STORYMIRROR

Manisha Chauhan

Drama

2  

Manisha Chauhan

Drama

કેન્ટીન

કેન્ટીન

4 mins
3.2K


સવારે ૧૦.૩૦નો સમય એટલે કે કોલેજ નો બ્રેક, હવે આ જ સમયે કરણ અચાનક રડતો રડતો અને થોડોક ગભરાયેલો જાણે આજુ બાજુ કંઈક જ દેખાતું ના હોય તેમ દોડી ને કેન્ટીન તરફ આવતો હતો જેવો એ કેન્ટીનમાં આવી પહોંચ્યો એવો તરત જ જાણે તેની નજર કોઈ ને શોધી રહી હોય તેવું તેના ચહેરા પરથી લાગતું હતું. શાયદ જેને તે શોધતો હતો એ ના મળ્યું એટલે જોરથી એ જમીન પર પછડાયો અને ચીસો નાખવા લાગ્યો આજુ બાજુનાં લોકો ટોળું બની ગયા અને કરણ ની વાતો કરવા લાગ્યા. ત્યાં જ તેનો મિત્ર ત્યાં આવી પોહચ્યો તેને ઊભો કર્યો અને ટેબલ પર બેસાડી પાણી આપ્યું ને ધીરે ધીરે વાત શરૂ કરી અને પૂછ્યું કે , 'શું થયું? કેમ ગભરાયેલો છે? કેમ આટલું બધું રડે છે? કંઈક તો બોલ...........,

કરણ કંઇ બોલી જ ન શક્યો. બસ એક જ વાક્ય તેના આગળથી સાંભળવા મળતું હતું કે ,

'એ મને છોડી ને જતી રહી....

એ મને છોડી ને જતી રહી....'

તેનો મિત્ર રાહુલ પૂછવા લાગ્યો કોણ જતું રહ્યું? શું બોલી રહ્યો છે, સરખી વાત કર ત્યારે હળવેકથી કરણ બોલ્યો, ' રાધા મને છોડી ને હંમેશા માટે ચાલી ગઈ.....'

આ સાંભળી ને રાહુલ પણ અચમ્બો પામ્યો કારણે કે કરણ અને રાધા બંને સારા એવા મિત્ર હતા. અને રાહુલ એ પણ જાણતો હતો કે કરણ રાધાને ખૂબ જ પ્રેમ કરે છે પણ શાયદ એ વાતની જાણ રાધા ને ન હતી.....

જેવો રિસેસ પડ્યો હતો તે કલાસની બહાર નીકળ્યો અને તેણે ફોન બહાર કાઢ્યો. નેટ ચાલુ કર્યું, જેવું જ નેટ ચાલુ કર્યું તેવાં જ રાધાના ઘણા બધા મેસેજ આવવા લાગ્યા એ જોઈ ને તે ગભરાઈ ગયો ને તરત જ વોટ્સએપ ખોલી ને મેસેજ વાંચવા લાગ્યો હતો જેમાં રાધા એ લખ્યું હતું કે , 'એ શહેર છોડી ને હંમેશા માટે ચાલી જાય છે હવે તે રાધા ને ફોન કે મેસેજ કરવાની કોશિશ ના કરે બસ આ જ વાંચી ને કરણે કેન્ટીન તરફ દોડ મૂકી હતી કારણ કે કેન્ટીન એ એવી જગ્યા હતી કે જ્યાં રાધા અને કરણ પોતાની રોજબરોજ ની વાતો 'એક મીઠી ચા' સાથે કરતાં.

જાણે એ બંનેનું બીજું કોઈ હોય જ નહીં તેમ એક બીજામાં ડૂબી જતાં. તેની મિત્રતાની પુરી કોલેજ માં 'વાહ, વાહ' થતી. કા

રણ કે બંને સાથે જ જોવા મળતાં. પણ હજી સુધી રાધાનું જવાનું કારણ મળ્યું નથી. કારણ કે રાધા એ અનાથ છોકરી હતી તેનું આ શહેરમાં કોઈ હતું જ નહીં. જેથી ઘણી જગ્યા એ તેની પૂછપરછ કરતાં કઈ તેની ખબર પડી નહીં. દિવસો વીતતાં ગયાં. કરણે તેને શોધવાનું ચાલુ જ રાખ્યું. આમ ને આમ જ કોલેજ પુરી થઇ ગઈ. કરણ એ એક જોબ માટે એપ્લાય કર્યું બે દિવસ ગયાં ત્યાં જ કંપનીમાંથી કરણને કોલ આવ્યો કે તેને ઇન્ટરવ્યૂ માટે રાજકોટ જવાનું છે. કરણે હા પાડી. બીજા જ દિવસે કરણને રાજકોટ માટે નીકળવાનું હતું. ઓનલાઇન બસની ટિકિટ કરાવી. સવારે ૬ વાગ્યાં ની બસ હતી. બીજા દિવસે સવારે બસ સ્ટેશન એ પહોંચી ગયો. ૫: ૪૫ નો સમય હતો એ બસમાં બેસી ગયો. હજી ૧૦ જ મિનિટ થઈ હતી ત્યાં એક છોકરી આવી અને તેની બાજુની સીટમાં બેઠી. કરણ તો બુક વાંચતો હતો એટલે કંઇ ખાસ નજર ના ગઈ તેની, પણ જેવી જ છોકરી બેસી અને તેનું મોં જોયું ત્યાં જ કરણ અચમ્બો પામી ગયો થોડીક વાર તો કંઈ બોલ્યો જ નહીં. બસ તેને જ જોઈ રહ્યો અને સવાલો પર સવાલો કરવા લાગ્યો, આંખમાંથી આંસુઓની ધાર નીકળવા લાગી. જાણે તેને કોઈ પોતાનું મળી ગયું હોય તેમ. આ જોઈને તે છોકરી એ કરણનો હાથ પકડીને બધા જ સવાલોને ઇગ્નોર કરી ને ફક્ત એક જ સવાલ પૂછ્યો કે, 'તને કેમ છે?'

પણ કરણના સવાલો તો બંધ થવાનું નામ જ નોહતા લેતાં, કારણ કે એ છોકરી બીજું કોઈ નહીં રાધા જ હતી. ધીરેથી રાધા એ કરણનો હાથ પકડીને શાંત પાડ્યો અને તેના બધા જ સવાલો નો જવાબ એક જ આપ્યો કે , 'હું તને પ્રેમ કરું છું અને તારાથી દૂર થવાનું કારણ પણ એ જ હતું.' મને લાગ્યું કે જો હું તને આ વાત કરીશ તો આપણી અઢી વર્ષની મિત્રતા તૂટી જશે અને તારા વિના હું રહી શકું એમ નોહતી, એટલે મને એક જ વિચાર આવ્યો કે તારાથી હંમેશા માટે દૂર થઈ જાવ એ જ બંને માટે સારુ રહેશે, પણ ક્યાંક આપણે મળવાનું જ લખ્યું હશે!

આ સાંભળીને કરણ ખુશ પણ થયો અને દુઃખ પણ લાગ્યું કે અત્યાર સુધી બધી જ વાત શેર કરી અને આ વાત શેર ના કરી અને ખુશી પણ હતી કે રાધા પણ તેને પ્રેમ કરે છે એટલા માં જ પાછળથી જોરથી અવાજ આવ્યો.........


Rate this content
Log in