માખી
માખી
એક માખી અને માખો હતા એના ત્રણ બચ્ચા સાથે એક ઘરમાં રહેતા હતા. બચ્ચાં નાના હતા એટલે બચ્ચાઓને સરખું ઊડતા નહોતું આવડતું. માખી અને માખો બચ્ચાને ઘરમાં એકલા રાખી રોજ બચ્ચા માટે ભોજન લેવા બહાર જતા હતા. બચ્ચાને ઊડતા નહોતુંં આવડતુંં હજી શીખતા હતા એટલે માં-બાપ ઊડવાની ના કહેતાં હતા. તમારે ઊડવું હોય તો અમારી દેખરેખમાં જ ઊડવું. કેમકે, ગેસ પર રસોઈ બનતી હોય છે..એટલે દૂર ના ઊડવું. માખીએ બચ્ચા પાસે વચન માંગતા કહ્યું કે મને વચન આપો કે તમે દૂર ઊડીને ક્યાંય નહિ જાઓ. ત્રણેય બચ્ચાએ વચન આપ્યું.
એક દિવસ એવો આવ્યો કે બચ્ચા વચન ભૂલી ગયા.મા બાપના જતા જ બચ્ચા વિચારવા લાગ્યાં કે આપણે તો મોટા થઈ ગયા છીએ. આપણે ઊડી શકીએ પણ છીએ તો પણ મમ્મી - પપ્પા ઊડવાની ના જ કહે છે.
એક બચ્ચુ બોલ્યું - મને લાગે છે, હવે મમ્મી - પપ્પાની ઉંમર થઈ ગઈ એ લોકોને શું ખબર પડે ? આપણે આખા ઘરમાં ઊડવું જોઈએ અને વચન ભૂલી ઊડવા લાગે છે. ત્યાં ગેસ પર ગરમ પાણીનું તપેલું મૂકેલું હોય છે. જેમાંથી વરાળ નીકળતી હોય છે. એક બચ્ચું ભૂલથી એ તપેલા પાસે જતુંં રહે છે અને વરાળથી પાણીમાં પડી મરી જાય છે. મરતા મરતા બોલે છે કે મમ્મી- પપ્પાનું માનવું જોઈએ. જો ના માનીએ તો આવી હાલત થાય.
હવે, આ વાર્તાનું ગીત છે જે મારા દાદા પોતે તૈયાર કરેલું મને રોજ ગાઈને સંભળાવતા એ તમારા બધા સમક્ષ રજૂ કરું છું
" માખી બોલી મુખ થકી, પ્યારા બચ્ચા પાસ
જઈ આવું હું જ્યાં સુધી, ઊડીશ ના આકાશ
ઊકળે છે ઉનામણુ, જે તે પાસે જાય
ચૂંકે ફરતા ચોટથી, જીવનો જોખમ થાય.
એમ કહી માખી ગઈ, બચ્ચું બુદ્ધિબાળ
દિલમાં ડહાપણ ડોળવા, એ લાગ્યું તતકાળ
ઘરડાં તો વાતો ઘણી,કહે વધારી વાત
જઈ આવું હું જ્યાં સુધી, બોલો મરીશ હું કેમ ?
એમ કહી બચ્ચુ ઊડ્યું, પહોચ્યું પાણી પાસ
અંજાઈ એમાં પડ્યું, વરતી થયો વિનાશ
મરતા મરતા બોલ્યું, જે ચાલે આ ચાલ
માને નહિ મા બાપનું, એના આવા હાલ
માને નહિ મા બાપનું, એના આવા હાલ."
