારા સમુદ્રમાં નાખવામાં આવ્યો તો એ તર્યો નહતો. મેં રામ અવતાર માં પોતે એક પથ્થર સમુદ્રમાં નાખ્યો ત્યારે મારા હાથે પણ પથ્થર તર્યો નહતો.

ત્યારે હનુમાનજી ને એક યુક્તિ સૂઝી અને જ્યારે હનુમાનજી એ રામનું નામ લખી નાખવામાં આવ્યો તો એ તરી ગયો હતો. "

નારદમુની પ્રભુનો જવાબ આતુરતા પૂર્વક સાંભળતા હતા.

શ્રીવિષ્ણુ જવાબ આપતા કહે છે. " જો હું ધારત તો ત્યારે એક જ મિનિટમાં રામસેતુ બનાવી શક્યો હોત. મારી ઈચ્છા હોત તો મારા દ્વારા નાખવામાં આવેલો પથ્થર પણ ડૂબ્યો ન હોત. પણ એક રહસ્ય મારા નામનું આ પૃથ્વીવાસીઓને સમજાવવું હતું કે મારૂ નામ મારા કરતાં પણ મોટું છે. મોટામાં મોટું કામ મારા નામથી પરિપૂર્ણ થાય છે. સમુદ્ર પણ મારા નામથી માર્ગ આપી દે છે.

એટલે જ તો અમે દેવો પણ એકબીજા દેવના નામનું સ્મરણ કરીએ છીએ. કેમકે,નામની શક્તિ અપાર છે. "

નારદમુની જવાબ સાંભળી ખુશ થાય છે. " નારાયણ નારાયણ બોલે છે. "

રહસ્ય તારા નામનું, ન જાણે કોઈ, નામ લઈ લવ હું તારું, ત્યારે ત્યારે કામ પૂર્ણ થાય મારૂ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational