કેવી બનાવી દુનિયા
કેવી બનાવી દુનિયા
કેવી બનાવી દુનિયા,
કોઈ કળી ન શકે
એવી અદભૂત રચના,
કોઈ ઝુંટવી ન શકે.
આ અજાયબ કરામત,
કરી શકે માત્ર ઈશ્વર.
એવી અદભૂત રચના,
કાળા માથાના માનવીની.
બનાવ્યો એને ઈશ્વરે,
એ બનાવે ઈશ્વરને.
કેવી બનાવી દુનિયા,
કોઈ કળી ન શકે.
રોજ નિત નવા ખેલ રચાય.
લાગે બધું જ મતલબી,
ક્યાંથી આવે ભરોસો.
રહે છતાંય સહવાસી,
ગમે ત્યાંથી મળે સહાય.
આ અજાયબ કરામત,
કરી શકે માત્ર ઈશ્વર.
કેવી બનાવી દુનિયા,
કોઈ કળી ન શકે.
બધાને જીવવું છે,
બીજાને હરાવીને.
વધી ના જાય કોઈ આગળ,
ક્યાંક પાછળ હું ના ગણાવું.
કેમ કરી હું મોટો ગણાવ.
કરી શબ્દોની કરામત,
એમ વિચારી છેતર્યા સહુને.
કેવી અજાયબ કરામત.
