સાચી મિત્રતા
સાચી મિત્રતા


એક બાજુ જાન આવવાની તૈયારી હતી તો બીજી બાજુ આજે પોતાનું છોડીને સાસરે જવાની છે એ દિયા દુલ્હન બનીને પોતાની સહેલીઓ સાથે તેમના રૂમમાં કોઈની આતુરતાથી રાહ જોઈ રહી હતી. હાથમાં ફોન હતો અને એ ફોનમાં એ વ્યક્તિનો ફોટો કે જેની સાથે તે વિચાર્યા વગર બધી જ વાતો શેર કરતી હતી. તેની સાથે જેટલી મજાક, મસ્તી, હસ્તી હતી ને એટલું જ મન ભરીને રડતી હતી .એ એવી વ્યક્તિ છે કે દિવસમાં એક વાર ઝગડો કરીને પચાસ વાર તેને મનાવતી કારણ કે તેની સિવાય તેને કોઈ સમજતું જ નોહતું. દિયાના ગુસ્સા પાછળનો પ્રેમ, હસવા પાછળનું એ નિરાશાનું કારણ અને રડવા પાછળનો એ સ્નેહ એ જ વ્યક્તિ સમજતું હતું અને એજ વ્યક્તિનો ફોટો જોઈ ને બેધાર આસું એ રડતી અને એક જ વાત નું રટણ કરતી હતી કે,એ ક્યારે આવશે ....એ ક્યારે આવશે....
ત્યાં જ દરવાજો ખખડવાનો અવાજ આવ્યો ને તેમના મમ્મી રૂમમાં પ્રવેશયા અને દિયાની સહેલીઓને કહ્યું કે, જાન આવી ગઈ છે દિયાને મંડપ માં લઈ આવો.
મનુ મંડપમાં જવા તૈયાર જ નોહતી થતી કારણે કે તે વ્યક્તિ હજી સુધી આવ્યો જ નોહતો. ઘણું સમજાવ્યું છતાં તે બસ એક જ વ
ાત ની હઠ પકડી કે તે આવશે પછી જ જઈશ.
ત્યાં તે વ્યક્તિનો અચાનક જ ફોન આવ્યો અને કોઈ બોલ્યું કે, "શું તમે દિયા બોલો છો ?' અને મનુના હાથ ધ્રુજવા લાગ્યા અને ડરતાં ડરતાં જવાબ આપ્યો કે, 'હા હું દિયા જ બોલું છું '
સામે વાળી વ્યક્તિ એ કહ્યું કે 'જેનો ફોન છે તેનું એકસિડેન્ટ થયું છે અને તેના નામની જાણ હજી સુધી નથી થઈ તમે જલદી એચ.સી.જી. હોસ્પિટલ એ પોહચો. ત્યાં જ દિયાના હાથમાંથી ફોન પડી ગયો અને તે મંડપમાં જવાની બદલે હોસ્પિટલ જવા દોડી.
અડધી જ કલાકમાં તે છોકરીનો પરિવાર પણ ત્યાં હોસ્પિટલમાં પોહચ્યો તેને દિયા ક્યાંય જ ન દેખાણી. ડોક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું તે વ્યક્તિ વિશે ત્યારે ડોક્ટરે કહ્યું કે, 'એ વ્યક્તિ એ અકસિડેન્ટમાં બંને આંખ ગુમાવી છે અને તેને મિસ.દિયા સી.દવે એ બંને આંખ ડોનેટ કરી છે આ સાંભળીને મનુના મમ્મી-પપ્પા ભાન ખોઈ બેઠા ને દિયુ ને મળવાની જીદ કરવા લાગ્યા અને જ્યારે દિયા ને મળ્યા ત્યારે હજારો સવાલો કરવા લાગ્યા.
પણ, દિયા એ બધા જ સવાલો નો બસ એક જ જવાબ આપ્યો કે , 'એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે...'