Lady Gibran

Drama Fantasy Inspirational

5.0  

Lady Gibran

Drama Fantasy Inspirational

જોના

જોના

2 mins
15.1K


"મમ્મી પ્લીઝ કેક નહી લાવતી મને નથી ભાવતી" કહીને જોના કોલેજ જવા નિકળી ગઈ. દિશા એને બારીમાં થી ક્યાંય સુધી જોતી રહી.

જોના!!  સંબંધથી એ એની દીકરી. જેણે એને મા કહેવડાવાનો અવસર આપ્યો. એની કુખે જન્મ લઈ એને ધન્ય કરી. પોતાનું બાળક તો સૌને વહાલું હોયજ છે. પણ દિશા એ ભાગ્યશાળી મા હતી જેને ઉંમરના ૧૫ માં વર્ષ માંજ જોના એ દોસ્ત બનાવી દીધી.

હા ૧૫ વર્ષની જોના હરેક વાતે એનું પીઠબળ બની. જે ઉંમરમાં છોકરીઓ અફેર્સ કરીને માબાપની ઉંઘ હરામ કરે છે એ ઉંમરમાં એણે પોતાની મા ને સંભાળી લીધી.

દિશાનું ડિપ્રેશન માં જવું એક રીતના  એના માટે ઉપકાર સમું રહ્યું. એને એક બેસ્ટ ફ્રેંડ મળી ગઈ. અ ફ્રેંડ ફોર લાઈફ!!

 "મમ્મી બધા આવાજ હોય! તમને તમારો વધારે પડતો વિશ્વાસ જ નડે!"

"મમ્મી જવા દો ને, જેવા જેના કર્મ. જો બધા પોતાની જગ્યામાં સાચ્ચાજ હોય. લેટ્સ નોટ જજ!"

હોસપિટલથી ઘરે આવ્યા પછી ધીમે ધીમે એજ દિશાને સંભાળવા લાગી. થોડા સમય માં એની કાઉન્સિલર બની ગઈ.

 સીધી સાદી સરળ અને એકદમ નિખાલસ લાગતી જોના ને જોઈને કોઈ ના કહી શકે કે એ આટલી ગહન વિચાર શક્તિ ધરાવતી હશે.

આમ તો એક માનો રોલ હોય દીકરીના જીવન માં! પણ સલામ છે આ દીકરીને કે જે જહાન્વી માંથી જોના બની ને પોતાના પરિવારની ઢાલ બનીને અડગ ઊભી હતી!

આજે એ જોનાનો બહું મોટો અવસર હતો. એનો જન્મદિવસ તો હતો જ પણ એનાથી મોટો પ્રસંગ હતો દિશા માટે આજે.

ના ના એના લગ્ન જેવા સામાન્ય પ્રસંગ માટે દિશા આટલી ઉત્સુક થાય એવી ન હતી.

આજે કોલેજ ના છેલ્લા વર્ષ નું રિઝલ્ટ આવતા પહેલા જ જોનાના પ્રથમ પુસ્તક વિમોચન નો કાર્યક્રમ હતો.

જાહ્નવીનું એક જ સપનું હતું. એને જીવનમાં બધાને ખુશ જોવા હતા. એટલે જ તો એણે સાઇકોલોજિમાં હોનર્સ કર્યું હતું. લખવું તો એના લોહીમાં હતું.

અને આ જ સંગમએ એને બહુ ફેમ બક્ષી હતી.એ લોકોની માનસિકતા, તકલીફો સમજતી અને બખુબી એના ઉપાયો કલમ માં ઉતારતી. જેમ કે એ એના પેજના વાચકો માટે એક લાઈફ કોચ હતી.

શબ્દનો ઉપયોગ એ યોગની જેમ કરતી અને બધાના જીવનમાં ખુશી ફરી દેતી.
"આઈ ડેડીકેટ માય સકસેસ ટુ માય મધર" કહીને એણે એનું પ્રથમ બુક રીડીંગ ચાલુ કર્યું.
દિશાની સામે ફક્ત માંજરી આંખો વાળી કાલુઘેલુ બોલતી જોના જ ફરી રહી હતી.

જાણે કહેતી હોય"ડોંટ ફિયર,જોના ઇઝ હિયર"!


Rate this content
Log in

Similar gujarati story from Drama